Get The App

આઈએસના નેજા હેઠળ યુવકોની ભરતી કરી દેશમાં આતંક ફેલાવવાનું કાવતરું

Updated: Dec 29th, 2023


Google NewsGoogle News
આઈએસના નેજા હેઠળ યુવકોની ભરતી કરી દેશમાં આતંક ફેલાવવાનું કાવતરું 1 - image


આઈએસ  મોડયૂલ કેસમાં એનઆઈએ 4000 પેજની ચાર્જશીટ

6 આરોપીઆની આઈએસ સાથે સાંઠગાંઠ પુરવાર કરતી અને આતંકી કાવતરાંને લગતી અનેક સામગ્રી મળી

મુંબઈ :  મહારાષ્ટ્રથી ઝડપાયેલા આઈએસ સાથે લિંક ધરાવતા  છ આરોપીઓ દ્વારા દેશમાં યુવકોને ભડકાવી તેમની આઈએસના નેટવર્કમાં ભરતી કરી આતંક ફેલાવવાનું કાવતરું રચાયું હોવાનો આરોપ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી દ્વારા ગુરુવારે અદાલતમાં રજૂ કરાયેલાં ચાર્જશીટમાં મુકવામાં આવ્યો છે. 

એનઆઈએ  દ્વારા છ આરોપીઓ  તબિશ સિદ્દિકી, ઝુલ્ફીકાર અલી, શર્જિલ શેખ, આકિફ અતિક નાચન, ઝુબેર શેફ અને અદાનઅલી સરકાર સામે  આઈએસના નજા હેઠળ ે ભારતમાં આતંકી પ્રવૃત્તિઓને આગળ વધારવા તથા તેનો પ્રચાર કરવાનો આરોપ મુકતી ચાર્જશીટ રજૂ કરવામાં આવી છે. 

ગત જુલાઈ માસમાં એનઆઈએ દ્વારા  આઈએસ મોડયૂલ કેસમાં મહારાષ્ટ્રનાં જુદાં જુદાં સ્થળે દરોડા પાડી  આ છ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. 

આરોપીઓ સામે વિશેષ એનઆઈએ જજ એ.કે. લાહોટીન કોર્ટમાં ૪૦૦૦ પેજની ચાર્જશીટ રજૂ રવામાં આવી છે. તેમાં ૧૬ વ્યક્તિઓને સાક્ષી તરીકે દર્શાવાયા છે. આ સાક્ષીઓને રક્ષણ આપવામાં આવ્યું છે. 

ચાર્જશીટમાં કરાયેલા ઉલ્લેખ મુજબ આ આરોપીઓ આઈએસ નેટવર્ક સાથે બહુ સક્રિય રીતે જોડાયેલા છે. તેઓ દેશના ભોળવી શકાય તેવા યુવાનોેને આઈેએસના ટેરર નેટવર્કમાં ભરતી કરી આઈએસના ભારત વિરોધી એજન્ડાને આગળ ધપાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. દેશમાં આતંક મચાવવા તથા દેશની સુરક્ષા, બિનસાંપ્રદાયિક મૂલ્યો અને સંસ્કૃતિને  નષ્ટ કરવાના ઈરાદાથી કાવતરું ઘડી રહ્યા હતા. 

ચાર્જશીટમાં જણાવાયા અનુસાર આ આરોપીઆના ઠેકાણાંઓ  ખાતે સર્ચ દરમિયાન તેમનીે પાસેથી આઈએસને લગતા દસ્તાવેજો તથા ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ સહિતની વાંધાજનક સામગ્રી મળી આવી છે.  આ ઉપરાંત તેમના ઈરાદાન ે છતા કરતી સોશિયલ મીડિયા પોસ્ટસ પણ મળી છે. તેમાં  સિરિયામાં હિજરા, વોઈસ ઓફ હિંદ તથા વોઈસ ઓફ ખુરાસન જેવાં આઈએસ દ્વારા પ્રગટ કરાતાં પ્રકાશનો વગેરેનો સમાવેશ થાય છે.  આરોપીઓ પાસેથી તમારી જાતે કરો એવા હેતુ ધરાવતી કિટસ મળી છે. તેઓ આતંકી ગતિવિધિઓને અંજામ આપવા માટે ભંડોળ પણ એકત્ર કરી રહ્યા હતા. 

આ તમામ સામગ્રી સ્પષ્ટપણે સૂચવે છે કે આરોપીઓના તાર આઈએસ સાથે જોડાયેલા છે. તેઓ મહારાષ્ટ્રમાં યુવકોને ઉશ્કેરીને આઈએસના આતંકી નેટવર્કમાં દાખલ કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા એમ આ ચાર્જશીટમાં જણાવાયું છે. 

એનઆઈએ દ્વારા ગયા જૂન માસમાં તબિશ સિદ્દિકી તથા અન્યો સામે કેસ દાખલ કરાયો હતો. આ આરોપીઓ દેશમાં આતંકી કાવતરુ ંફેલાવવા કાવતરું ઘડી રહ્યા છે  તેવી કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા મળેલી માહિતી બાદ આ કેસ કરવામાં આવ્યો હતો.



Google NewsGoogle News