સીબીઆઈ દ્વારા ચંદા કોચરની ધરપકડ ગેરકાયદેસર હતીઃ હાઈકોર્ટ

Updated: Feb 7th, 2024


Google NewsGoogle News
સીબીઆઈ દ્વારા ચંદા કોચરની ધરપકડ ગેરકાયદેસર હતીઃ હાઈકોર્ટ 1 - image


ધરપકડને પડકારતી અરજી હાઈકોર્ટે માન્ય રાખી

અગાઉ વચગાળાના જામીન આપતી વખતે ધરપકડ ગેરકાયદે ગણાવાઈ હતી, તે આદેશને અદાલતે બહાલ કર્યો

મુંબઈ : આઈસીસઆઈસીઆઈ બેન્કના ભૂતપૂર્વ ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અને મેનેજિંગ ડિરેક્ટર (એમડી) ચંદા કોચરે વિડિયો કોન ગુ્રપની કેટલીક કંપનીઓને આપેલી લોનમા ંકથિત ગેરરીતિના આરોપ સંબંધે સીબીઆઈએ કરેલી ધરપકડને પડકારીને કરેલી અરજીને બોમ્બે હાઈ કોર્ટે માન્ય કરી છે.

ન્યા. અનુજા પ્રભુદેસાઈ અને ન્યા. બોરકરની બેન્ચે ૯ જાન્યુઆરી ૨૦૨૩ના રોજ અગાઉ આપેલા આદેશને બહાલી આપી હતી. આદેશમાં કોચરને વચગાળાના જામીન આપીને ધરપકડ ગેરકાયદે ગણાવાઈ હતી.

વિડિયોકોન ગુ્રપને લોન આપવામાં ગેરરીતિ આચરવાના આરોપસર સીબીઆઈએ ધરપકડ કરેલા આઈસીઆઈસીઆઈ બેન્કના ભૂતપૂર્વ મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (સીઈઓ) ચંદા કોચર અને તેમના પતિ દીપક કોચરને જામીન મંજૂર કરીને તેમની ધરપકડ ગેરકાયદે હોવાનું બોમ્બે હાઈ કોર્ટ  આદેશમાં જણાવ્યું હતું. 

એ વખતે બેન્ચે જણાવ્યું હતું કે હકીકતને ધ્યાનમાં રાખતાં અરજદારની ધરપકડ કાયદાની જોગવાઈ અનુસાર થઈ નથી. કોર્ટે એમ પણ નોંધ્યું હતું કે ગુનો કબૂલ કરવાનો ઈનકાર કરવો એને તપાસમાં સહકાર નથી આપ્યો એમ કહી શકાય નહીં. 

વિડિયોકોન-આઈસીઆઈસીઆઈ બેન્ક લોન પ્રકરણે સીબીઆઈએ ૨૫ ડિસેમ્બરે  કોચરની ધરપકડ  કરી હતી.  કોચરે તેમના પુત્રના આ મહિનામા ંલગ્ન હોવાથી વચગાળાની રાહત માગી હતી. જોકે ગત સુનાવણીમા ંકોર્ટે જણાવ્યું હતું કે અરજદારના પુત્રના લગ્ન હોવાની બાબતે અમે ધ્યાનમાં નથી લઈ રહ્યા અને કેસની યાગ્યતાને પણ ધ્યાનમાં નથી લઈ રહ્યા. માત્ર ધરપકડ ગેરકાયદે છે કે નહીં એ મુદ્દે અમે ચકાસી રહ્યા છીએ.

સુનાવણી દરમ્યાન ચંદા કોચરના વકિલે જણાવ્યુંહતંંુ કે સીબીઆઈની કાર્યવાહી જોહુકમી હતી અને ગેરકાયદે હતી કેમ કે ફઓજદારી દંડ સંહિતાની કલમ ૪૬(એ)નું પાલન કર્યા વિના ધરપકડ કરાઈ હતી. ધરપકડ સમયે કોઈ મહિલા પોલીસ અધિકારી હાજર નહોતી. ચંદાના ધરપકડના મેમોમાં કોઈ મહિલા પોલીસ અધિકારીનું નામ નહોતું.

સીબીઆઈએ આ બાબતે દલીલ કરી હતી કે વાઈટ કોલર ક્રાઈમ હોવાથી તેમને હાથકડી પહેરાવીને નથી લઈ જવાયા આથી કોઈ સ્પર્શ કરાયો નથી. ચંદાના વકિલે જવાબમાં જણાવ્યું હતું કે ધરપકડ સ્પર્શ કરવાથી થાય છે.

સીબીઆઈએ અરજીનો ભારે વિરોધ કરીને જણાવ્યું હતું કે તેમની પૂછપરછ મહત્ત્વના તબક્કે છે અને ટૂંક સમયમાં આરોપનામું દાખલ થઈ શકે છે. કોચરે દલીલ કરી હતી કે ઈડીનો કેસ પણ સીબીઆઈના મુદ્દા પર જ  છે અને ઈડીએ ચંદાની ક્યારેય ધરપકડ કરી નથી અને દીપકને પણ જામીન આપી દેવાયા છે. બંને જણે ઈડી સાથે સીબીઆઈની જેમ જ સહકાર આપ્યો હતો.



Google NewsGoogle News