સીઆઈડી ટીવી સિરિયલના કલાકાર દિનેશ ફડણીસનું નિધન

Updated: Dec 5th, 2023


Google NewsGoogle News
સીઆઈડી ટીવી સિરિયલના કલાકાર દિનેશ ફડણીસનું નિધન 1 - image


સીઆઈડીમાં ફેડરિક્સની ભૂમિકા ભજવી હતી

લીવરની ગંભીર સમસ્યાને લીધે લાંબા સમયથી વેન્ટિલેટર પર હતો

મુંબઇ :  ટેલિવિઝનનો લોકપ્રિય ક્રાઇમ શો 'સીઆઇડી'માં ફ્રેડ્રિકસની ભૂમિકા ભજવનાર ૫૭ વર્ષીય અભિનેતા દિનેશ ફડણીસનું નિધન થયું છે. ગઈ રાતે તેણે એક હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. 

 દિનેશ ફડણીસને લીવરની ગંભીર બીમારી હતી. તેની તબિયત વધુ ખરાબ થઇ હોવાથી તેને વેન્ટિલેટર પર રાખવામાં  આવ્યો હતો. 

થોડા સમય પહેલાં તેને હાર્ટ એટેક આવ્યાના સમાચાર ફેલાયા હતા. જોકે, બાદમાં સ્પષ્ટતા થઈ હતી કે તેને લીવરની ગંભીર બીમારી છે. 

 સીઆઈડી'માં તેણે  ફેડરિક્સની ભૂમિકા ભજવી હતી. આ સિરિયલના તેના રોલના અનેક વીડિયો આજે સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. સીઆઈડીની ટીમ સહિત ટીવી જગતની હસ્તીઓએ તેને શ્રદ્ધાંજલિ આપી હતી.



Google NewsGoogle News