1060 કરોડના ઈઝી ગો લોન કૌભાંડમાં સીબીઆઈ રાણા કપૂરની પૂછપરછ કરશે
તળોજા જેલતંત્રેને યસ બેન્કના સ્થાપકનું નિવેદન નોંધવા દેવા આદેશ
ઈઝી ગો સહિત સમગ્ર કોક્સ એન્ડ કિંગ જૂથની નબળી હાલત છતાં રાણા કપૂરે લોનની લ્હાણી કરીઃ બાદમાં આ રકમ ડૂબી ગઈ
મુંબઈ : સીબીઆઈયસ બેન્કના સ્થાપક રાણા કપૂરની ઈઝી ગા વન ે ટ્રાવેલ એન્ડ ટૂર્સ લિમિટેડને લોન આપવાના કૌભાડમાં પૂછપરછ કરશે. અહીંની એક સ્થાનિક અદાલતે સીબીઆઈને આ માટે મંજૂરી આપી દીધી છે.
યસ બેન્કનો એમડી અને સીઈઓ રહી ચૂકેલો ૬૫ વર્ષીય રાણા કપૂર હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે અને તે તળોજા જેલમાં જેલવાસ ભોગવી રહ્યો છે. આ પહેલાં ગત માર્ચ ૨૦૨૦માં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા બેન્કમાં ગોટાળાને સંબંધિત મની લોન્ડરિંગના એક કેસમાં તેની ધરપકડ કરવામાં આવી હતી.
સીબીઆઈએ એડિશનલ સેશન્સ જજ બી.ડી. શેલ્કેને જણાવ્યું હતું કે યસ બેન્ક દ્વારા ૨૦૨૦ના ઓક્ટોબર માસમાં ઈઝી ગો વન ટ્રાવેલને લોન આપવા સંબંધિત ફરિયાદ નોંધાવવામાં આવી છે. તે સંદર્ભમાં તે રાણા કપૂરની પૂછપરછ કરવા માગે છે.
સીબીઆઈ વતી સ્પેશ્યલ પબ્લિક પ્રોસિક્યુટર આશિશ બિલગૈયાને જણાવ્યું હતું કે સીબીઆઈની તપાસ દરમિયાન બેન્કના તત્કાલીન એમડી અને સીઈઓ તરીકે આ લોન કૌભાંડમાં રાણા કપૂરની ગુન્હાઈત સંડોવણી જણાઈ છે.
કોક્સ એન્ડ કિંગ કંપનીની ભગિની કંપની ઈઝી ગો વન ટ્રાવેલ્સની આર્થિક હાલત નબળી હતી તેમ છતા ંપણ રાણા કપૂરના કહેવાથી બેન્ક દ્વારા આ કંપનીને ૧૦૬૦ કરોડની લોન આપી દેવામાં આવી હતી.
બાદમાં આ કંપની લોન ચૂકવી શકી ન હતી અને ડિફોલ્ટ થઈ હતી. તેના પ્રમોટર્સ પણ પર્સનલ ગેરન્ટી પૂરી કરવામાં નિષ્ફળ રહ્યા હતા એમ સીબીઆઈએ અદાલતને જણાવ્યું હતું.
રાણા કપૂરે પોતાના હોદ્દાનો દુરુપયોગ કરી બેન્કના અધિકારીઓને ઈઝી ગા વન ે ટ્રાવેલને કોઈ જાતની વધારાની જામીનગીરી વિના વધુ ૩૫૦ કરોડ રુપિયાની શોર્ટ ટર્મ લોન ચૂકવવા જણાવ્યુ ંહતું.
કોક્સ એન્ડ કિંગ ગૂ્રપની આર્થિક હાલત માઠી છે તેવું સ્પષ્ટ થઈ રહ્યું હતું અને ઈઝી ગો વન ટ્રાવેલ તો એક સ્ટાર્ટ અપ જ હતું તેમ છતાં પણ રાણા કપૂરે ઈઝી ગા વન ે ટ્રાવેલને સતત લોન મંજૂર કરવાનું ચાલુ રાખ્યું હતું. આ સંદર્ભમાં રાણા કપૂરની પૂછપરછ કરવાનું જરુરી બન્યું છે એમ સીબીઆઈએ કોર્ટને જણાવ્યું હતું.
અદાલતે સીબીઆઈની અરજી બહાલ રાખી હતી અને તલોજા જેલના સુપ્રિન્ટેન્ડેન્ટને સીબીઆઈની ટીમને જેલમાં રાણા કપૂરને મળવા દેવા તથા તેનું નિવેદન નોંધવા દેવાની મંજૂરી આપવા માટે આદેશ આપ્યો હતો. સીબીઆઈએ રાણા કપૂરની પૂછપરછ તથા નિવેદન લેવાની કાર્યવાહીનું ઓડિયો અને વીડિયો રેકોર્ડિંગ કરવાનું રહેશે એમ અદાલતે જણાવ્યું હતું.