કાંદાના ભાવ કાબૂમાં લાવવા કેન્દ્રએ બફર સ્ટોક છૂટો કર્યો

Updated: Oct 28th, 2023


Google NewsGoogle News
કાંદાના ભાવ કાબૂમાં લાવવા કેન્દ્રએ બફર સ્ટોક છૂટો કર્યો 1 - image


25 રૃપિયે કિલો કાંદાનું વેચાણ

મુંબઇ :  કાંદાના ભાવમાં અચાનક વધારો થયો છે. આ વધારાને અટકાવવા કેન્દ્ર સરકાર ખાસ પગલા લીધા છે. જેમાં બફર સ્ટોકમાંથી (અનામત જથ્થા) કાંદા વેચાણ માટે કાઢતા દેશભરના શહેરોમાં કાંદા ૨૫ રૃપિયા કિલો આપવાનો નિર્ણય લેવાયો છે.

ગ્રાહક વિષયક મંત્રાલયે પ્રસિદ્ધ કરેલા આંકડા અનુસાર દેશભરમાં કાંદાની સરેરાશ કિંમત ૪૭ રૃપિયા પ્રતિ કિલો થયો છે. વર્ષ પહેલા આ સમયમાં કાંદાનો દર ૩૦ રૃપિયા પ્રતિ કિલો હતો.

હકીકતમાં કેન્દ્ર સરકાર દ્વારા ઓગસ્ટ મહિનાથી કાંદા બફર સ્ટોકમાંથી લેવાય છે. આથી તેની કિંમતમાં વધારો રોકવા અને ગ્રાહકોને રાહત આપવા માટે રિટેલમાં વેચાણમાં વધારા કરાયો છે.

મંત્રાલયે આપેલી માહિતી અનુસાર રાજ્યમાં કિંમત વધતી જતી રોકવા માટે બફર સ્ટોકમાંથી ૧.૭ લાખ ટન કાંદા આપવામાં આવ્યા છે.



Google NewsGoogle News