સહકારી બેન્કમાંથી 97 કરોડની ઉચાપતમાં કોંગ્રેસના નેતાની ધરપકડ
બેન્કના ચેરમેન તરીકે હોદ્દાનો દુરુપયોગ
વિધાન પરિષદના ભૂતપૂર્વ સભ્ય સુભાષ ઝાંબડ ૧૨મી સુધી પોલીસ રિમાન્ડ પર
મુંબઈ - કોંગ્રેસના વિધાન પરિષદના ભૂતપૂર્વ સભ્યની સહકારી બેંકમાંથી રૃા. ૯૭.૪ કરોડની ઉચાપત કરવાના આરોપસર ધરપકડ કરવામાં આવી છે.
આર્થિક ગુના શાખાના એક અધિકારીએ જણાવ્યું હતું કે કોર્ટે એમએલસી ભૂતપૂર્વ સભ્ય સુભાષ ઝાંબડની ૧૨ ફેબુ્રઆરી સુધી પોલીસ કસ્ટડીમાં રાખવાનો આદેશ આપ્યો છે. અજંતા અર્બન કોઓપરેટિવ બેંકના ભૂતપૂર્વ ચેરમેન ઝાંબડ પર ૨૦૦૬થી ૨૦૨૩ વચ્ચે રૃા. ૯૭.૪ કરોડનો કથિત રીતે દુરુપયોગના બે કેસ દાખલ કરવામાં આવ્યા હતા.
શરૃઆતમાં ગેરરીતિ કરાયેલી રકમ ૯૭.૪૧ કરોડ હતી. પરંતુ વધુ તપાસ બાદ તે ઘટીને રૃા. ૬૭ કરોડ થઇ હતી. અમે ઝાંબડની સિડકો વિસ્તારમાં તેમના નિવાસસ્થાનેથી ધરપકડ કરી કોર્ટમાં હાજર કર્યા હતા. એમ અધિકારીએ જણાવ્યું હતું.
ઝાંબાડ વિરુદ્ધ ઓક્ટોબર ૨૦૨૩માં કેસ નોંધાયા બાદ આરોપી આગોતરા જામીન માટે સુપ્રીમ કોર્ટમાં ગયા હતા. જેને ફગાવી દેવામાં આવી હતી. આરોપી લગભગ ૧૫ મહિનાથી ફરાર હતા.