ખેડૂતો સાથે ઠગાઈના કેસમા પ્રધાન મુશરીફના સીએની આગોતરા જામીન અરજી નકારાયા
કોલ્હાપુર સાકર કારખાનામાં શેર આપવાની લાલચે પૈસા લીધા બાદ ઠગાઈનો કેસ
પ્રધાન અને તેમના પુત્રોએ ખેડૂતોની ઠગાઈ કર્યાની કોર્ટની નોંધ
મુંબઈ : મહારાષ્ટ્રના પ્રધાન હસન મુશરીફ અને તેમના પુત્રોએ ખેડૂતોની ઠગાઈ કરી હોવાનું નિરીક્ષણ પીએમએલએ કોર્ટે કર્યું છે. મુશરીફ પરિવાર સાથે સંકળાયેલા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મહેશ ગુરવની જામીન અરજી ફગાવતાં કોર્ટે આ નિરીક્ષણ કર્યું હતું. ખેડૂતો પાસેથી લીધેલા પૈસા ફર્મમાં ઈન્વેસ્ટ કરાયા હોવાનું નિરીક્ષણ કરાયું છે. કલ્હાપુરમાં સરસેનાપતિ સંતાજી ઘોરપડે સાકર કારાખાના મની લોન્ડરિંગ કેસમાં સુનાવણી ચાલી રહી હતી.
મુંબઈ સેશન્સ કોર્ટે મુશરીફના પીએ અને નિકટવર્તી ગુરવના આગોતરા જામીન ફગાવ્યા છે. કોર્ટે નિરીક્ષણ કર્યું હતંં કે ગુરવને એફઆઈઆરમાં કરેલા આરોપ અનુસાર પૈસા અંગે નક્કર માહિતી હતી અને હસન મશરીફ અને તેના સાથીદારો દ્વારા ગુનાહિત પ્રવૃત્તિ દ્વારા એકટા કરાયા હોવાથી તેઓવાકેફ હતા. ઓડિટર અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે કામકરતા ગુરવને આટલી જંગી રકમ મેનેજ કરવા અપાયા હતા. હસન મુશરીફના પુત્રો જે કંપનીમાં ડિરેક્ટર હતા તેેવી શેલ કંપનીમાં રકમ ડાઈવર્ટ કરાઈ હતી. અરજદાર તેમની કંપનીનો સીએ છે જે ઘણું બધું કહી જાય છે, અમે વિશેષ જજ દેશપાંડેએ ૨૭ સપ્ટેમ્બરે આપેલા આદેશમાં જણાવ્યું હતું.
આ કેસમાં ખેડૂતો પાસેથી પૈસા લીધા બાદ તેમને શેર સર્ટિફિકેટ અપાયા નહોતા કે તેમને શેરહોલ્ડર તરીકેના લાભ પણ અપાયા નહોવાનો આરોપ છે. રૃ. ૪૦ કરોડની જંગી વસૂલાત પછી પણ કોઈ ખેડૂતને શેર અપાયો નહોવાની કોર્ટે નોઁધ કરી હતી.
આ પૂર્વે પીએમએલએ કોર્ટે મશરીફને ધરપકડ સામે રાહત આપવાનો ઈનકાર કરતાં આગોતરા જામીન ફગાવ્યા છે. ત્યાર બાદ મુશરીફે આગોતરા જામીન માટે હાઈ કોર્ટમાં અરજી કરી છે. તેની પાછળ હવે ગુરવ પણ આગોતરા જામીન માટે હાઈ કોર્ટમાં અરજી કરે એવી શક્યતા છે.
આ કેસમાં બધાએ મળીને કૌભાંડ ક ર્યું હોવાનો મત કોર્ટે વ્યક્ત કર્યો છે. આથી આ કેસમાં કોઈને આગોતરા જામીન આપી શકાય નહીં એમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે. મુશરીફના ત્રણે પુત્રના આગોતરા જામીન માટે કોર્ટમાં અરજી કરી છે. સેશન્સ કોર્ટે ત્રણેની અરજી પર ચુકાદો બાકી રાખ્યો છે. આગામી સપ્તાહે કોર્ટ સુનાવણી કરે તેવી શકયતા છે.