મહાદેવ એપના પ્રમોટર્સની થાઈલેન્ડ પાર્ટીમાં હાજર સેલિબ્રિટીઓ પણ ફસાશે

Updated: Oct 9th, 2023


Google NewsGoogle News
મહાદેવ એપના પ્રમોટર્સની થાઈલેન્ડ પાર્ટીમાં હાજર સેલિબ્રિટીઓ પણ ફસાશે 1 - image


યુએઈ બાદ થાઈલેન્ડ પાર્ટીની વીડિયો બહાર આવ્યો

કેટલાક ટોચના સોશિયલ મીડિયા ઈન્ફ્લુઅન્સર્સ તથા ટીવી કલાકારો હાજર રહ્યા હતા 

મુંબઈ :  મહાદેવ બેટિંગ એપના પ્રમોટરનાં યુએઈ ખાતે થયેલાં લગ્નમાં હાજર રહેનારા તથા તેમની વિવિધ એપને પ્રમોટ કરનારા બોલીવૂડ સેલિબ્રિટીઓ સામે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની તપાસ ચાલુ થઈ છે. હવે આ પ્રમોટર્સ દ્વારા થાઈલેન્ડમાં પણ યોજાયેલી એક હાઈ પ્રોફાઈલ પાર્ટીનો વીડિયો બહાર આવ્યો છે. આ વીડિયોના આધારે વધારે કેટલાક સેલિબ્રિટીઓ પણ ઈડીની તપાસના સકંજામાં ફસાય તેમ મનાય છે. 

થાઈલેન્ડમાં આ વર્ષની શરુઆતમાં જ યોજાયેલી પાર્ટીમાં આશરે ૫૦ જેટલા સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર્સ પણ હાજર હતા. બિગ બોસની સ્પર્ધક રહી ચૂકેલી મનીષા રાણી પણ આ પાર્ટીમાં હાજર હોવાનું કહેવાય છે. 

અગાઉ ઈડી દ્વારા રણબીર કપૂર, શ્રદ્ધા કપૂર, કપિલ શર્મા, હુમા કુરેશી, હિના ખાન સહિતની બોલીવૂડ હસ્તીઓને સમન્સ અપાઈ ચૂક્યા છે. આ ઉપરાંત ટાઈગર શ્રોફ, સની લિઓની, નેહા કક્કડ, વિશાલ દદલાની, રાહત ફતેહ અલી ખાન,  સંજય દત્ત,  સુનિલ શેટ્ટી, મલાઈકા અરોરા, સારા અલી ખાન, રશ્મિકા મંદાના, સોનાક્ષી સિંહા, નોરા ફતેહી, મૌની રોય, દીપ્તિ સાધવાની, સોનુ સુદ, હાર્ડી   સંધુ, સુનિલ ગ્રોવર , ગુરુ રંધાવા, સુખવિંદર સિંહ, , નુસરત ભરુચા, ડીજે ચેતસ, અમિત ત્રિવેદી, આફતાબ   શિવદાસાની, ડેઝી શાહ, ઉર્વશી રૌતેલા, નેહા શર્મા, ઈશિતા રાજ, શમિતા શેટ્ટી,  પ્રીતિ જાંગિયાની, સ્નેહા ઉલ્લા, સોનાલી સહગલ, ઇશિતા દત્તા સુધી પણ તપાસનો રેલો લંબાય તેવી શક્યતા છે. 

ઈડી મહાદેવ એપના સૌરભ ચંદ્રાકર અને રવિ ઉપ્પલનાકરોડોના શંકાસ્પદ વ્યવહારોની  તપાસ કરી રહી છે. તેમની ૪૧૩ કરોડની સંપત્તિ જપ્ત કરવામાં આવી ચુકી છે.  સૌરભ ચંદ્રાકરના લગ્ન યુએઈમાં યોજાયાં હતાં. તેમાં આ બોલીવૂડ હસ્તીઓને અપીયરન્સ માટે બોલાવાઈ હતી. અપીયરન્સ ફી પેટે તેમને જંગી ફી ચૂકવાઈ હતી. ઈડીને શંકા છે કે આ પાર્ટીનાં સમગ્ર આયોજન  માટે  રોકડમાં વ્યવહારો થયા હતા.



Google NewsGoogle News