સીએએ સહકર્મી પરણિતાને અશ્લીલ ફોટા મોકલ્યા, શારીરિક છેડછાડ

Updated: Nov 24th, 2023


Google NewsGoogle News
સીએએ સહકર્મી પરણિતાને અશ્લીલ ફોટા મોકલ્યા, શારીરિક છેડછાડ 1 - image


ઓફિસમાં મહિલા સામે કપડાં પણ ઉતારી નાખ્યાં

ત્રવ્વર્ષથી જાતીય સતામણી બાદ મહિલાની ફરિયાદઃ જોકે, પોલીસ સીએનું નિવેદન મેળવ્યા બાદ કાર્યવાહી કરશે

મુંબઇ: ઓફિસમાં કામ કરતી એક મહિલા સહકર્મીને મોબાઇલ પર  અશ્લીલ ફોટા અને પોર્ન વીડિયો ક્લિપ મોકલી તેમજ મોકો મળે ત્યારે અયોગ્ય  સ્પર્શ ર્ કરી જાતીય સતામણી કરનાર એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (સી.એ.) સામે મુંબઇ પોલીસે ગુનો નોંધ્યો છે. આ સી.એ.એ વર્ષ ૨૦૨૦થી ૨૦૨૩ દરમિયાન અવારનવાર ૩૭ વર્ષની પરિણીત મહિલાની સતામણી કરી હતી તેવું એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.

આ સંદર્ભે પોલીસના જણાવ્યા મુજબ મુંબઇના  પશ્ચિમી ઉપનગરની એક ઓફિસમાં કામ કરતી પરિણીત મહિલાએ પોલીસમાં ફરિયાદ કરતા જણાવ્યું હતું કે આરોપી સી.એ. પીડિતાના ફોન પર આશ્લીલ ફોટા મોકલતો  આ સિવાય પોર્ન વીડિયો પણ મોકલતો હતો. જ્યારે બન્ને એક સાથે ઓફિસમાં હોય ત્યારે તેણે ઘણીવાર અયોગ્ય સ્પર્શ કરવાનો પણ પ્રયાસ કર્યો હતો. આટલેથી ન અટકતા તેણે એકવાર તો તેના કપડા પણ ઉતારી નાંખ્યા હતા. પીડિતા આ કૃત્યથી ગુસ્સે થઇ જતા તેણે અશ્લીલ ટિપ્પણી પણ કરી હતી.

આ બાબતે મહિલાને ટાંકીને એક અધિકારીએ જણાવ્યું હતું કે ફરિયાદી મહિલાએ એવો પણ આરોપ કર્યો હતો કે એકવાર તો આરોપીએ તેના પતિ પર પણ બદલો લેવાની ધમકી આપી હતી. મહિલાની  ફરિયાદને આધારે સ્થાનિક પોલીસે જાતીય સતામણી, પીછો કરવો (સ્ટોકિંગ), મહિલા પર ફોજદારી બળવો ઉપયોગ, ધમકી આપવી આદી કલમો હેઠળ ગુનો નોંધી  વધુ તપાસ આદરી છે. આ સંદર્ભે હજી કોઇની ધરપકડ કરવામાં આવી નથી. આ બાબતે પોલીસે જણાવ્યું હતું કે અમે ટ્રેક સમયમાં આરોપીને તેનું નિવેદન નોંધાવવા બોલાવશું. આ સાથે જ અમે અન્ય સાથી કર્મેચારીઓના નિવેદન રેકોર્ડ કરવાની સાથે જ સીસીટીવી ફૂટેજ સહિત વધુ પુરાવા મેળવવાના પ્રયાસો પણ શરૂ કર્યા છે.


Google NewsGoogle News