સેન્સર બોર્ડમાં ભ્રષ્ટાચારના કેસમાં સીબીઆઈના દરોડાઃ ગુનો દાખલ

Updated: Oct 6th, 2023


Google NewsGoogle News
સેન્સર બોર્ડમાં ભ્રષ્ટાચારના કેસમાં સીબીઆઈના દરોડાઃ ગુનો દાખલ 1 - image


માર્ક એન્ટની ફિલ્મનાં હિંદી વર્ઝનને સર્ટિ.  માટે લાખો ચૂકવાયાનો આક્ષેપ

સેન્સરના પદાધિકારીઓ તથા અન્યો સામે કેસ દાખલ કરી ચાર સ્થળે દરોડામાં દસ્તાવેજો જપ્ત કરાયાઃ  બોર્ડે વચેટિયાઓ પર દોષનો ટોપલો ઢોળ્યો 

મુંબઈ :  એક્ટર વિશાલેફિલ્મ 'માર્ક એન્ટની' ફિલ્મનાં હિન્દી વર્ઝન માટે પોતે સેન્સર બોર્ડમાં ૬.૫ લાખ રુપિયા ખવડાવવા પડયા હોવાનો આક્ષેપ કર્યા બાદ સેન્સર બોર્ડમાં ભ્રષ્ટાચાર મુદ્દે સીબીઆઈએ કેસ દાખલ કર્યો છે. સીબીઆઈએ આ કેસમાં આરોપીઓનાં ચાર સ્થળોએ દરોડા પાડી વાંધાજનક દસ્તાવેજો પણ કબજે કર્યા છે. 

ા કેસમાં સેન્સર બોર્ડના પદાધિકારીઓ ઉપરાંત કેટલાક અજાણ્યા ખાનગી વ્યક્તિઓને આરોપી તરીકે દર્શાવવામાં આવ્યા છે. સીબીઆઈની એફઆઈઆરમાં મર્લિન મેનાગા, જીજા રામદાસ અને રાજન એમ નામના વ્યક્તિઓને આરોપી તરીકે દર્શાવાયા છે. 

સીબીઆઈએ એક યાદીમાં જણાવ્યું હતું કે હિંદીમાં ડબ કરાયેલી એક ફિલ્મનાં સેન્સર સર્ટિફિકેટ માટે મુંબઈ ખાતેની સેન્ટ્રલ બોર્ડ ઓફ  ફિલ્મ સર્ટિફિકેશન ના અધિકારીઓને આશરે સાત લાખની લાંચ આપવા માટે એક ખાનગી વ્યક્તિઓ તથા અન્યોએ કાવતરુ ંઘડયું હોવાનો આક્ષેપ છે. 

મર્લિને સેન્સરના અધિકારીઓ તથા અન્યો વતી વિશાલ સાથે વાતચીત માટે મળતિયા તરીકે કામ કર્યું હતું. સેન્સર બોર્ડનું સર્ટિફિકેટ આપવા માટે અધિકારીઓને લાંચ આપવા માટે શરુઆતમાં સાત લાખ રુપિયા માગ્યા હતા. બાદમાં રકઝક થયા પછી સાડા છ લાખમાં સોદો નક્કી થયો હતો. આ મહિલાએ સેન્સર બોર્ડના અધિકારીઓ વતી ૬.૫૪ લાખ રુપિયાની લાંચ સ્વીકારી હતી. આ  નાણાં અન્ય બે ખાનગી વ્યક્તિનાં ખાતાંમાં જમાં થયાં હતાં. 

સીબીઆઈના આરોપ અનુસાર આરોપી મહિલાએ એક કંપનીના ખાતામાંથી  ૨૦ હજાર રુપિયા મેળવ્યા હતા. 

સીબીઆઈએ આરોપીઓનાં ચાર સ્થળોએ દરોડા પાડયા હતા અને કેટલાક વાંધાજનક દસ્તાવેજો પણ કબ્જે કર્યા હતા. 

વિશાલે  સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કરી આક્ષેપ કર્યો હતો કે પોતે સેન્સર સર્ટિફિકેટ માટે ઓનલાઈન અરજી કરી હતી. પરંતુ એક ટેકનિકલ કારણોસર તેમને મુંબઈ સેન્સર બોર્ડની ઓફિસે આવવું પડયું હતું. અહીં સેન્સરના અધિકારીઓએ તેમને જણાવ્યું હતું કે જો તેઓ માગ્યા મુજબની લાંચની રકમ ચૂકવશે તો તેમને તે જ દિવસે સેન્સર સર્ટિફિકેટ મળી જશે. અમારી પાસે આ ઓફર સ્વીકારવા સિવાય કોઈ વિકલ્પ ન હતો કારણ કે અમારે સમયસર ફિલ્મ રીલીઝ કરવી પડે તેમ હતી. 

અમારે આ ફિલ્મનું સેન્સર સ્ક્રિનિંગ થાય તે માટે ત્રણ લાખ આપવાના તથા બાકીના સાડા ત્રણ લાખ રુપિયા સેન્સર સર્ટિફિકેટ મેળવવા માટે આપવાના છે તેવું નક્કી થયું હતું. 

જેઓ રીલીઝ તારીખના ૧૫ દિવસ પહેલાં સેન્સર સર્ટિફિકેટ માટે ફિલ્મ સબમીટ કરે તેમણે ચાર લાખ રુપિયા ચૂકવવા પડે એવો  સામાન્ય વહેવાર છે એમ પણ વિશાલને જણાવાયું હતું. 

કેન્દ્ર સરકારનાં માહિતી પ્રસારણ મંત્રાલયે આ આક્ષેપોની ગંભીર નોંધ લઈ તપાસના આદેશો આપ્યા હતા. બાદમા ંસેન્સર બોર્ડે તેના બચાવમાં કહ્યું હતું કે સેન્સર સર્ટિફિકેટ મેળવવાની તમામ વિધિ ઓનલાઈન છે. તેણે નિર્માતાઓને કોઈ વચેટિયાઓની જાળમાં નહીં આવવા જણાવ્યું હતું. સેન્સર બોર્ડના વડા પ્રસૂન જોશીએ તમામ રિજિયોનલ ઓફિસના વડાઓની એક બેઠક બોલાવી હતી અને સેન્સર સર્ટિફિકેશનનની સમગ્ર  પ્રક્રિયા વધુ ડિજિટાઈઝ કરવા જણાવ્યુ ંહતું. 

દરમિયાન સેન્સર બોર્ડના ભૂતપૂર્વ વડા પહેલાજ નિહલાણીએ વિશાલના આક્ષેપોને સમર્થન આપતાં કહ્યુ ંહતું કે સેન્સર બોર્ડમાં બેફામ ભ્રષ્ટાચાર ચાલે છે એ હકીકત છે.



Google NewsGoogle News