પાસપોર્ટ કેન્દ્રમાં ભ્રષ્ટાચારના કેસમાં રૃ. 1.50 કરોડની રોકડ, ડિજિટલ પુરાવા જપ્ત
સીબીઆઈ દ્વારા 3 દિવસ સર્ચ ઓપરેશન હાથ ધરાયું
લોઅર પરેલ અને મલાડના પાસપોર્ટ સેવા કેન્દ્રોના 14 અધિકારી, 18 દલાલો, વચેટિયાઓ સામે 12 કેસ નોંધાયા છે
મુંબઇ : મુંબઈના પાસપોર્ટ સેવા કેન્દ્રોમાં ભ્રષ્ટાચારના રેકેટનો પર્દાફાશ કર્યા પછી સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઇ)ની ટીમે ત્રમ દિવસ સર્ચ ઓપરેશન દરમિયાન રૃ. ૧.૫૯ કરોડ રોકડા અને પાંચ ડાયરી, મહત્ત્વપૂર્ણ ડિજિટલ પુરાવા જપ્ત કર્યા છે, એમ અધિકારીએ મંગળવારે જણાવ્યું હતું.
લોઅર પરેલ અને મલાડના પાસપોર્ટ સેવા કેન્દ્રોના ૧૪ અધિકારીઓ અને ૧૮ દલાલો, વચેટિયાઓ વિરુદ્ધ ૧૮ જૂને ૧૨ કેસ નોંધવામાં આવ્યા હતા. પછી સીબીઆઇએ મુંબઈ અને નાશિકમાં વ્યાપક સર્ચ ઓપરેશન શરૃ કર્યું હતું. સોમવાર સુધી ચાલુ રહ્યું હતું.
આ દરમિયાન રોકડ રકમ ઉપરાંત સીબીઆઇએ પાંચ ડાયરીઓ અને ડિજિટલ પુરાવા જપ્ત કર્યા હતા. જેના આધારે પાસપોર્ટ ભ્રષ્ટાચાર રેકેટમાં આર્થિક વ્યવહારો અને લાંચની મહત્ત્વપૂર્ણ માહિતી મળી શકે છે, એમ અધિકારીએ કહ્યું હતું.
એજન્સીએ આરોપ લગાવ્યો છે કે આરોપી અધિકારીઓ વચેટિયાઓ સાથે ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા છે. તેઓ અપૂર્ણ દસ્તાવેજોને આધારે પાસપોર્ટ જારી કરવાની મંજૂરી આપતા અથવા પાસપોર્ટ અરજદારોની વિગતો સાથે છેડછાડ કરતા હોવાનું કહેવાય છે.
વિદેશી મંત્રાલય અને સીબીઆઇની વિજિલન્સ વિંગ દ્વારા હાથ ધરવામાં આવેલી સંયુક્ત તપાસ દરમિયાન પાસપોર્ટ સેવા કેન્દ્રોમાં અધિકારીઓ અને વચેટિયાઓની ગેરરીતિ પકડવામાં આવી હતી. અધિકારીઓમાં ઓફિસ ડેસ્ક અને મોબાઇલ ફોનનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું.
અધિકારીઓ, લાલ અને વચેટિયાની સોશિયલ મિડિયા ચેટ્સ, સ્તાવેજો, યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરકેસ (યુપીઆઇ) આઇડીની તપાસ કરતા આ રેકેટ પ્રકાશમાં આવ્યું હતું. આરોપીઓએ પૈસા લઈને અપૂર્ણ અને બનાવટી સ્તાવેજોના આધારે પાસપોર્ટ બનાવ્યા હોવાનું માલૂમ પડયું હતું.
એજન્સીએ આરોપ કર્યો છે કે પાસપોર્ટ સેવા કેન્દ્ર અધિકારીઓ, દલાલ સાથે મળીને કથિત રીતે પોતાના અને પરિવારના સભ્યોના બેન્ક ખાતામાં લાખો રૃપિયાના શંકાસ્પદ આર્થિક વ્યવહાર કર્યા હતા.