VIDEO: સૈફ અલી પર હુમલો કરનારો શંકાસ્પદ આરોપી CCTV ફૂટેજમાં થયો કેદ, ડંપ ડેટાના આધારે થઈ ઓળખ
Saif Ali Khan Attack Case: બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાન પર ગત રાત્રે 2 વાગ્યે જીવલેણ હુમલો થયો. તેના પર 6 વખત છરી વડે હુમલો કરાયો. જો કે, હાલ સૈફ અલી ખાન હોસ્પિટલમાં દાખલ છે અને ખતરાથી બહાર છે. બીજી તરફ, સૈફ પર હુમલો કરનારા આરોપી પર ફરિયાદ દાખલ થઈ ચૂકી છે. ટ્રેસ પાસિંગની કલમો પણ લગાવવામાં આવી છે. આરોપી CCTV ફૂટેજમાં કેદ થયો છે અને તેની Dump ડેટાના આધારે ઓળખ થઈ ચૂકી છે.
શંકાસ્પદ આરોપી CCTV ફૂટેજમાં થયો કેદ
મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની એક ટીમ પ્રભાદેવી વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી છે. સૂત્રોનો દાવો છે કે, મુંબઈના પ્રભાદેવી વિસ્તારમાં શંકાસ્પદ છૂપાયેલો હોય શકે છે. શંકાસ્પદ આરોપી તે બિલ્ડિંગના CCTV ફૂટેજમાં કેદ થયો છે. સીસીટીવી ફૂટેજમાં તે ભાગતો નજરે પડી રહ્યો છે. શંકાસ્પદની ઓળખ થઈ ચૂકી છે. પોલીસે તેને પકડવા માટે 10 ટીમો બનાવી છે.
Dump ડેટાના આધારે થઈ આરોપીની ઓળખ
જે સમયે હુમલો થયો તે સમયે એરિયાના ડંપ ડેટા પોલીસે શોધી કાઢ્યા. જેમાં પોલીસને જાણવા મળ્યું કે, કયા કયા મોબાઈલ નેટવર્ક તે સમયે તે એરિયામાં એક્ટિવ હતા. તેના આધાર પર પોલીસે આરોપીની ઓળખ કરી છે. પોલીસ સૂત્રોના અનુસાર, સૈફ અલી ખાનના ઘરે ચોરી અને હુમલો કરનારો વ્યક્તિ હિસ્ટ્રી શીટર હોઈ શકે છે. જે પ્રકારની આ ઘટના બની છે, તેની મોડ્સ ઓપરેન્ડી જોઈને હુમલાખોર પર પહેલા પણ આ પ્રકારના કેસ દાખલ થઈ ચૂક્યા છે. કોઈ શાતિર અને રિઢો આરોપ જ આવી ઘટનાને અંજામ આપી શકે છે, એવું પોલીસનું માનવું છે.
સૈફ પર હુમલો કરનારા પર હત્યાના પ્રયાસનો કેસ
સૈફ પર હુમલો કરનારા આરોપી પર BNSની કલમ 109 હેઠળ હત્યાના પ્રયાસનો કેસ બાંદ્રા પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે. ટ્રેસ પાસિંગની કલમો પણ કેસમાં સામેલ કરાઈ છે.
ઘરકામ કરનારી મહિલાએ પણ નોંધાવી ફરિયાદ
PTIના અનુસાર, સૈફ અલી ખાનની ઘરકામ કરનારી મહિલાએ અજાણ્યા ઘૂસણખોરો વિરૂદ્ધ પોલીસમાં હત્યાના પ્રયાસ અને ઘૂસણખોરીની ફરિયાદ નોંધાવી છે.
આ પણ વાંચો: હુમલા બાદ સૈફ અલી લોહીલુહાણ હતો, કાર પણ તૈયાર નહોતી તો રીક્ષામાં લઈને ગયો ઈબ્રાહીમ
સૈફ પર હુમલા અંગે મુખ્યમંત્રી ફડણવીસે શું કહ્યું?
સૈફ અલી ખાન પર હુમલા પર મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, આ અંગે પોલીસે માહિતી આપી છે. આ કઈ પ્રકારનો હુમલો છે તમામ માહિતી પોલીસે આપી છે. એવું કહેવું કે મુંબઈ અસુરક્ષિત છે તે ખોટું છે.
શું છે સમગ્ર ઘટના?
કોઈ અજાણ્યો વ્યક્તિ તેના ઘરમાં ઘુસ્યો હતો. પોલીસનો અંદાજ છે કે, અજાણ્યો શખસ ચોરી કરવાના ઇરાદે તેના ઘરમાં ઘુસ્યો હતો. શખસ ઘરકામ કરનારી મહિલાના રૂમથી સૈફ અલી ખાનના ઘરમાં ઘુસ્યો હતો.
આ પણ વાંચો: નોકરાણીની બૂમો સાંભળીને દોડ્યો સૈફ અલી, જેહના રૂમમાં ઘૂસ્યો હતો શખસ: પોલીસ
ઘરમાં ઘુસ્યા બાદ તે શખસે સૈફ અલી ખાનની ઘરકામ કરનારી મહિલા અને એક્ટર સાથે મારામારી કરી. જેમાં એક્ટર ઘાયલ થઈ ગયો. ઘટનાની તપાસ ચાલી રહી છે. સૈફ અલી ખાનને તેના દીકરા ઇબ્રાહિમ અલી ખાન હોસ્પિટલ લઈને આવ્યા હતા. ઇબ્રાહિમ અલી ખાન સૈફના ઘરથી થોડા દૂર જ રહે છે. તેમની દીકરી સારા અલી ખાન પણ મળવા માટે હોસ્પિટલ પહોંચી હતી.
સૈફ અલી ખાન હાલ ખતરાથી બહાર છે. તેમની સર્જરી પૂર્ણ થઈ ચૂકી છે. હવે પોલીસ સૈફ અલી ખાનના નિવેદન નોંધવાની પ્રક્રિયા હાથ ધરી રહી છે.