Get The App

288 કેન્દ્રો પર આજે સવારના 8 વાગ્યાથી ગણતરી, પહેલું રિઝલ્ટ 11 વાગ્યા આસપાસ

Updated: Nov 23rd, 2024


Google NewsGoogle News
288 કેન્દ્રો પર આજે સવારના 8 વાગ્યાથી ગણતરી, પહેલું રિઝલ્ટ 11 વાગ્યા આસપાસ 1 - image


મતગણતરી કેન્દ્રો પર ત્રિસ્તરીય  સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ

85 વર્ષથી વધુ વયના વૃદ્ધો, દિવ્યાંગો, પોલીસ સહિતના મતદારોનાં પોસ્ટલ મતો પહેલાં ગણાશે, બાદમાં ઈવીએમ મતો હાથ ધરાશે૭

મુંબઈ  :   ૨૮૮ બેઠક ધરાવતી મહારાષ્ટ્રની ૧૫મી વિધાનસભાની યોજાયેલી ચૂંટણી માટે આવતીકાલે સવારથી મતગણતરી શરૃ થશે.૨૮૮ વિધાનસભા મતવિસ્તાર માટે ૨૮૮ મતગણતરી કેન્દ્રો અને ૧૬-નાંદેડ લોકસભા મતવિસ્તાર માટે ૦૧ મતગણતરી કેન્દ્રો સ્થાપિત કરવામાં આવ્યા છે. એક અંદાજ અનુસાર પહેલું પરિણામ આશરે ૧૧ વાગ્યાની આસપાસ આવી શકે છે. 

દરેક વિધાનસભા બેઠક પર એક નિરીક્ષકની  નિયુક્તિ  કરાઈ છે. નાંદેડ લોકસભાની પેટાચૂંટણીની ગણતરી માટે બે નિરીક્ષકની નિયુક્તી થઈ છે. 

પંચના સૂત્રોએ જણાવ્યું હતું કે  ૮ કલાકે તમામ મતદાન મથકો પર શરૃ થશે.  આ પ્રક્રિયા દરમિયાન, પોસ્ટલ બેલેટની ગણતરી સવારે ૮ વાગ્યે શરૃ થશે, ત્યારબાદ સવારે૮.૩૦  વાગ્યે ઇવીએમ ના મતો ગણાવાનું શરુ થશે. લગભગ દરેક બેઠક પર સરેરાશ દોઢથી બે લાખ મતો ગણાવાના છે. 

  સીલબંધ સ્ટ્રોંગ રૃમ નિરીક્ષકો અને ઉપસ્થિત ઉમેદવારો અથવા તેમના પ્રતિનિધિઓની સામે ખોલવામાં આવશે અને ઈવીએમને મતગણતરી કેન્દ્રમાં લઈ જવામાં આવશે.  મતગણતરી કેન્દ્રની તમામ કાર્યવાહી સી.સી.  ટેલિવિઝન પર પ્રસારિત કરવામાં આવશે.   ચૂંટણી પંચની માર્ગદશકા મુજબ ત્રિસ્તરીય સુરક્ષા વ્યવસ્થા લાગુ કરવામાં આવી છે.

 વર્તમાન ચૂંટણીમાં પ્રક્રિયાને સરળ બનાવવા  આઈ.સી ની મદદથી ફોર્મ ૧૨ અને ૧૨- ડીના ઝડપી ટ્રાન્સફર માટે એક ઓનલાઈન સિસ્ટમવિકસાવવામાં આવી હતી.  મંજૂર કરાયેલા ફોર્મ માટે ખાલી પોસ્ટલ બેલેટ પેપરની આપ-લે માટે તેમજ મત આપેલા બેલેટ પેપરની આપલે માટે જિલ્લા, વિભાગીય અને રાજ્ય સ્તરે સંકલન કેન્દ્રો સ્થાપવામાં આવ્યા હતા. ૮૫વર્ષથી ઉપરની વયના   વયના ૬૮,૦૦૦ થી વધુ વરિ નાગરિકો અને ૧૨૦૦૦ થી વધુ વિકલાંગ વ્યક્તિઓએ ઘરેલુ મતદાનનો લાભ લીધો હતો. ૩૬૦૦૦ થી વધુ આવશ્યક સેવા મતદારોએ પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કર્યું હતું અને ૪,૬૬,૮૨૩  પોસ્ટલ બેલેટ ચૂંટણી કર્મચારીઓને વહેંચવામાં આવ્યા હતા.

    તમામ વિધાનસભા મતવિસ્તારોમાં પોસ્ટલ બેલેટની સંખ્યા વધુ છે.  તેથી ૨૮૮ મતદાન મથકો પર પોસ્ટલ બેલેટની ગણતરી માટે  ૧૭૩૨  ટેબલ અને  સ્કેનિંગ (પ્રી-કાઉન્ટિંગ) માટે ૫૯૨  ટેબલો ગોઠવવામાં આવ્યા છે.

    રાજ્યમાં આ વર્ષે મતદાનની ટકાવારી વધી છે. લોકસભા ચૂંટણીમાં રાજ્યમાં ૬૧ટકા મતદાન થયું હતું. જો કે, માત્ર છ મહિના પછી યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં રાજ્યમાં ૬૬ ટકા જેટલું મતદાન થયું છે. આ વધેલા મતદાનનો કોને ફાયદો થશે તેના પર આ ચૂંટણીનો આધાર રહેશે. તેથી હવે આવતીકાલે શું થશે તેના પર સૌની નજર છે.



Google NewsGoogle News