Get The App

થાણેમાં ચાઈનીઝ દોરી પર પ્રતિબંધ, દુકાનો પર ચેકિંગ

Updated: Dec 31st, 2024


Google NewsGoogle News
થાણેમાં  ચાઈનીઝ દોરી પર પ્રતિબંધ, દુકાનો પર ચેકિંગ 1 - image


વોર્ડ સ્તરે ચેકિંગના આદેશો અપાયા

ચાઈનીઝ માંજો શોધવા ગયેલી ટીમો સિંગલ યૂઝ પ્લાસ્ટિકના કેસો કરી પરત

મુંબઈ :  પ્લાસ્ટિક અથવા સિન્થેટીક સામગ્રીમાંથી બનેલા ચાઈનીઝ માંજા, ચાઈનીઝ દોરી કે નાયલોન કે પ્લાસ્ટિકના કૃત્રિમ માંજા પતંગ ઉડાડવા માટે વપરાતા માણસો તેમજ પક્ષીઓ માટે હાનિકારક છે. તેથી, થાણે મ્યુનિસિપલ વિસ્તારમાં ચાઈનીઝ ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. 

મહાનગરપાલિકા વિસ્તારમાં હાથ ધરવામાં આવેલી ઝુંબેશમાં તમામ વોર્ડ સમિતિ વિસ્તારોમાં કુલ ૨૫૫ દુકાનોનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. તેમની પાસે ચાઈનીઝ માંજા ન મળ્યા નહોતા. જો કે, આ તપાસ દરમિયાન લગભગ ૨૧૪ કિલો સિંગલ યુઝ પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું હતું. તેમ જ ૮૯ હજાર રૃપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો.

             પતંગ ઉડાડવા માટે માત્ર તીક્ષ્ણ ધાતુ કે કાચના તત્વો અથવા સ્ટીકી સામગ્રી તેમ જ દોરાને મજબૂત બનાવનાર કોટન થ્રેડને જ મંજૂરી છે. આ દોરાને બનાવવા માટે બારીક ગ્રાઉન્ડ કાચ, ધાતુ અથવા અન્ય તીક્ષ્ણ સામગ્રીનો ઉપયોગ કરવામાં આવે છે. જેને ચાઈનીઝ માંજા તરીકે ઓળખવામાં આવે છે. નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે આવા ઉત્પાદન, વેચાણ, સંગ્રહ અને ઉપયોગ પર નિયંત્રણો મૂક્યા છે. આ દોરો વિઘટિત થતો ન હોવાથી, મળ પ્રણાલી, ડ્રેનેજને અસર થાય છે. તેમ જ આવા દોરા ખાવાથી પ્રાણીઓને પણ નુકશાન થાય છે. તેમ જ આ થ્રેડ વીજળીનો વાહક હોવાથી વિદ્યુત સાધનો અને પાવર સબસ્ટેશન પરના લોડને કારણે વીજ પુરવઠો ખોરવાઈ જવાની સંભાવના છે.

વિજિલન્સ ટીમો  ઠેર ઠેર પહોંચી 

 ચાઈનીઝ માંજા અને સિન્થેટીક-નાયલોન માંજાના વેચાણ, ઉત્પાદન, સંગ્રહ અને ઉપયોગને રોકવા માટે વોર્ડ સમિતિ સ્તરે નિયમિતપણે નિરીક્ષણ અને જપ્તી ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે. આ માટે આસિસ્ટન્ટ કમિશનર કક્ષાએ દરેક વોર્ડ કમિટીમાં ટેક્સ ઈન્સ્પેક્ટર, સેનિટેશન ઈન્સ્પેક્ટર, હેલ્થ ઈન્સ્પેક્ટર, પ્રદૂષણ નિયંત્રણ સ્ટાફની વિજિલન્સ ટીમ બનાવવામાં આવી છે. તેમજ સ્થાનિક પોલીસને પણ આ અંગે જાણ કરવામાં આવી છે. આ ચકાસણી અભિયાનમાં અત્યાર સુધીમાં તમામ વોર્ડ સમિતિ વિસ્તારોમાં કુલ ૨૫૫ દુકાનોનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે. 

 ૨૧૪ કિલો પ્લાસ્ટિક જપ્ત

આ તપાસ દરમિયાન લગભગ ૨૧૪ કિલો સિંગલ યુઝ પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું હતું અને ૮૯ હજાર રૃપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.

 ફરિયાદ માટે ટોલ ફ્રી નંબર

 પ્રતિબંધિત સિન્થેટિક, નાયલોન માંજાના વેચાણ, ઉત્પાદન, સંગ્રહ, સપ્લાય અથવા ઉપયોગ અંગેની ફરિયાદો નોંધાવવા માટે નાગરિકોને ટોલ ફ્રી નંબર ૮૬૫૭૮૮૭૧૦૧ ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે.



Google NewsGoogle News