પરિવારે પ્રેમ સંબંધનો વિરોધ કરતાં યુગલે વિક્રોલી સ્ટેશને ટ્રેન હેઠળ ઝંપલાવ્યું
ભાંડુપની 15 વર્ષની તરુણી અને 20 વર્ષના પ્રેમીનાં મોત
યુવક પ્રેયસીને ગામડે નહિ મોકલવા તેના માતાપિતાને સમજાવવા ગયો, તેમના નકાર બાદ બંને સ્ટેશને પહોંચી ગયાં
મુંબઈ - રવિવારે વિક્રોલી સ્ટેશન ે ટ્રેન સામે ઝંપલાવી એક પ્રેમી યુગલે આત્મહત્યા કરી હતી. ૨૦ વર્ષનો યુવક અને ૧૫ વર્ષની સગીરાના પ્રેમસંબંધનો સગીરાના પરિવાજનોએ વિરોધ કરવાથી યુગલે જીવન ટૂંકાવવાનું પગલું ભર્યું હોવાનું પોલીસને મળેલી સુસાઈડ નોટમાંથી જાણવા મળ્યું હતું.
યુવક અને સગીરા ભાડુપના હનુમાન નગરના રહેવાસી હતા. બન્ને જણ થોડા મહિના પહેલાં જ એકમેકના પરિચયમાં આવ્યા હતા. બન્નેના પ્રેમસંબંધની જાણ સગીરાના પરિવારજનોને થઈ જવાથી તેમણે સગીરાને ગામંડે મોકલવાનું નક્કી કરી લીધું હતું. જેને રોકવા યુવક સગીરાના પિતાને મળાવ ૨૬ મી જાન્યુઆરીએ સવારે તેના ઘર ગયો હતો અન તેમના સ ંબંધને સ્વીકારવાની વિનંતી પણ કરી હતી. જો કે સગીરાના પરિવારજનોએ યુવકની વાતને નકારીને પોતાની દીકરીને ગામડે મોકલવાનો નિર્ણય બદલ્યો ન હતો બાદમાં યુવક સગીરાના ઘરેથી નીકળી ગયાનાથોડા સમય પછી સગીરા પણ ઘરે જાણ કર્યા વગર બહાર જતી રહી હતી.
સગીરાના પરિવારે પોલીસ સ્ટેશનમાં યુવક વિરુદ્ધ અપહરણનો કેસ નોંધાવ્યો હતો. પરિવારના લોકોને મનાવવામાં નિષ્ફળ ગયેલું યુુગલ મોતને ભેટવા વિક્રોલી સ્ટેશને તે જ દિવસે બપોરે ૧.૫૦ વાગ્યાની આસપાસ આવી પહોંચ્યું હતું અને પૂરપાટે આવતી ગરીબ રથ એક્સપ્રેસ ટ્રેન સામે કૂદીને તેમણે આત્મહત્યા કરી લીધી હતી.
રેલવે પોલીસને યુવકના ખિસ્સામાંથી મોબાઈલ ફોન અને સુસાઈડ નોટ મળી હતી. જેમમાં મૃતકોએ આવું પગલું ભરવા પાછળનું કારણ લખ્યું હતું. સગીરાના પરિવારજનોના વિરોધને કારણે તેમણે આત્મહત્યા કરી હતી. બન્નેના પરિવાર મૂળ મહારાષ્ટ્રના જ છે પણ જાતિની અસમાનતાને કારણે સગીરાના પરિવારના લોકો સંબંધને મંજૂરી આપતા ન હતા. જીઆરપીએ અકસ્માત મૃત્યુનો કેસ નોંધી યુગલના પરિવારજનોને કરી હતી.