વિજય માલ્યા સામે સીબીઆઈ કોર્ટે બિનજામીનપાત્ર વોરન્ટ જારી કર્યું
ઈન્ડિયન અવોરસીસ બેન્ક સાથે 180 કરોના ડિફોલ્ટનો કેસ
કિંગફિશર એરલાઈન્સને આપેલી લોન અન્યત્ર વાળવાનો આરોપ, હાલ લંડનમાં વસતા માલ્યાના પ્રત્યાપર્ણની કાર્યવાહી ચાલે છે
મુંબઈ : ઈન્ડિયન ઓવરસીસ બેન્ક (આઈઓબી) સંબંધીત રૃ.૧૮૦ કરોડના ડિફોલ્ટના કેસમાં ભાગેડુ બિઝનેસમેન વિજય માલ્યા સામે વિશેષ કોર્ટે બિનજામીનપાત્ર વોરન્ટ જારી કર્યું છે. ૨૯ જૂને વિશેષ સીબીઆઈ જજ એસપી નાઈક નિમ્બાળકરે વોરન્ટ જારી કર્યું હતું.
જારી થયેલા અન્ય બિનજામીનપાત્ર વોરન્ટ તેમ જ સીબીઆઈની દલીલો અને ભાગેડુ દરજ્જાને ધ્યાનમાં લઈને કોર્ટે નોંધ કરી હતી કે બિઝનેસમેનને કોર્ટમાં હાજર કરવા બિનજામીનપાત્રવોરન્ટ જારી કરવાનો આ યોગ્ય કેસ છે.
હાલ નિષ્ક્રિય કિંગફિશર એરલાઈનના પ્રમોટરે હેતુપુર્વક ચૂકવણી ટાળકીને સરકાર સંચાલિત બેન્ક સાથે રૃ. ૧૮૦ કરોડથી વધુનું નુકસાન કર્યાનો સીબીઆઈએ દાવો કર્યો હતો.
હાલ માલ્યા લંડનમાં છે અને ભારત સરકાર તેના પ્રત્યાર્પણની કાર્યવાહી કરી રહી છે.૨૦૦૭ અને ૨૦૧૨ દરમ્યાન આઈઓબી પાસેથી કિંગફિશર એરલાઈને લીધેલી લોનને અન્યત્ર વાળવા સંબંધી આરોપમાં સીબીઆઈએ નોંધેલા ઠગાઈના કેસ સંબંધે વોરન્ટ જારી કરાયું છે.