મુંબઈમાં ઠંડા પવનો, 17મી બાદ ફરી ઠંડી વધવાની ધારણા

Updated: Feb 14th, 2024


Google NewsGoogle News
મુંબઈમાં ઠંડા પવનો, 17મી બાદ ફરી ઠંડી વધવાની  ધારણા 1 - image


12.7 ડિગ્રી સાથે પુણે રાજ્યમાં સૌથી ઠંડું

14થી 19 વચ્ચે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર વર્તાશે, હિમાલથી ઠંડા પવનો પણ ફૂંકાશે

મુંબઈ -મુંબઇ  સહિત મહારાષ્ટ્રનું હવામાન સતત  ઉપરતળે થઇ રહ્યું છે. ગયા ચાર દિવસ(૧૦થી ૧૩,ફેબુ્ર) દરમિયાન મુંબઇગરાંએ ફરીથી ફૂલગુલાબી ઠંડીનો આનંદ માણ્યો. આછેરી ઠંડી સાથેહિમાલયના ટાઢાબોળ  પવનો પણ ફૂંકાયા હોવાથી  દિવસના તાપમાનમાં પણ ઘટાડો નોંધાયો હતો. 

આજે  પણ વહેલી સવારે ઠંડા માહોલનો મજેદાર અનુભવ થયો હતો. સાથોસાથ ટાઢા પવનોની પણ અસર વરતાઇ હતી. જોકે બપોરે ફરીથી આછેરી ગરમી રહી હતી.

 હવામાન ખાતાએ એવો સંકેત  આપ્યો છે કે આવતા ચારેક  દિવસ(૧૪થી ૧૮,ફેબુ્ર) દરમિયાન મુંબઇ સહિત મહારાષ્ટ્રનું વાતાવરણ ખુશનુમા રહે તેવાં કુદરતી પરીબળો છે. હવામાન કોરું રહેવાની શક્યતા છે. 

આજે કોલાબામાં મહત્તમ તાપમાન ૩૦.૪ અને લઘુત્તમ તાપમાન ૧૯.૬ ડિગ્રી, જ્યારે સાંતાક્રૂઝમાં મહત્તમ તાપમાન ૩૨.૨ અને લઘુત્તમ તાપમાન ૧૭.૫ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આજે કોલાબામાં ભેજનું પ્રમાણ ૬૯ -૬૦ ટકા જ્યારે સાંતાક્રૂઝમાં ભેજનું પ્રમાણ ૭૨ -૩૭ ટકા નોંધાયું હતું.આજે સાંતાક્રૂઝમાં ભેજનું પ્રમાણ ફક્ત ૩૭ ટકા  જેટલું ઘણું ઘણું ઓછું રહ્યું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ઘટે ત્યારે ગરમી પણ વધે.

હવામાન ખાતાના(મુંબઇ કેન્દ્ર)ના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ  સુનીલ કાંબળેએ એવી માહિતી પણ આપી હતી કે ૧૪થી ૧૯ ફેબુ્રઆરી દરમિયંાન હિમાલયના વિસ્તારમાં ફ્રેશ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર શરૃ થવાની શક્યતા  છે.વળી, આ દિવસો દરમિયાન પવનો પણ ઉત્તરના હિમાલયમાંથી ફૂંકાય તેવી સંભાવના છે.આવાં બદલાઇ રહેલાં કુદરતી પરીબળોની સીધી અને વ્યાપક અસરથી ૧૭,ફેબુ્રઆરી બાદ મુંબઇ સહિત મહારાષ્ટ્રમાં ફરીથી ફૂલગુલાબી ઠંડીનો ગમતીલો માહોલ શરૃ થવાની શક્યતા છે. 

હાલ વિદર્ભ અને મરાઠવાડાના ગગનમાં ૧.૫ અને ૦.૯ કિલોમીટરના અંતરે સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર છે.હાલ  ઠંડા પવનો પણ ઉત્તરના હિમાલયમાંથી  ફૂંકાઇ રહ્યા છે.

આજે મધ્ય મહારાષ્ટ્રનું સોલાપુર મહત્તમ તાપમાન ૩૬.૦ ડિગ્રી સાથે આખા રાજ્યનું સૌથી હોટ જ્યારે પુણે લઘુત્તમ તાપમાન ૧૨.૭ ડિગ્રી સાથે આખા રાજ્યનું સૌથી ઠંડુ સ્થળ  રહ્યું હતું. 


Google NewsGoogle News