Get The App

સીબીઆઈમાં પણ ભ્રષ્ટાચાર, તપાસ ઢીલી કરવા 20 લાખની લાંચ માગી

Updated: Jan 25th, 2025


Google NewsGoogle News
સીબીઆઈમાં પણ ભ્રષ્ટાચાર, તપાસ ઢીલી કરવા 20 લાખની લાંચ માગી 1 - image


સીબીઆઈનો પોતાના અધિકારી સામે ગુનો

કસ્ટમ્સ અધિકારી ની તપાસમાં તરફેણ કરવા માટે લાંચની માગણી કરી

મુંબઈ -  મુંબઈમાં સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ)ની ભ્રષ્ટાચાર વિરોધી શાખા (એન્ટી કરપ્શનબ્યુરો)એ તેના પોતાના ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ (ડીવાયએસપી) ભાસ્કર સામે રૃા.૨૦ લાખની લાંચ લેવા બદલ ગુનો નોંધ્યો છે. કસ્ટમ્સ અધિકારીને તેની સામે ચાલુ  તપાસમાં તરફેણ કરવા ભાસ્કરે લાંચ માંગી હોવાનો આરોપ છે.

એજન્સીના અધિકારીએ જણાવ્યું હતું કે 'સીબીઆઈ એન્ટી કરપ્શન બ્રાન્ચના ડેપ્યુટી સુપ્રિટેન્ડન્ટ ઓફ પોલીસ (ડીએસપી) આરકે પાંડેની ફરિયાદના આધારે ડીએસપી ભાસ્કર અને અન્ય ત્રણ સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે.

માર્ચ, ૨૦૨૩માં એક કેસ ભાસ્કરને સોંપવામાં આવ્યો હતો. સીબીઆઈ ઈન્સ્પેક્ટરની ફરિયાદના આધારે કંપની તપાસ થઈ રહી હતી.

એમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે ઘણા કસ્ટમ્સ અધિકારીઓ અને કેટલાક કસ્ટમ્સ ક્લીયરિંગ એજન્ટો બે વર્ષથી વધુ સમયથી વિદેશમાં રહેતા લોકોના પાસપોર્ટનો ઉપયોગ કરીને જરૃરી કસ્ટમ ડયુટી ચૂકવ્યા વિના માલની ક્લિયરિંગ કરવાના ગુનામાં સામેલ હતા.

એજન્સીઓ ભ્રષ્ટાચારના મામલામાં મુંબઈ સ્થિત ડીએસપી સામે કેસ નોંધવાનો આ બીજો બનાવ છે. ગયા વર્ષે ૩૦ ડિસેમ્બરે સીબીઆઈના દિલ્હી યુનિટે ડીવાયએસપી બીએમ મીના સામે ગુનો દાખલ કર્યો હતો.

બેન્ક છેતરપિંડી માટે એજન્સીના સ્કેનર હેઠળ રહેલી વ્યક્તિની તરફેણના બદલામાં વચેટિયાઓ અને હવાલા ચેનલો દ્વારા કથિત રીતે લાંચ માંગવા અને સ્વીકારવા બદલ કેસ દાખલ કરાયો હતો.



Google NewsGoogle News