Get The App

શેરી નાટકો, વ્યાખ્યાનો સાથે મતદાન વધારવા પંચના પ્રયાસ

Updated: Nov 7th, 2024


Google NewsGoogle News
શેરી નાટકો, વ્યાખ્યાનો સાથે મતદાન વધારવા પંચના પ્રયાસ 1 - image


વસઈ વિસ્તારમાં ઠેર ઠેર કાર્યક્રમોનું આયોજન

ગત વિધાનસભામાં ૬૨ ટકા મતદાન થયું હતું, તેનાથી  પણ વધુ ટકાવારી માટે પ્રયાસો

મુંબઈ : વસઈ વિધાનસભા મતવિસ્તારમાં મતદાનની સંખ્યા વધારવા માટેજનજાગૃતિ ફેલાવવામાં આવી રહી છે. એના માટે વ્યાખ્યાન, શેરી નાટકો અને અન્ય કાર્યક્રમો યોજીને મતદારો સુધી પહોંચવાના પ્રયાસો શરૃ કરવામાં આવ્યા છે.

વિધાનસભાની ચૂંટણીના ગણતરીના દિવસો બાકી છે ત્યારે ચૂંટણીની વહીવટી કામગીરીએ વેગ પકડયો છે.૧૩૩ વસઈ વિધાનસભા મતવિસ્તારમાંથી મતની ટકાવારી વધારવા માટે વિવિધ પ્રવૃત્તિઓ શરૃ કરવામાં આવી છે.તાજેતરમાં વસઈમાં સંત ગોન્ઝાલો ગાસયા કોલેજમાંઆ પ્રસંગે મતદાન જાગૃતિ અંગેનોકાર્યક્રમ યોજાયો હતો. આ સમયે મતદારોની સમસ્યાઓ, મતદાનના મહત્વની તમામ માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં બુથ જનજાગૃતિ જુથના બીએલઓ, આશાવર્કરો, આંગણવાડી સેવિકા, હેલ્પર, રેશનીંગ દુકાનદારોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.નવા મતદારોમાં જાગૃતિ આવે તે માટે નિયુક્તથયેલા કર્મચારીઓને આ સૂચનાઓ આપવામાં આવી છે કે એક જાણકાર નાગરિક તરીકે તેમનો મત મૂલ્યવાન છે.

વસઈના ચૂંટણી વિભાગે ભાર મૂક્યો છે કે ૧૩૩ વસઈ વિધાનસભા મતવિસ્તારમાં અગાઉની વિધાનસભા ચૂંટણીના મતદાન કરતાં વધુ મતદાન કેવી રીતે વધશે.૨૦૧૯માં વસઈમાં ૬૨.૪૩ ટકા મતદાન થયું હતું. ચૂંટણી અધિકારી અને તહસીલદાર ડો.અવિનાશ કોષ્ટીએ જણાવ્યું છે કે, ૨૦૨૪ની વિધાનસભાની ચૂંટણીમાં આટલી જ સંખ્યામાં વધારો થાય તે માટે જનજાગૃતિ લાવવામાં આવી રહી છે. વસઈ વિધાનસભા ક્ષેત્રમાં ૩૫૪ મતદાન મથકો છે અને અત્યાર સુધીમાં ૩,૫૪, ૬૮૩ મતદારો નોંધાયા છે. મતદાનના દિવસે મોટી સંખ્યામાં લોકોને ઘરની બહાર આવીને મતદાન કરવા અપીલ કરી છે.



Google NewsGoogle News