Get The App

કંપનીના કો-ફાઉન્ડરો સામે જાતીય સતામણી અને છેતરપિંડીનો ગુનો નોંધાવ્યો

Updated: Apr 26th, 2024


Google NewsGoogle News
કંપનીના કો-ફાઉન્ડરો સામે જાતીય સતામણી અને છેતરપિંડીનો ગુનો નોંધાવ્યો 1 - image


ટેક સ્ટાર્ટ અપ ઝિલિંગોની ભૂતપૂર્વ મહિલા પદાધિકારીએ

કંપનીના કો-ફાઉન્ડર અને સીટીઓ સીઓઓ તરફથી જીવને જોખમ હોવાનો પણ આરોપ કર્યો

મુંબઈ :  ટેક સ્ટાર્ટઅપ કંપનીની એક મહિલા પદાધિકારીએ મંગળવારે કંપનીના કો-ફાઉન્ડર અને ચીફ ટેકનોલોજી ઓફિસર (સીટીઓ) અને ચીફ ઓપરેટિંગ જાતીય સતામણી અને છેતરપિંડીનો આરોપ કરી ફરિયાદ કરી હતી. મહિલા પદાધિકારીની ફરિયાદને આધારે પોલીસે બન્ને સામે એફઆઈઆર નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ફરિયાદીએ આ બન્ને તરફથી જીવને જોખમ હોવાનો પણ આરોપ કર્યો હતો.

મહિલાએ કરેલા આરોપોની ઘટના માર્ચ ૨૦૨૧થી ઓક્ટોબર ૨૦૨૩ દરમિયાન બની હતી. ફરિયાદીને કંપનીમાં ચાલતી આર્થિક અનિયમિતતાને લીધે તેના પદ પરથી હટાવવામાં આવી હતી. મુંબઈના બોરીવલી (ઈ)ના કસ્તુરબા માર્ગ પોલીસ સ્ટેશનમાં આઈપીસીની કલમ ૩૫૪- એ  અને ૩૫૪- ડી હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે. આ કલમ સ્ટોકિંગ અને જાતીય સતામણી બાબતની છે. એફઆઈઆર અનુસાર આરોપીઓએ ફરિયાદીને તેના પદ પર ચાલુ રાખવા માટે અઘટિત માગણી કરી હતી.

ફરિયાદીએ આરોપીઓ સામે ઓનલાઈન અપમાનજનક પોસ્ટસ કરવાનો પણ આરોપ કર્યો હતો. ફરિયાદીએ જણાવ્યું હતું કે તેના જીવને જોખમ હોવાથી પણ તેણે આ એફઆઈઆર નોંધાવી છે. આ સિવાય એફઆઈઆરમાં આરોપીઓ સામે તથ્થો  સામે છેડછાડ કરી જાણી જોઈને મહત્ત્વના દસ્તાવેજ અને જાણકારી છુપાવી કંપનીના રોકાણકારો સામે ફરિયાદીને બદનામ કરવાનો પણ આરોપ મૂક્યો છે.

ફરિયાદીએ એફઆઈઆર નોંધાવવામાં થયેલા વિલંબ બાબતે સિંગાપોરમાં તેને મળેલી નવી નોકરીનું કારણ આવ્યું હતું. પરિણામે તે મુંબઈ આવી ોઓફિશિયલ ફરિયાદ કરી શકી નહીં હોવાનું જણાવ્યું હતું. આરોપીઓએ તેમની સામેના આરોપ ખોટા, તથ્યહીન અને દુર્ભાવના પૂર્ણ હોવાનું માધ્યમોને જણાવ્યું હતું.



Google NewsGoogle News