Get The App

ગરમી વધતાં પેટ સંબંધિત તકલીફોની ફરિયાદો વધી

Updated: Apr 4th, 2024


Google NewsGoogle News
ગરમી વધતાં પેટ સંબંધિત તકલીફોની ફરિયાદો વધી 1 - image


ઉલ્ટી, અપચાએ લોકોને પરેશાન કર્યાં

બપોરે અનિવાર્ય ન હોય ત્યાં સુધી બહાર નહિ નીકળવા, ઠંડાં પીણાં ટાળવા તબીબોની સલાહ

મુંબઈ :  વધતી ગરમી અને તાપને કારણે અપચો, માથાનો દુઃખાવો, પિત્ત સાથે જ પેટના દુઃખાવાની ફરિયાદો વધી છે. શહેરભરની વિવિધ હૉસ્પિટલો તેમજ દવાખાનાઓમાં પેટના દુઃખાવા અને ઉલ્ટીની અનેક ફરિયાદો દર્દીઓ દ્વારા પ્રાપ્ત થઈ છે.

ઉનાળામાં ભૂખ ઓછી લાગે આથી સમયસર જમવાનું થાય નહીં. તેમાંય વળી બહારનું ખાવા પર ભાર વધારે હોય અને તળેલું કે મસાલેદાર પદાર્થો ભોજનમાં આવી જાય તો પેટની સમસ્યાઓ વકરતી હોય છે. નૈસર્ગિક પીણાંને બદલે વિવિધ ઠંડાપીણાનું વલણ પણ આ સીઝનમાં વધુ હોય છે. તેમાંય પિત્ત અને અપચો દૂર કરવા અનેક લોકો ગમે તે દવાઓનો ઉપયોગ કરતાં હોય છે. જેથી સ્વાસ્થ્યને વિપરીત અસર પણ પડતી હોય છે.

આ સંબંધે અમુક તબીબોના જણાવ્યાનુસાર, ઋતુમાન મુજબ સ્વાસ્થ્યની તકેદારી લેવી જોઈએ. ગરમીમાં પેટ સંબંધિત વિકારો વધતાં હોય છે. આથી પાણી ભરપૂર માત્રામાં પીતા રહેવું તેમજ ખાવામાં પણ ધ્યાન રાખવું જરુરી છે. કારણ માર્ચ મહિનાના બીજા પખવાડિયાથી ઊલ્ટી તથા જુલાબની સમસ્યાઓ લોકોમાં વધી હોવાનું પણ જાણવા મળ્યું છે. બને તેટલું બપોરના સમયે બહાર જવાનું ટાળવાની સલાહ પણ તબીબો આપી રહ્યાં છે.  



Google NewsGoogle News