રેલવે પેપર લીકમાં મુંબઈ, સુરત, નવસારી, અમરેલીમાં સીબીઆઈના દરોડા
રેલવે
કર્મચારીઓ તથા ખાનગી એજન્સી સામે ગુનો દાખલ
જીડીસીઈ
પરીક્ષાના પેપર તથા આન્સર કી પૈસા લઈ આપી દેવાયાં હતાં : સુરતની હોટલમાં
પરીક્ષાર્થીઓને અગાઉથી હાર્ડકોપી મળી ગઇ હતી
મુંબઇ :
રેલવેની જનરલ ડિપાર્ટમેન્ટલ કોમ્પિટિટિવ પરીક્ષા ( જીડીસીઈ)નું
પેપર ફૂટી જવાના બે વર્ષ પહેલાંના કેસમાં
સીબીઆઈએ હવે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે અને મુંબઈ ઉપરાતં ગુજરાતના સુરત,
અમરેલી તથા નવસારી ઉપરાંત બિહારના બક્સર સહિતના ૧૨ સ્થળોએ દરોડા
પાડયા છે. મુંબઈ અને મધ્યપ્રદેશના ઈન્દોર ઉપરાંત ગુજરાતના અમદાવાદ, વડોદરા, સુરત તથા રાજકોટમાં પણ આ પરીક્ષા લેવાઈ હતી.
પરીક્ષાનું સંચાલન કરનારી એજન્સી એપ્ટેકના કર્મચારીઓ તથા રેલવે કર્મચારીઓએ
સાંઠગાંઠ રચી કેટલાક પરીક્ષાર્થી પાસેથી ઊંચી રકમ વસૂલી તેમને પ્રશ્ન પત્ર તથા
આન્સર કી પહોંચાડી દીધાં હોવાનો આરોપ છે.
પશ્ચિમ
રેલવેના મુંબઈ ડિવિઝનના વિજિલન્સ રિપોર્ટ બાદ સિનિયર ડેપ્યુટી જનરલ મેનેજર નરેશ લાલવાણીએ
ગત તા. ૩૦મી ડિસેમ્બરે સીબીઆઈને આ કૌભાંડ અંગે ફરિયાદ આપી હતી.
ફરિયાદમાં
જણાવ્યા અનુસાર કેટલાક પરીક્ષાર્થીઓને પરીક્ષાના આગલા દિવસે જ વ્હોટસ એપ પર પ્રશ્ન
પત્ર તથા આન્સર કી મોકલી દેવાયાં હતાં.
સુરતમાં તો એક હોટલમાં પરીક્ષાર્થીઓને પ્રશ્નપત્રની હાર્ડકોપી પણ આપી દેવાઈ
હતી. આ વિદ્યાર્થીઓને ગેરકાયદેસર રીતે એક
ફેક પોર્ટલ મારફતે એડવાન્સમાં રિઝલ્ટ પણ મોકલી દેવાયાં હતાં. રેલવે રિક્રુટમેન્ટ
બોર્ડ દ્વારા પરિણામ જાહેર થાય તે પહેલાં આ પરીક્ષાર્થીઓને પરિણામ મળી ગયાં હતાં.
સીઆરપીએફની
૫૧મી બટાલિયનના એક હેડ કોસ્ટેબલ તથા ૧૦ રેલવે કર્મચારી સહિત ૧૫ લોકોને ફરિયાદમાં આરોપી
તરીકે દર્શાવાયા છે. તેમાં રેલેવના કેટલાક
કર્મચારી તથા પરીક્ષા સંચાલનનો કોન્ટ્રાક્ટ મેળવનારી મુંબઈ ખાનગી કોમ્પ્યુટર
કંપની એપ્ટેકના કર્મચારીઓનો પણ સમાવેશ થાય છે.
બાદમાં
રેલવે વિજિલન્સ દ્વારા તપાસ થઈ ત્યારે કેટલાય વિદ્યાર્થીોએ વિજિલન્સ ટીમ સમક્ષ કબૂલ્યું હતું કે તેમણે એડવાન્સમાં પેપર મેળવવા
માટે જંગી રકમની લાંચ આપી હતી. સીબીઆઈ હવે
આ તમામ પરીક્ષાર્થીના નિવેદન નોંધશે.
આ પરીક્ષા રેલવેમાં જુનિયર ક્લાર્ક-કમ-ટાઇપિસ્ટ
અને તાલીમ મેળવેલા ક્લાર્ક જેઓ નોન ટેક્નિકલ- પોપ્યુલર કેટેગરી (એનટીપીસી) (બિન સ્નાતક) હેઠળ આવે છે.
તેમની ભરતી માટે યોજાઇ હતી. જેમાં ૮,૬૦૩ પરીક્ષાથી એ ે મુંબઇ, અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત અને
ઇન્દોરથી ૨૦૨૧ ત્રીજી જાન્યુઆરીએ આ પરીક્ષા આપી હતી. છ શહેરોનાં કુલ
૨૮ કેન્દ્રો પર પરીક્ષા યોજાઈ હતી.