Get The App

લોકલ ટ્રેનોના ધાંધિયા, ભીડ સામે પ્રવાસીઓ દ્વારા તા. ૨૨મીએ વ્હાઈટ ડે આંદોલન

Updated: Aug 10th, 2024


Google NewsGoogle News
લોકલ ટ્રેનોના ધાંધિયા, ભીડ  સામે પ્રવાસીઓ દ્વારા તા. ૨૨મીએ વ્હાઈટ ડે આંદોલન 1 - image


સફેદ વસ્ત્ર પહેરી, કાળી પટ્ટી બાંધી પ્રવાસ કરવાની યાત્રી સંગઠનોની અપીલ

લોકલમાં ભીડને લીધે પડી જવાથી મોતના વધતા કિસ્સા, અનેક પ્રોજેક્ટસમાં વિલંબ સામે વિરોધ દર્શાવાશ

મુંબઇ :  સેન્ટ્રલ રેલવેની ટ્રેનોમાં જીવલેણ ગિરદી, મોડી પડતી ટ્રેનો અને રખડેલા પ્રોજેક્ટ સહિત વિવિધ બાબતો માટે પ્રશાસન સમક્ષ સફેદ દિવસ આંદોલન નામે વિરોધ પ્રદર્શન કરવાનો નિર્ણય પ્રવાસી સંગઠનોએ લીધો છે. સંગઠનોએ પ્રવાસીઓને અપીલ કરી છે કે ૨૨મી ઓગસ્ટે સફેદ વસ્ત્રો પહેરીને બાજુ પર કે ગળામાં કાળી પટ્ટી બાંધીને વિરોધ કરવામાં આવે.

સેન્ટ્રલ રેલવેમાં દરરોજ સવારે સાતથી ૧૧ અને સાંજે પાંચથી ૧૦ વાગ્યા દરમિયાન ભીડવાળી લોકલોમાં પ્રવાસ કરવું પ્રાણઘાતક બની ગયું છે. કેટલાય પ્રવાસીઓ ટ્રેનમાંથી પડી જવાથી મૃત્યુના મુખમાં પડયા છે તો ઘણા પ્રવાસીઓ બચી ગયા પણ તેમને જીવનભર અપંગાવસ્થા મળી ગઇ છે. વર્ષોથી રખડતા મહત્વના પ્રોજેક્ટ, લગભગ રોજ ખોરવાતી લોકલો, લોકલને સ્થાને લાંબા અતરની ટ્રેનોને સિગ્નલ આપવું, અચાનક કોઇ લોકલ રદ કરી નાખવી આવી બધી ફરિયાદો દરરોજ પ્રવાસીઓ તરફથી આવતી રહે છે.

કલ્યાણ-આસનગાવ  ચોથી લાઇન, હાર્બર રૃટનો વિસ્તાર, સીએસટી- કુર્લા પાંચમી છઠ્ઠી લાઇન, વિરાર- દહાણું ચાલ લેન, કલવા-એરોલી એલિવેટેડ માર્ગ એવા પ્રોજેક્ટ વર્ષોથી રખડેલા રહ્યા છે. જેને કારણે નવી લોકલ સેવાઓ શરૃ કરવી અને લોકલોની સમયપાબંદી જાળવવામાં બંધન આવી રહ્યા છે. રેલવે પ્રશાસનના રેઢિયાળ કારભારને કારણે પ્રવાસીઓને રોજ જોખમદાયક પ્રવાસ કરવો પડે છે. જેના વિરોધમાં હવે મુંબઇ રેલ પ્રવાસી સંગઠન સહિતના સંગઠનોએ આંદોલન પોકાર્યું છે.

કલવા- પારસિક પ્રવાસી સંગઠનના અધ્યક્ષ સિદ્ધેશ દેસાઇના જણાવ્યા પ્રમાણે પ્રશાસન  માગ લાંબા અંતરની ટ્રેનોને પ્રાધાન્ય આપી રહ્યું છે. લોકલો સાથે કંઇ લેવા- દેવા નથી. ગત કેટલાક મહિનાથી લોકલ સેવામાં ખામી અને વિલંબને કારણે પ્રવાસીઓના ભારે હાલ થઇ રહ્યા છે. ભીડને કારણે  કેટલાય લોકોએ પ્રાણ ગુમાવ્યા છે. તેથી ૨૨મી ઓગસ્ટે તમામ પ્રવાસી સંગઠનો સાથે સામાજીક સંસ્થાઓ, પ્રવાસીઓ અને રાજકીય નેતાઓ મળીને સંગઠન કરીશું. દરેક જણ સફંદ વસ્ત્ર અને કાળી પટ્ટી બાંધીને વિરોધ પ્રદર્શન કરે તેવી સંગઠનો તરફથી અપીલ કરવામાં આવી છે.



Google NewsGoogle News