Get The App

આઈએસ મોડયુલમાં લિબિયન નાગરિક સહિત 2 સામે ચાર્જશીટ

Updated: Jul 13th, 2024


Google NewsGoogle News
આઈએસ મોડયુલમાં લિબિયન નાગરિક સહિત 2 સામે ચાર્જશીટ 1 - image


આંતરરાષ્ટ્રીય નેટવર્ક સાથે સંપર્ક હોવાનો પર્દાફાશ

છત્રપતિ સંભાજી નગરમાં મોડયુલ પકડાયું હતું, સ્થાનિક યુવાનોને આતંકી પ્રવૃત્તિ માટે ભરતી કરવાનો કારસો

મુંબઈ :  છત્રપતિ સંભાજીનગરમાં પકડાયેલું આઈએસઆઈએસ  ટેરર મોડયુલમાં લિબિયન નાગરિક સહિત બે આરોપીના નામ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ)એ વિશેષ કોર્ટમાં દાખલ કરેલા આરોપનામામાં સામેલ છે.

ફેબુ્રઆરી ૨૦૨૪માં પકડાયેલા મહારાષ્ટ્રના એમ. ઝોહેબ ખાન અને લિબિયાના એમ. શોએબ ખાન મુખ્ય કાવતરાખોર હોવાનું જણાવાયું છે. આઈએસ  ગ્લોબલ નેટવર્ક સાથે છત્રપતિ સંભાજીનગરના મોડયુલ સાથે તેમનો સંપર્ક હતો.ઝોએબને શોએબે ભરતી કરેલો અને આઈએસ ના ભારત વિરોધી પ્રવૃત્તિઓને પ્રોમટ કરવા કાવતરું ઘડયું હતું. દેશના સંવેદનશીલ વિસ્તારોમાં આતંકી હુમલા કરવા નવયુવાનોની ભરતી કરવાની પ્રવૃત્તિ થતી હતી.

એનઆઈએ વિશેષ કોર્ટમાં દાખલ કરાયેલા આરોપનામામાં આઈએસ ઓપરેટિવના મારાઓન વિદેશી  કાવતરું  છતું થયું છે. ઝોએબ અને શોએબને સંડોવતી ભારત વિરોધી પ્રવૃત્તિઓ એનઆઈએની તપાસમાં છતી થઈ જ છે. ભારતમાં શ્રેણીબદ્ધ હુમલા કરાવ્યા બાદ બંનેએ તુર્કી અથવા અફઘાનિસ્તાન નાસી જવાનો પ્લાન કર્યો હોવાનું તપાસમાં જણાયું છે.

હિંસા ફેલાવવા વેબસાઈટ તૈયાર કરવામાં સંકળાયેલા હતા. તેના મારફત તેઓ વિશ્વભરના યુવાનોની ભરતી કરવાની યોજના કરી રહ્યા હતા. તપાસમાં બંને જણે પહેલેથી માઈન્ડ વોશ કરીને આઇસિસની દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં નવયુવાનોને સામેલ કરવા  વોટ્સએપ ગુ્રપ બનાવ્યું હતું અને છત્રપતિ સંભાજીનગરના સભ્યો તરીકે ૫૦ યુવાનો જોડાયા હતા. આતંકી હુમલા માટે વિસ્ફોટકોનું ઉત્પાદન અને આઈઈડી તૈયાર કરવા સંબંધી વિડિયોની આપલે કરી રહ્યા હતા. તેમના એજેન્ડાનું વિસ્તૃત ટાઈમટેબલ તૈયાર કર્યું હતું, જેમાં  પ્લાનિંગ, તૈયારી અને આતંકી હુમલા કરવા અને ત્યાર બાદ ફોલોઅપ એક્શનનો સમાવેશ થતો હતો.



Google NewsGoogle News