હાઈબ્રીડ સુનાવણી બંધ કરવા સામે ચીફ જસ્ટિસ ચંદ્રચૂડ નારાજ

Updated: Oct 7th, 2023


Google NewsGoogle News
હાઈબ્રીડ સુનાવણી બંધ કરવા સામે ચીફ  જસ્ટિસ ચંદ્રચૂડ નારાજ 1 - image


બોમ્બે હાઈકોર્ટના જજીસને ટકોર : ટેકનોલોજી  ચોઈસ નહીં જરુરિયાત છે

બોમ્બે હાઈકોર્ટ મારી મૂળ હાઈકોર્ટ છે અહીં હાઈબ્રિડ સુનાવણી બંધ થઈ તેથી હું વ્યથિતઃ ટેકનોલોજીથી પીછેહઠ કેમ કરો છો

મુંબઈ :  વિડિયો કોન્ફરન્સિંગ અથવા હાઈબ્રિડ મોડ પર સુનાવણી બંધ કરનારા બોમ્બે હાઈ કોર્ટના જજો પર ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ ડી. વાય. ચંદ્રચૂડે સખત નારાજગી દર્શાવી હતી. તેમણે નિરીક્ષણ કર્યું હતું કે ન્યા. ગૌતમ પટેલ ઉપરાંત હાઈ કોર્ટના અમુક જ જજો આ ટેક્નોલોજીનો ઉપયોગ કરે છે.ન્યા. પટેલ સિવાય કોઈ આ ટેક્નોલોજી વાપરતું નથી.ટેક્નોલોજીથી પીછેહટ કેમ કરો છો? એવો સવાલ તેમણે કર્યો હતો.

બોમ્બે હાઈ કોર્ટમાં તમે માળખાકીય સુવિધા બંધ કરાઈ છે. બોમ્બે હાઈ કોર્ટ  મારી મૂળ હાઈ કોર્ટ છે અને હાઈબ્રિડ સુવિધા બંધ કરાતાં હું પીડા અનુભવું છું. કેટલી સ્ક્રિનો દૂર કરાઈ છે?  ન્યા. પટેલ સિવાય કેટલી કોર્ટરૃમમાં હાઈબ્રિડ સુવિધા છે? એવો સવાલ તેમણે કર્યો હતો.

હાઈ કોર્ટ્સ, કંપની લો ટ્રિબ્યુનલ્સ અને નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ્સ સબિતના વિવિધ અદાલતોમાં વર્ચ્યુઅલ સુનાવણી ઘટી રહી હોવાને લઈને ચિંતા વ્યક્ત કરતી અરજીની સુનાવણી ભારતના મુખ્ય ન્યા.ની બેન્ચ સમક્ષ ચાલી રહી હતી.ભારતમાં દરેક જજે ટેક્નોલોજી સાથે હાથ મિલાવવા પડશે, એમ તેમણે જણાવ્યું હતું. જજ ટેક ફ્રેન્ડલી છે કે નહીં એ સવાલ નથી. જો તમે જજ હોવ તો તમે ટેક ફ્રેન્ડલી હોવા જોઈએ. જો તમે જજ બનવા માગતા હોય તો તમારે ટેક્નોલોજી જાણવી જોઈએ અને દરેક જજને તાલીમ આપવી જરૃરી છે. સુપ્રીમ કોર્ટના જજોને પણ ટ્રેનિંગ સેન્ટરોમાં તાલીમ અપાય છે. ન્યા. રવિન્દ્ર ભટે આવી ટીમો હાથ ધરી છે, એમ ચંદ્રચૂડે જણાવ્યું હતું.

મહારાષ્ટ્ર્રના અડેવોકેટ જનરલ ડો. બિરેન્દ્ર સરાફને સંબોધીને તેમણે ચિંતા વ્યક્ત કરી હતી કે વકિલોએ તેમને જાણ કરી હતી કે બોમ્બે હાઈ કોર્ટમાં ટેક્નોલોજી બંધ કરવામાં આવી છે.

સરાફે જવાબમાં જણાવ્યું હતું કે જ્યારે વિનંતી કરવામાં આવે ત્યારે જજો વર્ચ્યુઅલ સુનાવણી કરે છે. જોકે ભારતના મુખ્ય ન્યાયમૂર્તિએ આ મુદ્દે ચિંતા વ્યક્ત કરી હતી. મુંબઈ જેવા શહેરમા ંપ્રવાસ ઘણો મુશ્કેલ છે અને વકિલ તરીકે હાઈ કોર્ટથી સિટી સિવિલ કોર્ટ દોડધામ કરવી પડે છે. જજો શા માટે ટેક્નોલોજી અપનાવતા નથી? શું વાતની તકલીફ છે? એમ તેેમણે નોંધ કરી હતી.

એજીે આ બાબતે હાઈ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિને જાણ કરશે એમ જણાવ્યું હતું. ટેક્નોલોજી હવે પસંદગીનો વિષય નહીં પણ જરૃરિયાત છે. તેના સિવાય કોર્ટ કેવી રીતે કાર્યરત રહેશે, એમ સીજેઆઈ ચંદ્રચૂડે જણાવ્યું હતું.

સુનાવણી દરમ્યાન સીજેઆઈએ નોંધ કરી હતી કે મુંબઈ  આર્થિક કેન્દ્ર હોવાથી બોમ્બે હાઈ કોર્ટે ટેક્નોલોજીની રફ્તાર સાથે રહેવું પડશે. તમે એમ કહી શકો નહીં કે ૧૫૦ વર્ષ પહેલાં જેમ કામ થતું હતું એમ કર્યા કરશું. એક યુવા વકિલે મને પત્ર લખીને જણાવ્યું હતું કે જજના સહકારીએ તેને કોર્ટરૃમમાં આઈપેડ નહીં વાપરવા જણાવ્યું હતું..વકિલને તેમના ઉપકરણો બંધ કરવાનું કહી શકાય નહીં... તેમને લીગલ વેબસાઈટ વગેરે જોવી પડે છે. વકિલોને આ સુવિધા વાપરવા પ્રોત્સાહિત કરવાજોઈએ અને સુપ્રીમ કોર્ટ આખામાં અટેલે જ ઈન્ટરનેટ અપાયું છે, એમ તેમણે જણાવ્યું હતું.



Google NewsGoogle News