અભિષેક ઘોસાળકર હત્યામાં નોરન્હાના બોડીગાર્ડ સામેના આરોપો વાજબીઃ કોર્ટ
હત્યાના કેસમાં બોડીગાર્ડની જામીન અરજી નકારતો વિસ્તૃત આદેશ
ગુનામાં બોડીગાડની સંડોવણી છે કે કેમ તેની સમગ્રતયા તપાસ જરુરી હોવાની અદાલતની ટિપ્પણી
મુંબઈ : ઉદ્ધવ ઠાકરેવની શિવસેનાના નેતા અભિષેક ઘોસાળકરની હત્યા માટે વપરાયેલી પિસ્તોલ જેની હતી એ મોરિસ નોરોન્હાના બોડીગાર્ડ સામેના અરોપો વાજબી જણાતા હોવાનું કોર્ટે નિરીક્ષણ કરીને બોડીગાર્ડ અમરેન્દ્ર મિશ્રાને જામીન નકાર્યા હતા. મિશ્રાની ધરપકડ શસ્ત્ર કાયદા હેઠળ કરવામાં આવી હતી.
મિશ્રા સામે શસ્ત્ર કાયદા હેઠળ ગુનો નોંધાયો હતો. સામેની વ્યક્તિને પિસ્તોલ કાયદેસર ધરાવવા પાત્ર છે કે નહીં એ તપાસ્યા વિના શસ્ત્ર સોંપવાનો ગુનો નોંધાયો હતો. પાંચ માર્ચે આપેલા આદેશનો વિગતવાર આદેશ મંગળવારે આવ્યો હતો.
મિશ્રા નોરોન્હાને પોતાની ગન આપીને ઘોસાળકરની હત્યાના કાવતરામાં સહભાગી થયો હતો કે નહીં એની પાસ કરવાની જરૃરી હોવાનું કોર્ટે નોંધ્યું હતું.બોરીવલીમાં ગયા મહિને ફેસબુક લાઈવ સેસન દરમ્યાન મિક્ષાની ગનથી નોરોન્હાએ ઘોસાળકરની હત્યા કરી હતી.
જામીન અરજીમાં મિશ્રાએ દાવો કર્યો હતો કે તે નિર્દોષ છે અને તેને ખોટી રીતે સંડોવવામાં આવ્યો છે. સરકારી પક્ષે આરોપ કર્યો હતો કે નોરોન્હાએ મિશ્રાની ગન વાપરી હતી અને બંનેએ હત્યાનું કાવતરું ઘડયું હતું.
મિશ્રાએ દાવો કર્યો હતો કે તેણે નોરોન્હાએ આપેલા લોકરમાં ગન રાખી હતી. આથી લોકરની ચાવી પણ આરોપી પાસે હોવી જોઈએ, એમ જજે નોંધ્યું હતું. એવો કેસ નથી કે નોરોન્હાએ લોકર તોડીને ગન લીધી હોય. આથી મિશ્રાએ નોરોન્હાને ગન આપી હોવાની સરકારી પક્ષની દલીલમાં તથ્ય છે, એમ કોર્ટે જણાવ્યું હતું.
બંને જણે ગન માટેની બુલેટ પણ સાથે ખરીદી હોવાનું કોર્ટે નોંધ્યું હતું. આથી મિશ્રાની સંડોવણી તપાસવી જરૃરી હોવાનું કોર્ટે નોંધ્યું હતું.
ઘોસાળકરે પોતાને બળાત્કારના ખોટા કેસમાં ફસાવ્યો હોવાની શંકા નોરોન્હાને હતી, એમ નોરોન્હાની પત્નીએ પોલીસને જણાવ્યું હતું.