હાઈકોર્ટનો સ્પષ્ટ ચુકાદો, બંધનું એલાન આજે પણ નહિ અને ભવિષ્યમાં પણ ક્યારે નહિ

Updated: Aug 24th, 2024


Google NewsGoogle News
હાઈકોર્ટનો સ્પષ્ટ ચુકાદો, બંધનું એલાન આજે પણ નહિ અને ભવિષ્યમાં પણ ક્યારે નહિ 1 - image


બંધથી વેપાર ધંધાને જંગી નુકસાન થશે, શિક્ષણ-આરોગ્ય સેવાઓ ખોરવાશે, મુંબઈની લોકલો બંધ  રેહેશો સમગ્ર શહેર થંભી જશેઃ ૨૦૦૪ના  ચુકાદાનો અમલ કરવા રાજ્ય સરકાર બંધાયેલી છેઃ હાઈકોર્ટ

બોમ્બે હાઈકોર્ટે કોઈપણ રાજકીય  પક્ષ કે વ્યક્તિઓને બંધનું એલાન આપવાની મનાઈ ફરમાવી હતી. હાઈકોર્ટે કહ્યું હતું કે ૨૦૦૪માં હાઈકોર્ટના જ એક ચુકાદા અનુસાર આ પ્રકારનાં બંધના એલાનને ગેરબંધારણીય જાહેર કરવામાં આવી ચૂક્યાં છે. 

ચીફ જસ્ટિસ ડી. કે. ઉપાધ્યાય તથા જસ્ટિસ અમિત બોરકરની એક ડિવિઝન બેન્ચે જણાવ્યં હતું કે જો રાજકીય પક્ષો કે વ્યક્તિઓ બંધનું એલાન પાછું નહીં ખેંચે તો વેપાર ધંધાને બહુ જંગી નુકસાન થશે અને સાથે સાથે આવશ્યક સેવાઓ પણ ખોરવાઈ જશે. આ ઉપરાંત આરોગ્ય જેવી પ્રાથમિક અને અનિવાર્ય સેવાઓ પર પણ માઠી અસર તશે. આવું બનતું અટકાવાય તે જરુરી છે. 

સુભાષ  ઝા અને ગુણવંત સદાવર્તે એમ બે એડવોકેટ દ્વારા આ બંધના એલાનને પડકારવામાં આવ્યું હતું અને હાઈકોર્ટ ાજ્ય સરકારને બંધને અટકાવવા માટે તમામ નિવારક પગલાં ભરે તેવી માગણી કરવામાં આવી હતી. આ અરજીઓના સંદર્ભમાં ચુકાદો આપતાં હાઈકોર્ટે કહ્યું હતું કે તે કોઈપણ રાજકીય પક્ષ કે વ્યક્તિને બંધનું એલાન આપવાની મનાઈ ફરમાવી રહી છે. મહારાષ્ટ્ર સરકારે તમામ જરુરી નિવારાત્મક પગલાં ભરવાં જોઈએ. 

હાઈકોર્ટે જણાવ્યું હતું કે વધુ કોઈ આદેશ આપવામાં ન આવે ત્યાં  સુધી તા. ૨૪મી ઓગસ્ટે કે તે પછી પણ ભવિષ્યમાં કોઈપણ દિવસે બંધનું એલાન આપવાની તમામ સંબંધિતોને મનાઈ ફરમાવવામાં આવે છે. 

હાઈકોર્ટે જણાવ્યું હતું કે અમનેમુખ્યત્વે એવું લાગ્યું છે કે રાજકીય પક્ષો દ્વારા આવતીકાલ ેસમગ્ર રાજ્યમાં બંધનું એલાન અપાયું છે. તેના કારણે તમામ પ્રકારની ગતિવિધિઓ થંભી જાય તેમ છે. આથી સમગ્ર જનજીવન ખોરવાઈ જવાની વકી છે અને તેને પગલે વેપાર ધંધાધોને જંગી નુકસાન થશે. તમામ પ્રકારની ઔદ્યોગિક તથા આર્થિક ગતિવિધિઓ પણ ખોરવાઈ જશે. 

આ બંધના એલાનથી બાળકોનું શિક્ષણ ખોરવાશે. આ ઉપરાંત આરોગ્ય તથા વીજ સપ્લાય, પાણી પુરવઠા, મુંબઈની લોકલ ટ્રેનોના વ્યવહાર સહિતની તમામ આવશ્યક સવાઓ પણ ખોરવાઈ જવાની વકી છે. 

અદાલતે કહ્યુ હતું લોકલ ટ્રેન સેવાઓ મુંબઈની લાઈફલાઈન છે અને આ તબક્કે જો બંધના એલાનને મંજૂરી આપવામાં આવે તો સમગ્ર મુંબઈ શહેરનું જનજીવન થંભી જશે. બંધના એલાનની નાગરિકો પર માઠી અસરો થશે. શાળાએ જતા બાળકો, રોજિંદી આવક પર નભતા લોકો, ઓફિસ જતા લોકો, બિઝનેસ પર્સન્સ,  ફેક્ટરી કામદારો, દુકાનદારો, સર્વિસ સેક્ટર તથા સરકારી સેવાઓના કર્મચારીઓ આ બધા પર તેની અસર થશે.  બંધના કારણે સમગ્ર મહારાષ્ટ્રનું જનજીવન ખોરવાઈ જશે. ભૂતકાળમાં પણ આવા રાજ્યવ્યાપી બંધોના એલાનને કારણે નાગરિકોએ બહુ ભોગવવું પડયું છે. 

ન્યાયમૂર્તિઓે ૨૦૦૪ના એક ચુકાદાને ટાંક્યો હતો જેમાં જણાવાયું હતું કે કોઈ પણ  પ્રકારના બંધ કે હડતાલને ગેરબંધારણીય પગલું જાહેર કરવામાં આવે છે.  ૨૦૦૪ના ચુકાદા અનુસાર જો આવો બંધ પાળવામાં આવે તો તેનાથી થનારી કોઈપણ જાનહાનિ કે માલમિલ્કતના નુકસાન બદલ સંબંધિત રાજકીય પક્ષને  કાનૂની કાર્યવાહીનો સામનો કરવો પડી શકે છે અને વળતર ચૂકવવું પડી શકે છે.  પોલીસે બંધ પળાવવામાં સક્રિય લોકો સામે કડકમાં કડક કાર્યવાહી કરવી જ જોઈએ એવું હાઈકોર્ટે કહ્યું હતું. ચીફ જસ્ટિસ ઉપાધ્યાયે કહ્યું હતુ ંકે રાજ્ય સરકારે ૨૦૦૪ના આ ચુકાદાનો કડક રીતે અમલ ફરજિયાત કરવો જ જોઈએ. અમે રાજ્ય સરકાર તથા તેના તમામ પદાધિકારીઓ ચીફ સેક્રેટરી, એડિશનલ ચીફ સેક્ટેરી (હોમ), ડીજીપી તથા તમામ જિલ્લા કલેક્ટરને ૨૦૦૪ના ચુકાદામાં  અપાયેલી ગાઈડલાઈનનો કડક અમલ કરવા આથી આદેશ આપીએ છીએ એમ હાઈકોર્ટે કહ્યું હતું. સુનાવણી દરમિયાન રાજ્યના એડવોકેટ જનરલ બિરેન્દ્ર સરાફે કહ્યું હતું કે આ પ્કારનું બંધનું એલાન ગેરકાયદેસર છે. તેમણે કહ્યું હતું કે રાજ્ય સરકાર બંધના એલાન વખતે કોઈપણ  પ્રકારની જાનમાલની હાનિ  ટાળવા માટે શક્ય તમામ પગલાં ભરશે. 

હાઈકોર્ટે જાણવા માગ્યું હતુ ંકે રાજ્ય સરકારે શું પૂર્વ નિવારક પગલાં ભર્યાં છે અને શું કોઈ  પૂર્વનિવારક અટકાયતો કરવામાં આવી છે કે કેમ ? તેના જવાબમાં એડવોકેટ જનરલે કહ્યું હતું કે  પોલીસ દ્વારા કેટલીક નવ્યક્તિઓને નોટિસો આપવામાં આવી છે પરંતુ કોઈ અટકાયત કરવામાં આવી નથી. 

એડવોકેટ સુભાષ ઝા તથા એડવોકેટ સદાવર્તએ હાઈકોર્ટનું  કેરળ હાઈકોર્ટના ેએક ચુકાદા પ્રત્યે ધ્યાન દોર્યું હતું જેમાં જણાવાયું હતું કે કોઈપમ રાજકીય પક્ષ રાજ્યવ્યાપી બંધનું એલાન આપી શકે નહીં અને આવી બાબતમાં દખલ દેવા માટે હાઈકોર્ટ સંપૂર્ણ સત્તા તથા અધિકારો ધરાવે છે. તેમણે મરાઠા આંદોલનનું ઉદાહરણ આપતાં કહ્યું હતું કે તે વખતે સમગ્ર રાજ્ય સરકારનું  તંત્ર પરિસ્થિતિને કાબૂમાં લઈ શક્યું ન હતું અને કેટલાંય સ્થળોે જાહેર સંપત્તિનું નુકસાન થયું હતું.



Google NewsGoogle News