મુલુંડમાં કારમાં લોક થયેલા બાળકનું ગૂંગળામણથી મોત
ગેરેજમાં
રમત રમતમાં કારમાં લોક થઈ ગયો
પિતાના
પાનના ગલ્લા પર ગયા બાદ બાજુના ગેરેમાં જતો રહ્યો હતો
મુંબઇ :
મુલુંડમાં ગેરેજમાં કારમાં રમવા ગયેલા પાંચ વર્ષીય બાળકનું
ગુંગળામણથી મૃત્યુ થયું હતું. નવઘર પોલીસે આ મામલે એક્સિડેન્ટ ડેથનો કેસ નોંધી વધુ
તપાસ આદરી છે.
મુલુંડના
આંબેડકર નગર પરિસરમાં પાંચ વર્ષીય કબીર કનોજીયા તેના પરિવાર સાથે રહેતો હતો.
મુલુંડના મ્હાડા કોલોની પરિસરમાં કબીરના પિતાની પાનની ટપરી હતી. તે દરરોજ પિતાને
મળવા જતો હતો. તે બપોરે પિતાને મળ્યા બાદ બાજુમાં આળેલા ગેરેજમાં કારમાં રમવા ગયો
હતો. પછી તે અચાનક ગુમ થઇ જતા પિતાએ શોધખોળ શરૃ કરી હતી. પરંતુ તે મળ્યો નહોતો.
છેવટે સાંજે કબીર કારમાં બેભાન અવસ્થામાં મળ્યો હતો.
રમતી
વખતે કારનો દરવાજો લોક થઇ જતા તે બહા આવી શક્યો ન હોવાની શંકા છે. બાળકને સારવાર
માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યું હતું.
પરંતુ તેનું મૃત્યુ થયું હતું. આ ઘટના ચોક્કસ કેવી રીતે બની તે જાણવા
પોલીસે વધુ તપાસ આદરી છે.