મુંબઇમાં શરીરે ચકામા સાથે વિચિત્ર તાવના કેસો વધ્યા

Updated: Oct 24th, 2023


Google NewsGoogle News
મુંબઇમાં શરીરે ચકામા સાથે વિચિત્ર તાવના કેસો વધ્યા 1 - image


ટેસ્ટમાં ડેન્ગ્યુ કે મેલેરિયા કશું પકડાતું નથી

માથાનો દુખાવો તથા આંખો ભારે થઈ જવા સહિતનાં લક્ષણોઃ જોકે, થોડા દિવસો બાદ રાહત થઈ જાય છે 

 મુંબઇ :  મુંબઇમાં કંઇક વિચિત્ર લક્ષણોવાળો તાવ ફેલાયો છે. તબીબી  નિષ્ણાતોના કહેવા  મુજબ દરદીને ૯૯ થી૧૦૨ફેરનહીટ જેટલો તાવ રહે છે. સાથોસાથ દરદીના શરીર પર ચકામાં પણ ઉપસી આવે છે. જોકે  ચાર -પાંચ દિવસ બાદ દરદીને રાહત થઇ જાય છે. 

મુંબઇ મહાનગરપાલિકા  દ્વારો સંચાલિત બીવાયએલ નાયર હોસ્પિટલના તબીબે એવી માહિતી આપી હતી કે દરદીને તાવ સાથે આખા શરીર પર ગુલાબી રંગનાં ચકામાં  પણ ઉપસી આવે છે.દરદીને આંખોમાં ભાર લાગે,માથું સતત દુઃખે, ઉંઘ પણ ન આવે તથા શરીર દુઃખે  વગેરે લક્ષણો પણ જોવા મળે છે. દરદીમાં  આવાં લક્ષણો જોવા  મળતાં હોવાથી તેને ડેન્ગુ,ચીકનગુન્યા,મેલેરિયા  હોવાની પણ શંકા થાય છે. 

તબીબી પરીક્ષણમાં જોકે  દરદીને ડેન્ગુ કે ચીકનગુન્યા કે મેલેરિયાનાં લક્ષણો નથી જણાતાં. વળી,પાંચ -છ દિવસ બાદ દરદીના શરીર પરથી પેલાં ગુલાબી રંગનાં ચકામાં અદ્રશ્ય થઇ જાય છે. દરદીને કોઇ ગંભીર અસર થવાની શક્યતા નથી હોતી.

બીજીબાજુ અમુક તબીબી નિષ્ણાતોએ એવો અભિપ્રાય પણ વ્યક્ત કર્યો હતો કે આવાં લક્ષણો ધરાવતાં  દરદીઓના તબીબી પરીક્ષણના રિપોર્ટમાં તેનાં શ્વેતકણો(વ્હાઇટ બ્લડ સેલ --ડબલ્યુબીસી)ના પ્રમાણમાં થોડોક ઘટાડો થયો હોવાનું, પ્લેટેલેટ્સનું પ્રમાણ પણ સામાન્ય રહેવાનું, રક્તકણો(આર.બી.સી.)માં થોડો વધારો થયો હોવાનું જણાય છે.   



Google NewsGoogle News