Get The App

રોડ કોંક્રિટીકરણમાં વેઠ ઉતારનારા કોન્ટ્રાક્ટરોને 50 લાખનો દંડ

Updated: Dec 28th, 2024


Google NewsGoogle News
રોડ કોંક્રિટીકરણમાં વેઠ ઉતારનારા કોન્ટ્રાક્ટરોને 50 લાખનો દંડ 1 - image


રોડ કોંક્રિટિકરણમાં હલ્કી ગુણવત્તાની ચોમેર ફરિયાદો

1 વર્ષમાં 324 કિમીનાં  લક્ષ્ય સામે માંડ 46 કિમીનું કામ થયું તેમાં પણ નવા રોડ પર જ તિરાડો, ખાડાની ફરિયાદો

મુંબઈ -  મુંબઈના પૂર્વ વિસ્તારના અને પશ્ચિમ વિસ્તારના પરાંઓમાં રોડ કોન્ક્રિટીકરણની નબળી ગુણવત્તા માટે બીએમસીએ કોન્ટ્રેક્ટરો અને ક્વોલિટી કન્ટ્રોલ એજન્સીઓને રૃ. ૫૦ લાખનો દંડ કર્યો છે.

મુંબઈમાં સંખ્યાબંધ સ્થળો પર બાંધકામની ગુણવત્તા નબળી હોવાની ફરિયાદો મળી તે પછી મહાનગરપાલિકાના સત્તાધીશોએ આકલન કરવા આઇઆઇટી બોમ્બેને વિનંતી કરી છે.

બીએમસીના એક અધિકારીએ કહ્યું કે 'અંધેરી (વેસ્ટ)ના એક કોન્ટ્રેક્ટરને રૃ. ૧.૫ લાખ અને ક્વોલિટી કન્ટ્રોલ એજન્સીને રૃ. ૧.૫ લાખનો દંડ કરવામાં આવ્યો હતો.'

તેમણે કહ્યું હતું કે હજુ સુધી મહાનગરપાલિકાએ રૃ. ૫૦ લાખ જેટલો દંડ કર્યો છે.

તમામ વર્કસાઇટ્સની મુલાકાત લઈ  ઇન્સ્પેક્શન કરવાના નિર્દેશ બીએમસીના વડાએ ગુરુવારે અધિકારીઓને અને એન્જિનિયરોને આપ્યા હતા. કમિશનર, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અને અન્ય અધિકારીઓએ બોરીવલીમાં રોડ કોન્ક્રિટાઇઝેશનની એક સાઇટનું ઇન્સ્પેક્શન કર્યું હતું. ૨૦૨૫ના ચોમાસા અગાઉ રોડ નિર્માણના તમામ કાર્યો પૂરા થવા જોઈએ તેવી સુચના કમિશનરે અધિકારીઓને આપી હતી.

ચોમાસા દરમિયાન બોરીવલી (ઇસ્ટ) સ્ટેશન પાસેના વિસ્તારમાં પાણી ભરાઈ જતું હોય છે. અહીં સ્ટોર્મવોટર ડ્રેઇન ડિપાર્ટમેન્ટ ડ્રેઇનેજ રિપેરિંગ કરી રહ્યું છે. તેનું પણ કમિશનરે ઇન્સ્પેક્શન કર્યું હતું.

બીએમસીએ રોડ કોન્ક્રિટાઇઝેશનના પ્રથમ તબક્કાના એક વર્ષ દરમિયાન ૩૨૪ કિલોમીટર કોન્ક્રિટીકરણ કાર્યનું લક્ષ્ય રાખ્યું હતું. તેની સામે ફક્ત ૪૬ કિલોમીટરનું કાર્ય પૂરું થયું છે. હાલમાં ૨૧૩ રોડ પર કામ ચાલી રહ્યું છે. જ્યારે ૨૯૮ રોડ પરનું કામ હજું બાકી છે. પ્રોજેક્ટના બીજા તબક્કાના ૧૪૨૦ રોડનું કાર્ય કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. તેની સરખામણીમાં ફક્ત ૪૩૩ પર કામ ચાલી રહ્યું છે.

આઇઆઇટી બોમ્બે દ્વારા કોન્ક્રિટ રોડ્સનું એડિટ કરવામાં આવશે તેમાં નિમ્નલિખિત બાબતો આવરી લેવામાં આવશે. ઉપયોગ થયેલી સામગ્રીની ગુણવત્તા, બાંધકામના ધોરણો અનુરૃપ બાંધકામ થયું છે કે નહીં તેનું પણ ધ્યાન રાખવામાં આવશે.

રોડમાં તિરાડો, ખરબચડી સપાટી અથવા નબળ ું ફિનિશિંગ વગેરે જોવામાં આવશે. બીએમસીના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે 'જો રોડવર્કમાં નબળી ગુણવત્તાની જાણ થશે તો સંબંધિત કોન્ટ્રેક્ટર, એન્જિનિયર અને કન્સલ્ટન્ટને જવાબદાર ગણવામાં આવશે. ગયા વર્ષે સાંતાક્રુઝના ભાર્ગવ રોડ પરના રોડમાં ક્રેક્સ પડી હોવા પછી વિધાનસભ્યે રોડવર્કનું ઓડિટ કરવાની માગણી કરી હતી. દહિસરમાં રોડ્સનું ઇન્સ્પેક્શન ૧૨મી ડિસેમ્બરે આઇઆઇટી-બીની ટીમ દ્વારા કરાયું હતું.



Google NewsGoogle News