ભૂતપૂર્વ એસીપીને જાહેરમાં ભ્રષ્ટ-ઠગ કહેવું માનહાનિ જ ગણાયઃ હાઈકોર્ટ

Updated: May 26th, 2024


Google NewsGoogle News
ભૂતપૂર્વ એસીપીને જાહેરમાં ભ્રષ્ટ-ઠગ કહેવું માનહાનિ જ ગણાયઃ હાઈકોર્ટ 1 - image


મેજિસ્ટ્રેટ કોર્ટે શરૂ કરેલી કાર્યવાહી સામેની અપીલ ફગાવાઈ

એસીબીએ ભલે તને છોડી દીધો પરંતુ તું ચીટર અને   ભ્રષ્ટ છો એમ મેડિકલ સ્ટોરમાં અનેક લોકોની વચ્ચે જણાવ્યું હતું

મુંબઇ : બોમ્બે હાઈ કોર્ટે  ભૂતપૂર્વ પોલીસ અધિકારીને જાહેરમાં ચિટર અને ભ્રષ્ટ કહેવું એ માનહાનિ  કરી ગણાય, એવી નોંધ કરી હતી. આરોપીઅ ેજ્યારે ભૂતપૂર્વ આસિસ્ટંટ પોલીસ કમિશનર (એસીપી)ને ભ્રષ્ટ અને ચીટર કહ્યા ત્યારે તેમા ંસદ્ભાવનાનો અભાવ હતો. લાપરવાહીથી કરેલા આરોપ પ્રથમ દૃષ્ટીએ માનહાનિ કરનારા  છે, એવી નોંધ કરીને કોર્ટે આરોપીની નીચલી કોર્ટની કાર્યવાહી રદ કરવાની અરજી ફગાવી દીધી હતી. 

અરજીમાં આરોપીએ મેજિસ્ટ્રેટ કોર્ટના આદેશને રદ કરવાની વિનંતી કરી હતી. આદેશમાં તેની સામે માનહાનિની ફરિયાદ પર કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. આરોપીએ આદેશને સેશન્સ કોર્ટમાં પડકાર્યો હતો. જોકે કોર્ટે તેને રાહત આપી નહોતી. આથી તેણે હાઈ કોર્ટમાં અરજી કરી હતી.

ન્યા. જામદારે જણવ્યું હતું કે આરોપીને જાણ કરી હતી એસીબીએ પોલીસ કર્મી સામે આવક કરતાં વધુ સંપત્તિના આરોપની તપાસ કરી હતી. આરોપીની ફરિયાદ  પર થયેલી તપાસમાં કશું મળ્યું નહોતું. આમ છતાં તેણે પોલીસ કર્મીને કહ્યું હતું કે એસીબીએ ભલે તમને છોડી દીધો પણ તુ ચીટર અને ભ્રષ્ટ છે. ૧૮ મે ૨૦૧૮ના રોજ આ ઘટના પોલીસ કર્મીના મેડિકલસ્ટોરમાં બની હતી. એ વખતે દુકાનમાં કર્મચારીઓ અને નોકર તથા પોલીસ કર્મીના પરિચિત હાજર હતા. આરોપીના ખોટા આરોપોને લઈને પોલીસ કર્મીએ મેજિસ્ટ્રેટ કોર્ટમાં ફરિયાદ કરી હતી.

ફરિયાદમાં દાવો કરાયો હતો કે આરોપીના આરોપોને લીધે તેમની પ્રતિષ્ઠાને હાનિ પહોંચી છે. જોકે આરોપીના વકિલે દાવો કર્યો હતો કે તેમના અસીલનો ઈરાદો માનહાનિ કરવાનો નહોતો. તેને ગેરવર્તન કહી શકાય પણ માનહાનિ નહીં. નીતલી કોર્ટે ખોટા કારણસર આદેશ આપ્યો છે. જડોકે કોર્ટે નીચલી કોર્ટના આદેશમાં હસ્તક્ષેપ કરવાનો ઈનકારકર્યો હતો. આરોપી અને પોલીસ કર્મી એકબીજાના પરિચિત હતા અને એક દુકાનના બાબતે લેવડદેવડ થયા બાદ વિવાદ થયો હતો.


Google NewsGoogle News