નર્સરીમાં પ્રવેશ લેવા બાળકની વય ઓછામાં ઓછી 3 વર્ષ જોઈશે
શાળામાં પ્રવેશ બાબતે શિક્ષણ વિભાગે આદેશ બહાર પાડયો
આરટીઈ હેઠળ પ્રવેશની વયમર્યાદા આ પહેલાં જ જાહેર થઈ ચૂકી છે
મુંબઈ : રાઈટ ટૂ એજ્યુકેશન (આરટીઈ) કે શિક્ષણાધિકાર હેઠળ ખાનગી સ્કૂલોની ૨૫ ટકા રિઝર્વ સીટ્સ પરના એડમિશન માટે પ્રાયમરી એજ્યુકેશન ડિરેક્ટોરેટે પ્રવેશની ઓછામાં ઓછી વયમર્યાદા નક્કી કરી લીધી છે. તે મુજબ પ્લેગુ્રપ કે નર્સરી માટે ૩૧ ડિસેમ્બર ૨૦૨૪ સુધી ઓછામાં ઓછા ત્રણ વર્ષ અને વધુમાં વધુ ચાર વર્ષ પાંચ મહિના તો પહેલાં ધોરણમાં એડમિશન માટે ઓછામાં ઓછા ૬ વર્ષ અને વધુમાં વધુ સાત વર્ષ પાંચ મહિનાની વય મર્યાદા નક્કી કરાઈ છે.
નવા શૈક્ષણિક વર્ષમાં એડમિશનની પ્રક્રિયા શરૃ થાય ત્યારે પ્રિ-પ્રાયમરીના પ્લેગુ્રપ / નર્સરી, જૂનિયર કેજી, સિનિયર કેજીમાં ક્યા વર્ષના બાળકનું એડમિશન લેવું એ બાબતે વાલીઓમાં સતત મૂંઝવણ રહેતી હતી. પરંતુ હવે એ ચિંતા શિક્ષણ સંચાલનાલયે દૂર કરી છે.
આરટીઈ' હેઠળની ૨૫ ટકા રિઝર્વ સીટ્સ પર શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫ના એડમિશન માટે બાળકની વય કેટલી હોવી જોઈએ એ આ પૂર્વે જ સરકારે જાહેર કરી ીધું હતું. હવે સરકાર તથા શિક્ષણ વિભાગે સામાન્ય વર્ગની એડમિશન પ્રક્રિયાના રમ્યાનની બાળકની વયમર્યા ા પણ જાહેર કરી ીધી છે.