દિવાળીમાં કારના વેચાણમાં 17 ટકાનો અને ટુવ્હીલર્સના વેચાણમાં 12 ટકાનોવધારો થયો

Updated: Nov 12th, 2023


Google NewsGoogle News
દિવાળીમાં કારના વેચાણમાં 17 ટકાનો અને ટુવ્હીલર્સના વેચાણમાં 12 ટકાનોવધારો થયો 1 - image


ધનતેરસના દિવસે 9707 ટુ વ્હીલર્સ અને 4259 કારની ડિલિવરી થઇ    

શહેરમાં વાહનોની ગીચતા દર  કિલોમીટરે 2250 વાહનોની થઇ, વાહનોની સાથે પ્રદૂષણ પણ વધશે 

મુંબઇ :  મુંબઇ શહેરની ચાર આરટીઓ કચેરીઓમાં નોંધાયેલા વાહનોની નોંધણીના આંકડા અનુસાર આ વર્ષે દિવાળીમાં નવી કારની નોંધણીમાં ગયા વર્ષની સરખામણીમાં ૧૭ ટકાનો અને  ટુ વ્હીલર્સની ખરીદીમાં બાર ટકાનો વધારો થયો છે. સામાન્ય રીેતે લોકો ધનતેરસના દિવસે ડિલિવરી મળે તે રીતે કાર અને બાઇકનું બુકિંગ કરાવે છે. ગયા વર્ષે ૩૬૫૪ કારની નોંધણી સામે આ વર્ષે તહેવારના પખવાડિયામાં ૪૨૫૯ કારની નોંધણી થઇ હતી જ્યારે ટુ વ્હીલર્સમાં ગયા વર્ષે ૮૬૫૫ની નોંધણી સામે આ વર્ષે ૯,૭૦૭ વાહનોની નોંધણી થઇ હતી. આ નોંધણીના આંકડાઓમાં ૭૯૭ વીજવાહનો અને ૧૬૮૮ સીએનજી સંચાલિત વાહનોનો પણ સમાવેશ થાય છે.  

 દેશમાં શહેરમાં સૌથી વધારે  ૧૨૬૭ કારની નોંધણી તારદેવ આરટીઓમાં અને બાઇકની સૌથી વધારે  ૨૭૫૯ ની નોંધણી વડાલા આરટીઓમાં થઇ હતી. પરિવહન કમિશનરની કચેરીના અધિકારીઓના જણાવ્યા અનુસાર હવે કાર અને બાઇક ડિલર્સને વાહન નોંધણીની પ્રક્રિયા પુરી કરવાની તથા ફીની ચૂકવણી કરવાની સત્તા આપવામાં આવી છે. જેમાં હવે આરટીઓના સ્ટાફનો ઝાઝો હસ્તક્ષેપ હોતો નથી. શહેરમાં દિવાળી, દશેરા,  ગુડી પડવા અને અક્ષય તૃતિયાના દિવસે જ મોટી સંખ્યામાં વાહન ખરીદી નોંધાય છે. 

શહેરના વાતાવરણની હાલત જોતાં વાહનોની ખરીદી વધે એ હિતાવહ જણાતું નથી. પરિવહન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર પ્રથમ અને છેલ્લા તબક્કાને જાહેર વાહન સુવિધા વડે આવરી લેવામાં નહીં આવે ત્યાં સુધી ખાનગી કાર અને બાઇકની સંખ્યા વધતી જ રહેવાની છે. મેટ્રો ૨એ તથા મેટ્રો ૭ કાર્યરત થવા છતાં હાઇવે પર વાહનોની સંખ્યામાં કોઇ ઘટાડો નોંધાયો નથી. આજકાલ પરિવાર દીઠ ત્રણથી પાંચ વાહનો લોકો ધરાવતાં થયા છે. શહેરમાં વાહનોની સંખ્યા ૪૫ લાખનો આંકડો વટાવી ગઇ છે. જેમાં તેર લાખ ખાનગી કાર્સ, ૨૭ લાખ ટુ વ્હલર્સ અને ૫ લાખ અન્ય વાહનોનો સમાવેશ થાય છે. શહેરમાં વાહનોની ગીચતા વધીને દર  કિલોમીટર દીઠ ૨૨૫ ૦ વાહનોની થઇ ગઇ છે. 

 શહેરમાં વિવિધ આરટીઓમાં વાહનોની નોંધણીની વિગતો 

                              ૨૦૨૨                         ૨૦૨૩ 

આરટીઓનું નામ    કાર       ટુ વ્હીલર્સ        કાર        ટુ વ્હીલર્સ 

તારદેવ                 ૧૦૧૧     ૨૩૬૨        ૧૨૬૭       ૨૩૮૦ 

વડાલા                    ૯૬૪    ૨૩૯૫         ૯૭૪         ૨૭૫૯ 

અંધેરી                    ૮૧૧      ૧૭૪૧       ૧૦૨૩       ૧૮૩૬

બોરીવલી               ૮૬૮       ૨૧૫૭         ૯૯૫        ૨૭૩૨

શહેરમાં  કુલ સંખ્યા  ૩૬૫૪      ૮૬૫૫        ૪૨૫૯        ૯૭૦૭



Google NewsGoogle News