Get The App

સગીર પત્ની સાથે સંમતિથી થયેલું સેક્સ પણ બળાત્કાર ગણાય : હાઈકોર્ટ

Updated: Nov 15th, 2024


Google NewsGoogle News
સગીર પત્ની સાથે સંમતિથી થયેલું સેક્સ પણ બળાત્કાર ગણાય : હાઈકોર્ટ 1 - image


લગ્ન કર્યાં છે કે નહિ તે લક્ષમાં લીધા વિના સગીરા સાથે સેક્સ રેપ જ છે 

પડોશીઓની હાજરીમાં હાર પહેરાવી પત્ની જાહેર કરી હતીઃ  ટ્રાયલ કોર્ટે બળાત્કાર ગણી  દસ વર્ષની કેદ કરી તેની સામે યુવકે કરેલી અપીલ ફગાવાઈ

મુંબઈ: ૧૮ વર્ષથી ઓછી વય ઘરાવતી પત્ની સાથે સંમતિ વગરનો જાતીય સંબંધ બળાત્કારનો ગુનો છે તેવું કહી બોમ્બે હાઈકોર્ટે ગુનેગાર ઠરેલા શખ્સને થયેલા ૧૦ વર્ષની સજા યથાવત રાખી હતી. વર્ધા જિલ્લાની ટ્રાયલ કોર્ટે   યુવકને બળાત્કારના અને પોકસો એક્ટની જોગવાઈ હેઠળ દોષિત જાહેર કર્યો હતો. યુવકે ટ્રાયલ કોર્ટના ચુકાદાને પડકારતી અપીલ હાઈકોર્ટમાં દાખલ કરી હતી જેની સુનાવણી જજ  કરી રહ્યા હતા. યુવકે પોતાની અપીલમાં રજૂઆત કરી હતી કે પીડિતા સાથેનો જાતીય સંબંધ સંમતિ પૂર્વકનો હતો અને સંબંધિત સમયે  પીડિતા તેની પત્ની હતી. જજે અરજદારની અપીલ ફગાવી દીધી હતી.

ગત ૧૨મી નવેમ્બરે આપેલા આદેશમાં જજે કહ્યું હતું કે  પીડિતા પત્ની હતી તેથી તેની સાથેનો જાતીય સંબંધ બળાત્કારનો ગુનો  ન ગણાય તેવી અરજદારની દલીલ સ્વીકાર્ય નથી. પીડિતાએ લગ્ન કર્યા છે કે નહીં તે લક્ષ્યમાં લીધા વગર કહી શકાય કે ૧૮ વર્ષથી ઓછી વય ધરાવતી કિશોરી સાથે જાતીય સંબંધ બળાત્કારનો ગુનો બને છે. પત્ની સાથેના સંમતિપૂર્વકનો જાતીય સંબંધનો બચાવ સુપ્રીમ કોર્ટના ચુકાદા પ્રમાણે સ્વીકાર્ય બનતો નથી. 

સગીર વયની પીડિતાએ યુવક સામે ફરિયાદ નોંધાવી હતી તે પછી  ૨૦૧૯ની પચ્ચીસમી મેએ અરજદારની ધરપકડ કરવામાં આવી હતી. અને અરજદારે તેની સાથે બળપૂર્વકનો જાતીય સંબંધ બાંધ્યો હતો અને તે પછી પણ લગ્નનો ખોટો વાયદો આપીને વારંવાર જાતીય સંબંધ બાંધ્યો હતો. પીડિત ગર્ભવતી બની હતી  પતિએ તેને ગર્ભપાત કરાવી નાખવા કહ્યું હતું. જોકે પીડિતાએ  યુવકને   લગ્ન કરવા વિનંતી કરી હતી. યુવકે ઘર ભાડા પર લીધું હતું. અને પડોશીઓની હાજરીમાં બન્નેએ એકમેકને  હાર પહેરાવ્યા હતા અને તે તેની પત્ની બની ગઈ છે તેવો  તેને ભરોસો અપાવ્યો હતો. તે પછી યુવકે તેને ગર્ભપાત કરાવી દેવા કહ્યું હતું. જોકે, યુવતીએ ઈનકાર કરતાં  યુવકે તેની મારપીટ કરી હતી. પીડિતા પોતાના માતાપિતાને ઘરે ચાલી ગઈ હતી. અને ત્યાં તે રહેતી હતી માતાપિતાને ઘરે પણ આરોપી પહોંચી ગયો હતો અને ત્યાં ઘાંધલ ધમાલ કરી તેની મારપીટ કરી હતી.

પીડિતાએ વર્ધા પોલીસના ચાઈલ્ડ વેલફેર કમિટીમાં ફરિયાદ કરી હતી અને તેના આરોપી સાથેના ફોટા (એકમેકને હાર પહેરાવતા)નો ઉલ્લેખ કરી અધિકારીઓને  કહ્યું હતું કે આરોપી તેનો પતિ હતો. પીડિતાએ આ બાબતનો ટ્રાયલ કોર્ટમાં થયેલી ક્રોસ-એક્ઝામિનેશનમાં   સ્વીકાર કર્યો હતો. આ નિવેદનના આધારે આરોપીએ હાઈકોર્ટમાં અપીલ કરી જેમાં દલીલ કરી હતી કે પીડિતાનો પતિ સાથેનો સંબંધ સંમતિપૂર્વકનો હતો. આથી બળાત્કારનો ગુનો બનતો નથી. 

બેન્ચે પોતાના આદેશમાં કહ્યું કે ''આ રજૂઆત એકથી વધુ કારણ માટે સ્વીકાર્ય નથી તેવો મારો અભિપ્રાય છે. ગુનાના દિવસે પીડિતાની વય ૧૮ વર્ષથી ઓછી હતી તે ફરિયાદ પક્ષે પુરવાર કર્યું છે. ''ટ્રાયલ જજે કોઈ ભૂલ કરી નથી તેવું હું જોઈ શકું છું. રેકોર્ડ પરના પુરાવાઓ નહીં માનવાનું કોઈ કારણ નથી. અપીલમાં કઈ વજૂદ છે તેમ હું કહી શકું છું અને આમ કહી અપીલ ફગાવી દીધી હતી.


Google NewsGoogle News