Get The App

કોંગ્રેસ કસાબને ક્લિનચીટ આપતી પાકિસ્તાનની બ્રીફ પકડીને ચાલે છેઃ પીએમ મોદી

Updated: May 18th, 2024


Google NewsGoogle News
કોંગ્રેસ કસાબને ક્લિનચીટ આપતી  પાકિસ્તાનની બ્રીફ પકડીને ચાલે છેઃ પીએમ મોદી 1 - image


કોગ્રેસ ની નજર મંદિરોનાં સોનાં તથા બહેનોના મંગળસૂત્ર પર છે

મુંબઈમાં મોદી સહિત મહાયુતિના નેતાઓની સંયુક્ત સભાઃ કોંગ્રેસ તમારી સંપત્તિ લઈ વોટ જેહાદ કરનારાઓને આપી દેશે તેવા આક્ષેપો

મુંબઈ: કોગ્રેસ અજમલ કસાબને ક્લિનચીટ આપે છે. જે પાકિસ્તાનનું વિશ્વમાં કોઈ સાંભળતું નથી તેની બ્રીફ પકડીને ચાલે છે અને આપણા સૈન્યની કાર્યવાહી પર આશંકા વ્યક્ત  કરે છે. ખરેખર મહાત્મા ગાંધીની સલાહને અનુસરીને કોંગ્રેસનું વિસર્જન કરી દેવાનું હતું. દાયકાઓના કોંગ્રેસ શાસનને કારણે દેશ પાછળ ધકેલાઈ ગયો છે. હવે કોંગ્રેસ તમારી સંપત્તિ લઈને વોટ જેહાદ કરનારાઓને આપી દેવા માગે છે. તેની નજર મંદિરોના સોનાના ભંડાર તથા માતા  અને બહેનોના મંગળસૂત્ર પર છે એમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મુંબઈના દાદરમાં ચૂંટણી સંભાને સંબોધતાં  કહ્યું હતું. 

મુંબઈમાં ચૂંટણી પ્રચાર આવતીકાલે પૂર્ણ થઈ રહ્યો છે તે પૂર્વે શિવાજી-પાર્કમાં મહાયુતિની ચૂંટણી સભાને સંબોધતા મોદીએ જણાવ્યું હતું કે ભારતને આઝાદી મળી ત્યારે દુનિયામાં દેશના અર્થતંત્રનું સ્થાન છઠ્ઠું હતું. ત્યાર પછી કોંગ્રેસી રાજ આવ્યું દેશ આર્થિક ક્ષેત્રે પાછળ ધકેલાતો ગયો હતો. ૨૦૧૪ સુધીમાં તો ભારતીય અર્થતંત્ર છઠ્ઠાથી ઠેઠ અગિયારમાં ક્રમાંકે ધકેલાઈ ગયું હતું.  ૨૦૧૪માં એનડીએની સત્તા આવ્યા પછી છેલ્લાં દસ વર્ષમાં દુનિયામાં પાંચમા ક્રમાંકની આર્થિક તાકાત બનાવવામાં સફળથા મળી છે. આગામી થોડા વખતમાં આપની સમક્ષ આવીશ ત્યારે ભારત ત્રીજા ક્રમાંકની આર્થિક તાકાત બની ગઈ હશે.

કોંગ્રેસના ઈરાદો બહુ જ ખતરનાક છે, પોતાનું અસ્તિત્વ ટકાવવા માટે કોઈપણ હદે  જઈ શકે છે એવી ચેતવણી આપતા મોદીએ જણાવ્યું હતું કે  દુનિયા પાકિસ્તાનનું નથી સાંભળતી પરંતુ કોંગ્રેસ તેની બ્રીફ પકડીને સર્જિકલ સ્ટ્રાઈક સહિતની ઝળહળતી સિદ્ધિ પ્રત્યે શંકા વ્યકત કરે છે. હદ તો ત્યારે થઈ કે મુંબઈ પરના ખોફનાક આતંકી હુમલામાં ફાંસીની સજા પામેલ કસબને પણ ક્લિનચીટ આપી છે. ઈન્ડિ ગઠબંધનવાળા કહે છે કે તેઓ સત્તા પર આવશે તો કાશ્મીરમાં ૩૭૦મી કલમ પાછી લાવશે. પણ વિપક્ષો   કાન ખોલીને સાંભળી લે કે દુનિયાની કોઈ તાકાત ૩૭૦ કલમ પાછી લાવી નહીં શકે.રામ-મંદિરનું નિર્માણ, ૩૭૦મી કલમની નાબૂદી આ વધુ નિરાશાવાદી વિપક્ષોને અસંભવ લાગતું હતું એ સંભળ કરી દેખાડયું તેની પાછળ મતની તાકાત કામ કરી ગઈન છે. એટલે જ મુંબઈગરાઓને અપીલ કરૂ છું કે ભૂલ્યા વગર મતદાન કરવા નીકળજો.

વડા પ્રધાને કોંગ્રેસ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે ગાંધીજીએ આઝાદી પછી કોંગ્રેસની વિખેરી નાખવાની સલાહ આપેલી, એ સલાહ માની હોત તો આપણો દેશ હજી પાંચ દાયકા આગળ હોત. નેહરુ ખાનદાનના જે વડા પ્રધાન બન્યા એ ગરીબી હટાવવાને બદલે ગરીબ... ગરીબ... ગરીબનો જાપ જપીને સહુની આંખોમાં ધૂળ ઝોંકતા રહ્યાં હતાં. જ્યારે મોદીએ ૧૦ વર્ષમાં ૨૫ કરોડ લોકોને ગરીબી રેખાથી ઉપર લાવી દીધા છે.

મુંબઈ અને મહારાષ્ટ્રના સંદર્ભમાં પી.એમ.એ કહ્યું હતું કે હવે મરાઠી ભાષામાં મેડિકલ અને ઈજનેરી શિક્ષઁણ શક્ય બનશે. સુપ્રીમ કોર્ટના ચુકાદાનો ઓપરેટવી પાર્ટ હવે માતૃભાષામાં મળી શકશે.ભારતને વિકસીત ભારત બનાવવામાં ડ્રિમ-સિટી મુંબઈની સૌથી મહત્ત્વની ભૂમિકા રહેશે.

ે વિકસિત ભારત માટે ૨૪ટ૭ કલાક કામ કરીને વર્ષ ૨૦૪૭  સુધી દેશને વિશ્વમાં  ત્રીજી તાકત બનાવી દઈશ એમ તેમણે કહ્યું હતું. 

ઉધ્ધવ ઠાકરેની શિવસેનાએ ઉલ્લેખ નકલી શિવસેના તરીકે કરતા વડા પ્રધાને જણાવ્યું હતું કે સત્તા ખાતર વીર સાવરકરને ગાળો આપનારી કોંગ્રેસ સાથે હાથ મિલાવતા, રામ મંદિરનો વિરોધ કરવાવાળા સાથે જઈને બેઠા, આ રીતે બાળાસાહેબ ઠાકરેનો વિશ્વાસ ઘાત કર્યો ત્યારે એમના આત્માને કેટલું દુઃખ થતું હશે?

આ જ નકલી સેનાવાળાએ જ મુંબઈ દ્રોહ કર્યો અને મુંબઈના બધા વિકાસ કામો અટકાવ્યા અને ભટકાવ્યા હતા. એટલે જ હું  મુંબઈગરાના હક્ક પાછા આપવા આવ્યો છું.એમ તેમણે કહ્યું હતું. 

આ સભામાં મુખ્યપ્રધાન એકનાથ શિંદે ઉપરાંત બંને નાયબ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર તથા મનસેના નેતા રાજ ઠાકરે હાજર રહ્યા હતા. રાજ ઠાકરે અને મોદી પહેલીવાર એક મંચ પર સાથે આવ્યા હતા. 


Google NewsGoogle News