બેન્ક પાસે વાહન ગિરવે હોવાનું કહી છટકી ન શકાય : હાઈકોર્ટ

Updated: Jan 18th, 2024


Google NewsGoogle News
બેન્ક પાસે વાહન ગિરવે હોવાનું કહી છટકી  ન શકાય  : હાઈકોર્ટ 1 - image


 વાહનના વીમા કે વળતર માટે બેન્કને જવાબદાર ઠેરવી શકાય નહીં

વળતર ચૂકવવાના આદેશ સામે વાહનચાલકે બેન્ક પાસે ગિરવે હોવાથી બેન્કે વીમો કઢાવવો જોઈતો હતો તેવી દલીલ કરી હતી

 મુંબઈ : વાહન બેન્ક પાસે ગિરવે (હાઈપોથિકેટ) હોવાનો અર્થ એવો નથી કે તમે વાહનનો વીમો મેળવવા અથવા અકસ્માતનું વળતર ચૂકવવા બેન્કને જવાબદાર ઠેરવો, એમ બોમ્બેહાઈ કોર્ટે તાજેતરના ચુકાદામાં નોંધ્યું હતું

મોટર અક્સમાતમાં મૃતકના પરિવારને વળતર આપવાનો વાહન માલિકને નિર્દેશ અપાતા આદેશ સામેની અપીલ કોર્ટે ફગાવી દીધી હતી. વાહન બેન્ક પાસે ગિરવી હોવાનો અર્થ વળતરની જવાબદારી બેન્ક પર ધકેલવાનો નથી થતો. વાહનની વીમા પોલિસી કઢાવવાની માલિકની ફરજ છે. અપીલકર્તાની બેદરકારીથી અકસ્માત થયો હોવાથી  બેન્કને જવાબદાર ઠેરવી શકાય નહીં. 

અપીલકર્તાએ બે મુદ્દે દલીલ કરી હતી એક તો મૃતકની વય ટ્રિબ્યુનલ સમક્ષ પુરવાર થઈ નથી. બીજું કે વાહન બેન્ક પાસે ગિરવે હતું. બેન્ક વાહનનો કબજો ધરાવતી હોવાથી બેન્કે વીમો કઢાવવો જોઈતો હતો. વીમાના અભાવે પોતે વળતર અપાવાને પાત્ર નહોવાની દલીલ કરી હતી.

અકસ્માત સમયે મૃતકની વય ૨૬ વર્ષની હોવાના ટ્રિબ્યુનલના નિર્ણયને પણ બહાલ કર્યો હતો. કોર્ટે અપીલ ફગાવી દીધી હતી. દાવેદારને  પ્રતિવાદી પાસેથી વ્યાજ સાથે રકમ લેવાની પરવાનગી આપી હતી.



Google NewsGoogle News