દાઉદ ઈબ્રાહીમનો ડાબો હાથ ગણાતા છોટા શકીલે 'D' કંપનીનો છોડ્યો સાથ
- છોટા શકીલ કરાંચીમાં ક્લિફ્ટન એરિયામાં પણ દેખાશે નહીં
મુંબઈ, તા. 13 ડિસેમ્બર 2017 બુધવાર
મુંબઈ અંડરવર્લ્ડ ડૉન દાઉદ ઈબ્રાહીમનો ઘણો વિશ્વસનીય અને ડાબો હાથ ગણાતો છોટા શકીલ જેણે ડી કંપની સાથેના સંબંધ તોડી દીધા છે.
છોટા શકીલ, દાઉદના ગેગમાં બીજા નંબરનો દરજ્જો ધરાવતો હતો અને છેલ્લા 30 વર્ષોથી ડૉનના નજીક પણ હતો.
એક સમયે અબુ સલેમને દાઉદ ઈબ્રાહીમનો જમણો અને છોટા શકીલને ડાબો હાથ માનવામાં આવતા હતા. અબુ સલેમે જ્યારે દાઉદનો હાથ છોડ્યો ત્યારથી અંડરવર્લ્ડની દુનિયામાં છોટા શકીલ જ ડૉનનો સૌથી વફાદાર માનવામાં આવતો હતો.
જ્યારે દાઉદની ગેંગ સાથેના સમાચાર બહાર આવતા તો છોટા શકીલ જ મીડિયાને તેના તરફથી પ્રતિક્રિયા આપતો. તે હવે કરાંચીના ક્લિફ્ટન એરિયામાં પણ દેખાશે નહીં, 1980ના દાયકાથી ભારતમાંથી ભાગ્યા બાદ પોતાનો વેશ બનાવી રાખ્યો હતો. અત્યારે પણ તેમના લોકેશન વિશે માત્ર અંદાજો જ લગાવવામાં આવી રહ્યો છે.