ખાર અને બોરિવલીમાં બે સાઈટ પર બાંધકામ શ્રમિકોનાં મોત

Updated: Jan 8th, 2024


Google NewsGoogle News
ખાર અને બોરિવલીમાં બે સાઈટ પર બાંધકામ શ્રમિકોનાં મોત 1 - image


- બંને કિસ્સામાં કોન્ટ્રાક્ટરો સામે બેદરકારીનો કેસ નોંધાયો

- ૨૦ વર્ષીય શ્રમિકને કરંટ લાગતાં મોત, ૧૬ વર્ષનો કિશોર બ્લોક લઈ જતાં પડી ગયા બાદ મૃત્યુ પામ્યો

      મુંબઈ

મુંબઈના બે અલગ- અલગ ઘટનાઓમાં, ખાર અને બોરીવલી પૂર્વમાં એક નિર્માણધીન ઈમારતમાં બે દૈનિક વેતન મજુરોએ બાંધકામ સાઈટ પર જીવ ગુમાવ્યો હતો. બે કામદારોમાંથી એકને કામ કરતી વખતે ઈલેકટ્રીક શોક લાગ્યો હતો જેમાં તે ગંભીર રીતે દાઝી ગયો હતો. જેમાં શુક્રવારે તેમનું મોત થયું હતું. જ્યારે બીજી ઘટનામાં શનિવારે કામદાર બ્લોક લઈ જતા સમયે પડી ગયો હતો અને જે બાદ તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.

આ બન્ને ઘટનામાં ખાર અને કસ્તુરબા માર્ગ પોલીસે કોન્ટ્રાક્ટરો સામે બેદરકારી બદલ કેસ નોંધ્યો હતો. પ્રાપ્ત માહિતી મુજબ પ્રથમ ઘટનામાં, એસકે એન્જિનિયરીંગ કંપનીમાં કામ કરતો ૨૦ વર્ષીય મજૂર ઝમીર આલમનું શુક્રવારે ખારમાં એક બાંધકામ સ્થળ પર વીજ કરંટ લાગવાથી મૃત્યુ થયું હતું. આલમને સૂરજ પ્રકાશ બિલ્ડીંગની બાંધકામ સાઈટ પર ઈલેકટ્રીક શોક લાગ્યો હતો. જે બાદ તેને ભાભા હોસ્પિટલ પહોંચતા જ તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. ત્યાર પછી આલમના કાકાએ દાવો કર્યો હતો કે એસકે કંપનીના માલિકો અનેસુપરવાઈઝરો સલામતી ગિયર આપવામાં નિષ્ફળ ગયા હતા, જેના કારણે તેમનું ભત્રીજાનું મૃત્યુ થયું હતું.

આ ઘટનામાં ખાર પોલીસે ભારતીય દંડ સંહિતાની કલમ ૩૦૪ (એ) હેઠળ બેદરકારીથી મૃત્યુ થયા બદલ કેસ નોંધ્યો છે અને આ મામલાની તપાસ ચાલી રહી છે. મળતી માહિતી મુજબ જ્યારે બીજી ઘટનામાં બોરીવલી પૂર્વના દત્તપાડામાં ગણેશ દર્શન ભવનના ચોથા માળે કામ કરતા સાહિલ શેખ નામના ૧૬ વર્ષના યુવકનો સમાવેશ થાય છે. બ્લોક વહન કરતી વખતે સાહિલ પડી ગયો હતો અને શનિવારે શતાબ્દી હોસ્પિટલમાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.

સાહિલના મોટાભાઈ શકીલે આ મામલે ખુલાસો કરતા જણાવ્યું હતું કે આર્થિક સંકડામણના કારણે તેને સાહિલને ૧૮ વર્ષનો હોવાનું જણાવીને લેબર કોન્ટ્રાક્ટર સાથે પરિચય કરાવ્યો હતો. આ ઘટના શુક્રવારે બપોરે ૧૨.૩૦ વાગ્યે બની હતી અને સાઈટ પર ઉપસ્થિત મજુરોએ તાત્કાલિક સાહિલને હોસ્પિટલ પહોંચાડયો હતો, પરંતુ તેનું આઈસીયુમાં જ મૃત્યુ થયું હતું.


Google NewsGoogle News