Get The App

સૈફ પર હુમલાના કેસમાં શંકાના આધારે એક સુથારની અટકાયત

Updated: Jan 18th, 2025


Google NewsGoogle News
સૈફ પર હુમલાના કેસમાં શંકાના આધારે એક સુથારની અટકાયત 1 - image


સૈફના ફલેટમાં બે દિવસ પહેલાં કામ કરવા આવ્યો હતો

સીસીટીવી ફૂટેજમાં દેખાતા આરોપી જેવાં વર્ણનના આધારે અટકાયતઃ જોકે, હજુ કોઈની ધરપકડનો પોલીસનો ઈનકાર

મુંબઈ - અભિનેતા સૈફ અલી ખાન પર હુમલાના ચકચારજનક મામલામાં પોલીસે એક સુથારને શંકાના આધારે પકડીને કલાકો સુધી પૂછપરછ કરી છે. તે ઘટનાના બે દિવસ પહેલા સૈફના ફ્લેટમાં કામ કરતો હતો, એમ એક અધિકારીએ શુક્રવારે જણાવ્યુ ંહતું.જોકે, પોલીસે જણાવ્યું હતું કે આજે થયેલી અટકાયતને સૈફ  પર હુમલાના કેસ સાથે કોઈ સંબંધ નથી. 

બાંદરામાં  ફ્લેટમાં ઘૂસી લૂટના પ્રયાસ દરમિયાન સૈફ અલી ખાન પર હુમલો કરનારા કેસમાં વારિસ અલી સલમાનીને પકડીને પૂછપરછ માટે બાંદરા પોલીસ સ્ટેશનમાં લઇ જવામાં આવ્યો હતો.

બિલ્ડીંગની છઠ્ઠા માળે સીડીથી નીચે ઉતરતી વખતે હુમલાખોર સીસીટીવી કેમેરામાં ઝડપાઇ ગયો હતો. સુથાર સલમાનીએ અભિનેતા પર હુમલાની ઘટનાના બે દિવસ પહેલા અભિનેતાના ફ્લેટમાં કામ કર્યું હતું. તેને સુથારી કામ માટે રાખનાર કોન્ટ્રાક્ટર દ્વારા હુમલાની જાણ કરવામાં આવી હતી. સલમાનીને કલાકોની પૂછપરછ બાદ અજ્ઞાાત સ્થળે લઇ જવામાં આવ્યો હતો એમ અધિકારીએ જણાવ્યું હતું.

એક બીજા અધિકારીએ નામ ન આપવાની શરતે કહ્યું હતું કે બાંદરા પોલીસ સ્ટેશનમાં પૂછપરછ માટે લાવવામાં આવેલ વ્યક્તિનો ખાન પરના હુમલા સાથે કોઇ સંબંધ નથી. હજી સુધી કોઇની ધરપકડ કરવામાં આવી નથી. હુમલાખોરને શોધવા માટે ૩૦થી વધુ ટીમો બનાવવામાં આવી છે. આરોપીની  ઉંમર ૩૫થી ૪૦ વર્ષ છે.

આમ બનાવના કલાકો બાદ પણ આરોપી પોલીસના હાથમાં ઝડપાયો નહોતો.  

ખંડણી માટે નહિ ચોરીના પ્રયાસમાં જ હુમલો

સૈફ પર હુમલા પાછળ કોઈ અન્ડરવર્લ્ડ ગેંગ નથીઃ સરકાર 

સૈફને ક્યારેય કોઈ ધમકી મળી નથી કે તેણે કોઈ સુરક્ષા માગી પણ નથી

સૈફ અલી ખાન પર હુમલાના કેસમાં કોઈ અન્ડરવર્લ્ડ ગેંગ સંકળાયેલી નથી . ખંડણી માગવામાં આવી હોવાની શક્યતા પણ નહિવત્ત છે. આ માત્ર ચોરીના પ્રયાસમાં હુમલાનો કેસ છે તેવો દાવો મહારાષ્ટ્રના ગૃહ રાજ્ય મંત્રી યોગેશ કદમે કર્યો છે. 

 બાંદરામાં સતગુરુ શરણ બિલ્ડીંગના ૧૨મા માળે રહેતો સૈફ અલી ખાન, પત્ની કરીના કપૂર, બે પુત્ર ચાર વર્ષીય જેહ અને આઠ વર્ષીય તૈમૂર, ઘરકામ કરતા પાંચ જણ ફ્લેટમાં હાજર હતા. તે સમયે આરોપીએ હુમલો કર્યો હતો.

પોલીસને આપેલા નિવેદનમાં જેહની દેખરેખ રાખતી એલિયામા ફિલિપે દાવો કર્યો હતો કે હુમલાખોરે રૃા. એક કરોડની માગણી કરી હતી.

જોકે,  મહારાષ્ટ્રના ગૃહ રાજ્ય પ્રધાન યોગેશ કદમે જણાવ્યું હતું કે હુમલાના સંબંધમાં એક શંકાસ્પદને પકડવામાં આવ્યો છે. તે કોઇપણ ગેંગમાં સામેલ નથી. કોઇ ગેંગે આ હુમલો કર્યો નથી. તેમણે ખંડણીની થિયરી પણ નકારી હતી. 

અગાઉ મુંબઈના જોઈન્ટ પોલીસ કમિશનરે પણ આ આ હુમલો ખંડણી માટે થયો હોવાની શક્યતા ફગાવી હતી. 

કદમે જણા વ્યું હતું કે  સૈફ અલી ખાન તરફથી પોલીસને આજ સુધી કોઇ ધમકી મળી હોવાની ફરિયાદ કરવામાં આવી નથી. તેણે સિક્યુરિટી પણ માગણી કરી નહોતી. તેમને સુરક્ષાની જરૃર હસે તો જરૃર પૂરી પાડવામાં આવશે, એમ મંત્રીએ કહ્યું હતું. કદમે  જણાવ્યું હતું કે અભિનેતા પર હુમલા પાછળ માત્ર ચોરીનો હેતુ હતો.



Google NewsGoogle News