વિવેક ઓબેરોય સાથે ઠગાઈ કેસમાંં કંપનીના ભાગીદારને જામીન
કંપનીમાં ભાગીદાર તરીકે ૧.૫૫ કરોડની ઠગાઈનો આરોપ
સંજય પ્રાણ ગોપાલ સહા સામેની તપાસ પૂર્ણ થયાની નોંધ
મુંબઈ: બોલીવુડ અભિનેતા વિવેક ઓબેરોય સાથે રૂ. ૧.૫૫ કરોડની ઠગાઈ કરવાના કેસમાં બોમ્બે હાઈ કોર્ટે ઓબેરોયના ભૂતપૂર્વ બિઝનેસ પાર્ટનર સંજય પ્રાણ ગોપાલ સહાને જામીન આપ્યા છે. સહાની ધરપકડ પહેલી આક્ટોબર ૨૦૨૩ના રોજ થઈ હતી. હાઈ કોર્ટે તેને રૂ. ૩૦ હજારના પર્સનલ બોન્ડ રજૂ કરવાનું જણાવ્યું હતું. હાલના તબક્કે તપાસ પૂરી થઈ છે અને આરોપનામું પણ દાખલ થયાની કોર્ટે નોંધ લીધી હતી. સહાને અન્ય કેસમાં જામીન અપાયા છે જેમાં તેણે રૂ. બે લાખની ગેરરીતિ કર્યાનો આરોપ છે.
ઓબેરોય અને તેની પત્નીની ભાગીદારી ધરાવતી પાર્ટનરશિપ કંપનીમાં ભાગીદાર હતા. અભિનતાની કંપની ઓબેરોય મેગા અનેટરટેઈનમેન્ટ એલએલપી (ઓએમ ઈએલ) અને તેના તેના ઓથોરાઈઝ્ડ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ દેવેન બાફનાએ એમઆઈડીસી પોલીસ સ્ટચેશનમાં ફરિયાદ કરી હતી.
અગાઉ કોર્ટે નંદિતા પ્રાણ ગોપાલ સહા અને રાધિકા પ્રતાપ નંદા નામની બે મહિલા ભાગીદારને જામીન આપ્યા હતા અને નોંધ્યંુ હતું કે કોઈ ફોજદારી ગુનો બનતો નથી આ વિવાદ વ્યાવસાયિક ભાગીદારો વચ્ચેનો ઝઘડો હોવાનું જણાય છે, એમ જજે નિરીક્ષણ કર્યું હતું. અરજદારો સામેના આરોપો કરારની જોગવાઈ હેઠળ આવે છે. આ વિવાદ ભાગીદારો વચ્ચેનો છે અને કોઈ ફોજદારી ગુનો નથી.
આરોપીઓએ કંપનીના ખાતામાંથી અંગત વપરાશ માટે ઓબેરોયની જાણ બહાર પૈસાની ઉઠાંતરી કરી હોવાનો દાવો કરાયો હતો.