Get The App

આઈએસ દ્વારા ડ્રોન એટેકનું કાવતરું : સાકીબ નાચને પડઘામાં ટ્રેનિંગ આપી

Updated: Dec 12th, 2023


Google NewsGoogle News
આઈએસ દ્વારા ડ્રોન એટેકનું કાવતરું  : સાકીબ નાચને પડઘામાં ટ્રેનિંગ આપી 1 - image


સાકિબ 3 વિદેશી હેન્ડલરના સંપર્કમાં હતો 

યુવાનોની ભરતી કરી આઈએસના ધ્વજ સાથે વફાદારીના શપથ લેવડાવતા હતાઃ અનેક પાસેથી આર્થિક મદદ લીધી

મુંબઇ :  નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઇએ)એ શનિવારે મહારાષ્ટ્રમાં દરોડા દરમિયાન પકડેલો આતંકવાદી સંગઠન આઇએસઆઇએસ મોડયુલનો મહારાષ્ટ્રનો માસ્ટર માઇન્ડ સાકિબ નાચન ડ્રોનથી હુમલાની ટ્રેનિંગ આપતો હતો. ઇસ્લામના સંરક્ષણ માટે હિંસક જેહાદનો માર્ગ પસંદ કરી યુવાનોની ભરતી કર્યા બાદ તેમને આઇએસઆઇએસ પ્રત્યે વફાદાર રહેવાના બાયથ (શપથ) લેવડાવમાં આવતા હતા. નાચન વિદેશમાં આઇએસના ત્રણ હેન્ડલર્સના સંપર્કમાં હતો.

પાવરલૂમ સિટી ભિવંડીના પડઘા- બોરીવલી ગામમાં શનિવારે વહેલી સવારે એનઆઇએની ટીમે દરોડો પાડયો હતો. ગામમાં અંદાજે પોલીસના ૨૦ વાહનો અચાનક આવી ગયા હતા. આ વાહનોમાં સિવિલ ડ્રેસમાં ૪૦૦ પોલીસકર્મીઓ હતા.

 રમિયાન એનઆઇએના અધિકારીઓએ ગામમાં  રેક ઘરના સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આટલું જ નહી ઘમા ઘરોનાં બંધ કપાટ, પલંગ, બોક્સના તાળા તોડીને  સામાનની તપાસણી કરી હતી. એનઆઇએની ટીમે આઇએસ મોડયુલના લીડર સાકિબ નાચન અને અન્ય લોકોને પકડયા હતા.આ ગામમાં સાકિબ તેની ગેંગના સાથી ારોને ડ્રોનથી હુમલાની ટ્રેનિંગ આપી રહ્યો હતો એમ કહેવાય છે. પડઘાને તેમણે આઝા  ઇસ્લામિક વિસ્તાર  લિવરેટેડ ઝોન',  અલ શામ' જાહેર કર્યો હતો. 

પડઘાને 'બેસ કેમ્પ' તરીકે મજબૂત બનાવવા પ્રભાવશાળી મુસ્લિમ યુવાનોને તેમના નિવાસસ્થાનેથી અહીં બોલાવવામાં આવતા હતા. નાચન આઇએસના ત્રણ વિદેશી હેન્ડરલ્સ મોહમ્મદ ભાઇ અબુ સુલતાન, અબુ સુલેમાનના સીધા સંપર્કમાં હતો. તેઓ મૂળ ઇરાક, સીરિયા, અફઘાનિસ્તાનથી હતા. એનઆઇએની રેડમાં પકડાયેલા કેટલાક આરોપીઓએ પૂછપરછ દરમિયાન ખુલાસો કર્યો હતો કે શપથ વખતે પાછળની બાજુએ આઇએસઆઇએસના ધ્વજ સાથે બંદૂક રાખવામાં આવતી હતી.

શપથને મોબાઇલ કેમેરાથી રેકોર્ડ કરવામાં આવતી હતી અને નાચન તે વીડિયો વિદેશી હેન્ડલર્સ અબુ સુલતાન અને અબુ સુલેમાનને મોકલતો હતો. એનઆઇએએ સર્ચ ઓપરેશનમાં આરોપી પાસેથી આઇએસના અનેક ઝંડા, બંદૂકો, ચાકૂ, તલવારો જપ્ત કરી હતી. નવા ભરતી થયેલા ઘણા આરોપીઓએ પકડાયા પછી તેમણે નાચનની માર્ગદર્શન હેઠળ 'બાયથ' (શપથ) લીધા હોવાનું જાહેર કર્યું હતું.

નાચન નિયમિતપણે મજલિસનું આયોજન કરતો હતો. જ્યાં પેલેસ્ટાઇનનો મુદ્દો, ભારતમાં મુસ્લિવ્યાપી વર્તમાન પરિસ્થિતિ અને ઇસ્લામ માટેના કથિત ખતરા સહિત વિવિધ વિષયો પર ચર્ચા કરવામાં આવતી હતી. આ મીટિંગ્સ દરમિયાન સહભાગીઓ તેમના હાથ ઉંચા કરી, એક બીજા સાથે હાથ મીલાવતા અને સામૂહિક રીતે જેહાદ માટે શપથ લેતા હતા. તેમણે ઇસ્લામના સંરક્ષણ માટે હિંસક જેહાદનો માર્ગ પસંદ કર્યો હતો.

નાચન સમાજના વિવિધ ક્ષેત્રોની જાણીતી વ્યક્તિ પાસે પણ શપથ લેવડાવતો હતો. તેઓ પોતાની ઓળખ જાહેર કરવા માંગતા ન હતા. પરંતુ તેઓ આર્થિક મદદ કરતા હતા. 

ઇમરાન અને સાકીને નાચનને પડઘામાં આશ્રય આપ્યો હતો

રતલામથી મગાવાયેલી વિસ્ફોટક સામગ્રી નાચનની મદદથી પડઘામાં છૂપાવી

એનઆઇએના વિશ્વસનીય સૂત્રોના જણાવ્યા મુજબ 'મહારાષ્ટ્ર  ટેરર મોડયુલ કેસની તપાસ દરમિયાન સાકિબના પુત્ર શામિલ નાચન સહિત નવ  ઓપરેટિવની ધરપકડ કરવામાં આવી હતી. એમાંથી બે આઇએસઆઇએસના રતલામ આધારિત મોડયુલ અલસુફા સાથે સંકળાયેલા છે.

અલસુફાના માસ્ટરમાઇન્ડ ઇમરાન ખાન અને મોહમ્મદ યુનુસ સાકીએ ઓનલાઇન શપથ લીધા હતા. રતલામ સ્થિત આતંકી મોડયુલ પર માર્ચ, ૨૦૨૨માં એનઆઇએના દરોડા પછી ફરાર બંને આરોપીઓએ આશ્રય માટે નાચનનો સંપર્ક કર્યો હતો નાચને તેમને અમૂક દિવસો સુધી પડઘામાં આશ્રય આપ્યો હોવાનો આરોપ છે. નાચને તેમના છુપાવાની વ્યવસ્થા અને પુણેમાં અન્ય ગતિવિધિની જવાબદારી અકીફ નાચન અને ઝુલ્ફીકાર અલી બરોડાવાલાને સોંપી હતી.

એવો આરોપ છે કે નાસી જવા પહેલા ઇમરાન અને સાકીએ એનઆઇએના દરોડા અગાઉ રતલામમાંથી વિસ્ફોટક સામગ્રી મંગાવી હતી. જેને તેમણે નાચનની મદદથી પડઘામાં છુપાવી હતી. આ વિસ્ફોટકનો ઉપયોગ બાદમાં પુણે  ટ્રેનિંગ વખતે કરાયો હતો. મહારાષ્ટ્રના તમામ આતંકી મોડયુલના આરોપીઓએ એમા ભાગ લીધો હતો.

એનઆઇએ દ્વારા જપ્ત કરાયેલા મોબાઇલ ફોન, લેપટોપ, રાઉટર, વીપીએન અને  હાર્ડ ડિસ્ક સહિતના તમામ ઇલેક્ટ્રોનિક પુરાવા ફોરેન્સિક લેબમાં મોકલવામાં આવ્યા છે. એનઆઇએના જણાવ્યા મુજબ નાચન વીપીએન (વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક), ટેલિગ્રામ, સ્પેનચેટ અને અન્ય એપ્લિકેશન સહિત વિવિધ માધ્યમો દ્વારા આઇએસના વિદેશી હેન્ડલર્સના સંપર્કમાં હતો. 

એજન્સીને શંકા છે કે 'આઇએસઆઇએસના હેન્ડલર્સ અબુ સુલામેન અને સુલતાન અલગ-અલગ આઇડીનો ઉપયોગ કરતી એક જ વ્યક્તિ હોઇ શકે છે. 

નાચનના બનેવીએ ઈરાકમાં ટ્રેનિંગ લીધી

એનઆઈએની ટીમે અરીબ મજીદના નિવાસસ્થાનની પણ તપાસ કરી હતી. ઈસ્લામિક સ્ટેટમાં સામેલ થવા માટે તે ઈરાક ગયો હતો. ત્યાં આઈએસઆઈએસની ગતિવિધિમાં  જોડાયો હતો. ત્યારબાદ ભારત પાછો આવી ગયો હતો. તે નાચનનો બનેવી હોવાનું કહેવાય છે.



Google NewsGoogle News