Get The App

20 લાખનું ક્રિપ્ટો ફોડ કરી વિદેશ ભાગતો કોરિયોગ્રાફર એરપોર્ટ પરથી ઝડપાયો

Updated: Feb 6th, 2025


Google NewsGoogle News
20 લાખનું ક્રિપ્ટો ફોડ કરી વિદેશ ભાગતો કોરિયોગ્રાફર એરપોર્ટ પરથી ઝડપાયો 1 - image


'ડાન્સ ઇન્ડિયા ડાન્સ'નો ફાઈનલિસ્ટ જયકુમાર નાયર દુબઈ નાસવાની ફિરાકમાં હતો 

ઈમીટેશન જ્વેલરીનો વ્યવસાય કરતી મહિલાને ક્રિપ્ટોમાં ઉચ્ચ વળતરની લાલચ આપી પૈસા પડાવ્યા   ઃ લૂક આઉટ સર્ક્યુલર જારી થયો હતો

મુંબઇ -  છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી દુબઇ નાસી જવાનો પ્રયાસ કરતા છેતરપિંડી કેસના આરોપી કોરિયોગ્રાફરની ધરપકડ કરવામાં આવી છે. બિઝનેસવુમનને ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ પર ઉચ્ચ વળતરની લાલચ આપી આરોપીએ રૃા. ૨૦ લાખ પડાવી લીધા હતા, એમ પોલીસ અધિકારીએ બુધવારે જણાવ્યું હતું.

ઓશિવરા પોલીસે ઇમિટેશન જ્વેલરીનો વ્યવસાય કરતી દિપ્તી અસીજાની ફરિયાદના આધારે કોરિયોગ્રાફર જયકુમાર નાયર સામે કેસ નોંધ્યો હતો. ફરિયાદીને છેતરનારા નાયરને મંગળવારે રાતે કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો.

પીડિત મહિલાએ કહ્યું કે તે કોમન ફ્રેન્ડ દ્વારા નાયરના સંપર્કમાં આવી હતી. નાયરે તેને ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ પર સારા વળતરની ખાતરી આપી હતી. આથી નવેમ્બર ૨૦૨૨માં તેમે આરોપીને બે હપ્તામાં રૃા. છ લાખ અને રૃા. ૧૪ લાખ આપ્યા હતા. રિયાલિટી શો 'ડાન્સ ઇન્ડિયા ડાન્સ'ની પહેલી સીઝનમાં ફાઇનલિસ્ટ રહેલા નાયરે ફરિયાદી દિપ્તીને શરૃઆતના ૧૧ મહિના માટે જ માસિક વળતર આપ્યું હતું. ડિસેમ્બર ૨૦૨૩થી તેણે વળતર આપવાનું બંધ કરી દીધું હતું.

આરોપીએ ૨૦૨૪માં બે વખત રૃા. ૧૦ હજાર આપ્યા હતા. ફરિયાદીએ પોલીસનો સંપર્ક કરતા નાયરે વધુ રૃા. ૧૦ હજાર આપ્યા હતા. પોલીસે નાયર સામે ગુનો નોંધ્યો હતો પરંતુ તેની ધરપકડ કરાઇ નહોતી. પોલીસ તેની સામે લુક આઉટ સર્ક્યુલર જારી કર્યો હતો. અધિકારીએ જણાવ્યું હતું કે આરોપી નાયર દુબઇ નાસી જવાનો હતો. તે મંગળવારે રાતે મુંબઇ એરપોર્ટ પર આવ્યો હતો. દુબઇ જવા માટે ઇમિગ્રેશન સ્ટાફનો સંપર્ક કર્યો ત્યારે તેને રોકવામાં આવ્યો હતો.

ઓશિવરા પોલીસે નાયરને કસ્ટડીમાં લીધો હતો. પોલીસે તેને કોર્ટમાં હાજર કરી વધુ તપાસ આદરી છે.



Google NewsGoogle News