Get The App

રેમ્પ સાથે અથડાયા બાદ કાર 25 ફૂટ ઉંચે હવામાં ઉછળી

Updated: Dec 13th, 2024


Google NewsGoogle News
રેમ્પ સાથે અથડાયા બાદ કાર 25 ફૂટ ઉંચે હવામાં ઉછળી 1 - image


મુંબઇ-અમદાવાદ હાઇવે પર કારને અકસ્માત

અણઘડ અને  પૂર્વ આોજન વગરના કામને લીધે ભારે ટ્રાફિક અને અકસ્માતો થતા હોવાનો આરોપ

મુંબઇ :  મુંબઇ-અમદાવાદ હાઇવે પર તલાસરી પાસે બે દિવસ પહેલા તેજ ગતિથી પસાર થતી એક કાર એક  રેમ્પ સાથે  અથડાયા બાદ ૨૫ ફૂટ ઉંચે હવામાં ઉછળી હોવાનો વીડિયો મોટાપાયે વાયરલ થઇ રહ્યો છે આ ઘટના બાદ સ્થાનિકો અને વાહનચાલકોએ હાઇવેના કોન્ક્રિટીકરણનું કામ કરતી નેશનલ હાઇવે આથોરિટી ઓફ ઇન્ડિયા (એનએચએઆઇ) અને અન્ય એજન્સીઓને આ માટે જવાબદાર ગણાવી હતી અને હાઇવે  પર ચાલી રહેલ અણઘડ અને પ્લાનિંગ વગરના કામને લીધે આ વિસ્તારમાં ભારે ટ્રાફિક અને નાના મોટા અકસ્માતો થતા હોવાનો આરોપ કર્યો હતો.

આ બાબતે વાહનચાલકો અને સ્થાનિકોના દાવાને ફગાવી દેતા એનએચએઆઇના એક અધિકારીએ જણાવ્યું હતું કે  અહી અમે રેમ્પ સ્થાપિત કર્યા બાદ લોકોને ધ્યાનમાં આવે તે રીતે 'ગોસ્લો' અને 'રેમ્પ અહેડ' જેવી ચેતવણી આપતા બોર્ડ પણ મૂક્યા છે. અમૂક લેનમાં અમને કામ કરવાની પરવાનગી આપવામાં આવી છે તેથી બીજી અન્ય લેનમાં થઇને ટ્રાફિકની અવરજવર થાય છે અને તેથી આ રોડ પર ટ્રાફિકનું નિયમન કરવામાં આવે છે.

નેશનલ હાઇવે ઓથોરિટીએ આ વર્ષની શરૃઆતમાં એનએચ-૪૮ પર સિમેન્ટ કોક્રિટીંગનું કામ શરૃ કર્યું છે. ઘણા વાહન ચાલકોએ દહિસરથી ગુજરાતની  સરહદ નજીક અછાડ  સુધીના ૧૨૧ કિ.મી. લાંબા હાઇવે પર સાઇનબોર્ડનો અભાવ, ખોટા ડિવાઇડર અને અસમથળ (ઉબડખાબડ) વાહનચાલકોને ભારે હાંલાકી ભોગવવી પડે છે અહીંના એક અગ્રણી સમાજ સેવકે એવો આરોપ કર્યો હતો કે આ પટ્ટા પર ઘણી જગ્યાએ વ્હાઇટ ટોપિંગ કરવામાં આવ્યું છે અને રાત્રિના સમયે રેમ્પ્સ નજરે પડતા નથી તેમને શોધવા મુશ્કેલ બનતા હોવાથી અને બે રસ્તા વચ્ચે અસમાન ઉંચાઇને લીધે વાહન ચાલકોને ભારે તકલીફનો સામનો કરવો પડે છે.



Google NewsGoogle News