માત્ર ગુનાના આરોપ પર સહજતાથી ધરપકડ કરી શકાય નહીં : હાઈકોર્ટ
ધરપકડ ગંભીર બાબત છે તેનાથી આત્મ સન્માન, પ્રતિષ્ઠાને ઠેસ પહોંચે છે
જીએસટી અધિકારીઓએ આખી રાત ગોંધી રાખીને બીજા દિવસે ધરપકડ દર્શાવી ત્રીજા દિવસે કોર્ટમા હાજર કર્યા તેની સામે પણ કોર્ટે વાંધો લીધો
મુંબઈ : ધરપકડ ગંભીર બાબત છે. ગુનો આચરાયો હોવાના માત્ર આરોપ પર સહજતાથી ધરપકડ થઈ શકે નહીં, એમ બોમ્બેે હાઈ કોર્ટે તાજેતરમાં નોંધ્યું હતું.ન્યા. રેવતી મોહિતે ઢેરે અને ન્યા. દેશપાંડેની બેન્ચે મહેશ ગાલા નામના વ્યવસાયીને વચગાળાના જામીન આપતાં નિરીક્ષણ કર્યું હતું. માર્ચમાં ટેક્સ ઓફિસરે આખી રાત અટકાયતમાં રાખ્યા બાદ ધરપકડ કરી હતી. ધરપકડ પૂર્વે આખી રાત અટકાયતમાં રાખ્યાની વાત સામે પણ કોર્ટે વાંધો ઉઠાવ્યો હતો.
નિવેદન રેકોર્ડ કરવાના બહાને આખી રાત ગોંધી રાખવાના કૃત્યની અમે નિંદા કરીએ છીએ. ધરપકડ ગંભીર બાબત છે અને ગુનાના આરોપ પરથી સહજ ક્રિયા તરીકે ધરપકડ કરી શકાય નહીં. વ્યક્તિની પ્રતિષ્ઠા અને આત્મ સન્માનને અનહદ નુકસાન પહોંચે છે., એમ કોર્ટે આદેશમાં નોંધ્યું હતું.
ગાલા સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ (સીજીએસટી) ઓફિસમાં ૧૩ માર્ચે ગયા હતા. ૨૦૨૧માં તેમની કંપની સામે કાયદાનો ભંગના થયેલા કેસ સબંધે તેઓ ગયા હતા.
આખી રાત ઓફિસમાં ગોંધી રાખીને ૧૪ માર્ચે ધરપકડ બતાવાઈ હતી અને ૧૫ માર્ચે બપોરે ૩.૩૦ વાગ્યે કોર્ટમાં રિમાન્ડ માટે હાજર કરાયા હતા.
આ બાબત ગેરકાયદે હોવાનું જણાવીને ગાલાએ હાઈકોર્ટમાં પડકાર ફેંક્યો હતો. ગાલા વતી વરિષ્ઠ વકિલે દલીલ કરી હતી કે કોર્ટ સામે હાજર કરવામાં થયેલા વિલંબનો ખુલાસો અધિકારી કરી શક્યા નથી.
સ્તાવેજોની પ્રિન્ટ કોપી મેળવવામાં ચાર કલાક વિલંબ થયાનો ટેક્સ ઓથોરિટીના જવાબ પાછોતરો વિચાર હોવાનું કહીને કોર્ટે ફગાવી ીધો હતો. જો સ્તાવેજો તૈયાર નહોતા તો ગાલાને પછીના િ વસે બોલાવવા જોઈતા હતા.કોર્ટે ગાલાની વચગાળાના જામીન પર મુક્તિને માન્ય કરી હતી.