અલીબાગમાં મધ દરિયે ટગબોટમાં ફસાયેલા 14 ક્રૂ મેમ્બર્સને કોસ્ટગાર્ડે બચાવી લીધા
ભારે વરસાદ અને દરિયાના ઉછળતા પ્રચંડ મોજા વચ્ચે
મુંબઇ : રાયગઢ જિલ્લાના અલીબાગમાં મધદરિયે ટગબોટમાં ફસાયેલા ૧૪ ક્રૂ મેમ્બર્સને બચાવી લેવામાં આવ્યા હતા તેવી માહિતી એક પોલીસ અધિકારીએ આપી હતી. સ્ટીલ કંપની જેએસડબલ્યુ ગુ્રપ દ્વારા સંચાલિત ટગબોટમાંથી ક્રૂ મેમ્બર્સનો બચાવ કોસ્ટ ગાર્ડની મદદથી કરવામાં આવ્યો હતો તેવું આ અધિકારીએ જણાવ્યું હતું.
આ સંદર્ભે વધુ વિગતાનુસાર ગુરુવારે રાયગઢ જિલ્લાના અલીબાગના દરિયાકિનારે ભારે વરસાદ અને દરિયાના ઉછળતા પ્રચંડ મોજા વચ્ચે જેએસડબલ્યુ ગુ્રપની એક ટગબોટ ભટકી ગઇ હતી. આ ટગબોટમાં કુલ ૧૪ ક્રૂ મેમ્બર્સ હાજર હતા. દરિયો તોફાની હોવાથી ગુરુવારે રેસ્ક્યુ ઓપરેશન થઇ શક્યું નહોતું પણ ટગબોટ પર તમામ ક્રૂ મેમ્બર્સ સુરક્ષિત હોવાનું જણાવવામાં આવ્યું હતું અને દરિયો શાંત થયા બાદ તેમનું રેસ્ક્યુ કરવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું હતું. તે મુજબ આજે સવારે ૯ વાગ્યે કોસ્ટગાર્ડના એક હેલિકોપ્ટરની મદદથી સવારે નવ વાગ્યે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી ટગબોટના તમામ ૧૪ મેમ્બર્સને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. તે મુજબની માહિતી રાયગઢના એસ.પી. સોમનાથ ધર્ગેએ આપી હતી. તેમણે વધુ વિગત આપતા જણાવ્યું હતું કે કોસ્ટગાર્ડના હેલિકોપ્ટરે ટગબોટના ક્રૂને હેલિકોપ્ટરથી એરલિફ્ટ કરી અલીબાગ બાગ પર સુરક્ષિત રીતે ઉતાર્યા હતા. આ તમામ ક્રૂ સુરક્ષિત હોવાનું તેમણે સ્પષ્ટ કર્યું હતું.
રમિયાન જેએસડબલ્યુએ ૨૫ જુલાઇના એક નિવે નમાં જણાવ્યું હતું કે જેએસડબલ્યુ સંચાલિત એક નાનુ જહાજ આજે તોફાની હવામાનમાં જોર ાર પવન અને લો વિધિબિલીટી જયગઢ અને સલાવ વચ્ચે ફસાઇ ગયું હતું અને માર્ગ ભટકી ગયું હતું. આ બાબતે પોલીસે જણાવ્યું હતું કે અલીબાગ કિનારે કોલાબા કિલ્લા પાસે તેનું એન્જિન કામ કરતું બંધ પડી જતા ટગબોટ બેકાબૂ બની ભટકી ગઇ હતી.
આ ઘટનાની જાણ થયા બાદ રાયગઢ પોલીસ, કોસ્ટગાર્ડ, અને મહેસૂલ વિભાગના અધિકારીઓ ફસાયેલી ટગબોટ પર નજર રાખી રહ્યા હતા અને રેસ્ક્યુ ઓપરેશન શરૃ કરવા માગતા હતા પણ ભારે વરસાદ, ભરતી અને ભારે પવન જેવા પ્રતિકૂળ વાતાવરણ વચ્ચે તે શક્ય બન્યું નહોતું. ત્યારબાદ આજે સવારે કોસ્ટગાર્ડની મદદથી તમામ ૧૪ ક્રૂને સલામત બહાર કાઢવામાં આવ્યા હતા.