બ્રાન્ડ એમ્બેસેડર હોવાના રિયાના દાવાની સીબીઆઈ દ્વારા ચકાસણી
રિયાની દુબઈ જવાની અરજીનો વિરોધ
રિયાને ખરેખર પ્રમોશન માટે દુબઈ જવું જરુરી છે કે કેમ તે સીબીઆઈએ કંપનીને પૂછાવ્યું
મુંબઈ : અભિનેત્રી રિયા ચક્રવર્તીએ જે કંપની માટે દુબઈ જવાની પરવાનગી માગી છે અ ેકંપનીમાં તે હવે બ્રાન્ડ એમ્બેસેડર નહોવાનું સીબીઆઈએ બોમ્બે હાઈ કોર્ટને જણાવ્યું હતું. સીબીઆઈના વકિલે કોર્ટને જણાવ્યું હતું કે તેઓ કંપની પાસેથી આ વાતની ચકાસણી કરી રહ્યા છે અને કંપનીના જવાબની રાહ જોઈ રહ્યા છે. રિયાએ બ્રાન્ડ પ્રમોશન માટે દુબઈ જવાની પરવાનગી માગી છે. જોકે, સીબીઆઈ આ અરજીનો વિરોધ કરી રહી છે.
રિયાના વકિલે વેકેશન બેન્ચ સમક્ષ અરજી કરવાની પરવાનગી માગી હતી. કોર્ટે તેને વેકેશન બેન્ચ સમક્ષ જવાની પરવાનગી આપીને ૨૬ ડિસેમ્બરે કેસ લિસ્ટ કરવાનો નિર્દેશ આપ્યો હતો.
રિયાએ હાઈ કોર્ટમાં અરજી કરીને પોતાની સામે જારી કરાયેલી લુક આઉટ નોટિસ સસ્પેન્ડ કરવાની દાદ માગી હતી.
અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ સંબંધે સીબીઆઈ રિયાની તપાસ કરી રહી છે. સિંહને ડ્રગ આપીને આત્મહત્યા માટે પ્રેરીત કર્યાનો સિંહના પિતાએ આરોપ કર્યો હતો. તેની તપાસ સીબીઆઈ કરી રહી છે.
સીબીઆઈએ અરજીનો વિરોધ કરીને દલીલ કરી હતી કે પટણામાં એફઆઈઆર નોંધાઈ છે અને દિલ્હી સીબીઆઈ તપાસ કરી રહી હોવાથી બોમ્બે હાઈ કોર્ટ તેને રાહત આપી શકે નહીં.