ટોચની પર્યાવરણ સંસ્થા નીરીમાં કરોડોના કૌભાંડ અંગે સીબીઆઈના દરોડા
ખાનગી કંપનીઓની મીલીભગતમાં કરોડોની ઉચાપત
ભૂતપૂર્વ વડા તથા ટોચના વિજ્ઞાનીઓ સામે અલગ અલગ ત્રણ કેસઃ નીરીનાં નાગપુર હેડકવાર્ટર ઉપરાંત મહારાષ્ટ્ર, હરિયાણા, બિહાર અને દિલ્હીમાં 17 સ્થળોએ સર્ચ
મુંબઇ : દેશની ટોચની પર્યાવરણીય સંશોધન સંસ્થા નેશનલ એનવાયર્નમેન્ટલ એન્જિનિયરિંગ રિસર્ચ ઈન્સ્ટિટયૂટ( નીરી)ના તત્કાલીન વડા સહિત ટોચના વિજ્ઞાનીઓ દ્વારા કથિત રીતે આચરાયેલાં કૌભાંડના સંદર્ભમાં સીબીઆઈએ અલગ અલગ ત્રણ એફઆઈઆર દાખલ કરી નીરી તથા અન્ય ખાનગી કંપનીઓને ત્યાં દરોડાની કાર્યવાહી શરુ કરી છે. નીરી એ કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઈન્ડસ્ટ્રિયલ રિસર્ય સંલગ્ન દેશની ટોચની સંસ્થા છે. સીએસઆઈઆરના ચીફ વિજિલન્સ ઓફિસરે જ સીબીઆઈને નીરીના તત્કાલીન વડા સહિત ટોચના વિજ્ઞાનીઓ સામે જદા જુદા પ્રોજેક્ટસ માટે સંસાધનોની ખરી ીમાં કૌભાંડના આક્ષેપો કરતી એફઆઈઆર આપી છે.
સીબીઆઇએ નોંધેલા આ કેસના આરોપીઓમાં પાંચ જાહેર સેવકો જેમા તત્કાલિન વૈજ્ઞાાનિક અને વડા, ડાયરેક્ટર રિસર્ચ સેલ, તત્કાલિન પ્રિન્સિપલ સાયન્ટિસ્ટ, સિનિયર પ્રિન્સિપાલ સાયન્ટિસ્ટ અને દિલ્હી ઝોનલ સેન્ટરના સાયન્ટિસ્ટ ફેલો અને સિનિયર સાયન્ટિસ્ટનો સમાવેશ થાય છે. આ તમામ જાહેર સેવકો સીએસઆઇઆર- નીરીના નાગપુર, નવી મુંબઇ, થાણે વર્ષ ૨૦૧૮ અને ૨૦૨૧ વચ્ચે આરોપીઓએ કરોડોની ઉચાપત કરી હોવા અંગે વૈજ્ઞાાનિક વર્તુળોમાં ચર્ચા છે.
સીબીઆઇના ૧૨ કર્મચારીઓએ સવારે ૭ વાગ્યાથી નીરીના નાગપુરના હેડક્વાર્ટરમાં સર્ચ ઓપરેશન હાથ ધરી ફાઇલોની તપાસ આદરી હતી. સીબીઆઇએ આ સાથે જ આ કૌભાંડના સંબંધમાં હરિયાણા, બિહાર, દિલ્હી અને મુંબઇ સહિત સમગ્ર ભારતમાં ૧૭ સ્થળોએ એક સાથે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ કૌભાંડમાં અમૂક ખાનગી કંપનીની પણ ભૂમિકા હોવાથી સીબીઆઇએ નવી મુંબઇ, થાણે, પવઇ (મુંબઇ) પ્રભાદેવી (મુંબઇ)માં છ પ્રાઇવેટ ફર્મ અને એક અજાણી ફર્મ પર પણ કેસ કર્યો છે. સીબીઆઇએ હાથ ધરેલ સર્ચ ઓપરેશનમાં ગુનાહિત દસ્તાવેજો, સંમતિ સંબંધિત દસ્તાવેજો અને ઘરેણા આદિ જપ્ત કર્યા હોવાનું જાણવા મળ્યું છે.
સીબીઆઇએ પ્રથમ કેસ રાકેશકુમાર, તત્કાલિન નિયામક સીએસઆઇઆર નીરી (નાગપુર) ડો. અત્યાકપલે તત્કાલિન વરિષ્ઠ વૈજ્ઞાાનિક અને વડા રિસર્ચ સેલ અને મેસર્સ અલકનંદા ટેક્નોલોજી પ્રા.લિ સામે કેસ નોંધ્યો છે. આ ઉપરાંત નવી મુંબઇ, થાણે અને પવઇની ખાનગી કંપનીનો પણ આમા સમાવેશ થાય છે. એવો આરોપ કરવામાં આવે છે કે આરોપી જાહેર સેવકોએ ખાનગી કંપનીઓ સાથે મળી ગુનાહિત કાવતરું ઘડયું હતું, જેના અનુચિત લાભના બદલમાં કાર્ટિલાઇઝેશન અને સંલગ્ન બિડિંગ, ટેન્ડરો/ કામોનું વિભાજન સહિત નવી મુંબઇ સ્થિત ખાનગી પેઢીને મોટાભાગના ટેન્ડરોનું કામ આપવામાં આવ્યું હતું.
બીજો કેસ સીએસઆઇઆર- નીરીના તત્કાલિન નિયામક ડો. રાકેશ કુમાર, ડો. રિતેશ વિજય, તત્કાલિન પ્રિન્સિપાલ સાયન્ટિસ્ટ સીએસઆઇઆર મીરી, મુંબઈના પ્રભાદેવીની મેસર્સ વેસ્ટ ટુ એનર્જી એન્ડ ટેક્નોલોજી કાઉન્સિલ ઇન્ડિયા સામે નોંધવામાં આવ્યો છે. એવો આરોપ કરવામાં આવ્યો છે કે આરોપીઓએ ખાનગી પેઢી સાથેના ગુનાહિત કાવતરામાં આરોપી જાહેર સેવકોએ વર્ષ ૨૦૧૮-૨૦૧૯માંના સમયગાળામાં ઉક્ત ખાનગી પેઢી માટે અયોગ્ય લાભ મેળવવા સત્તાવાર હોદ્દાનો દુરુપયોગ કર્યો હતો.
ત્રીજી એફઆઇઆર ડો. સુનિલ ગુલિયા, દિલ્હી ઝોનલ સેન્ટર નીરીના તત્કાલિન વૈજ્ઞાાનિક ફેલો અને બાદમાં સિનિયર સાયન્ટિસ્ટ, ડો. સંજીવકુમાર હગોયલ તત્કાલિન વરિષ્ઠ સાયન્ટિસ્ટ સામે નોંધવામાં આવી છે.