સીએ ઈન્ટરમીડિએટ, ફાઉન્ડેશનની પરીક્ષા વર્ષમાં 3વાર લેવાશે
આઈસીએઆઈનો નિર્ણય જાહેર
વિદ્યાર્થીઓને ટૂંકા અંતરે વધુ પરીક્ષાઓ આપવાની દ્રષ્ટિએ મહત્ત્વનો નિર્ણય
મુંબઈ : સીએ ઈન્ટરમીડિએટ અને ફાઉન્ડેશનની પરીક્ષા વર્ષમાં ત્રણ વખત લેવાશે. ઈન્સ્ટિટયૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઑફ ઈન્ડિયા(આઈસીએઆઈ) કાઉન્સિલે ૨૦૨૪થી આ મહત્ત્વનો ફેસલો અમલમાં લાવવાનો અંતિમ નિર્ણય જાહેર કર્યો છે.
મે/જૂન અને જાન્યુઆરી મહિનામાં જ પહેલાં આ પરીક્ષા થતી હતી. હવે જાન્યુઆરી, મે/જૂન અને સપ્ટેમ્બર મહિનામાં એમ ત્રણવાર આ પરીક્ષા થશે. જે વિદ્યાર્થીઓએ ૧ જાન્યુઆરી ૨૦૨૪ સુધીમાં ફાઉન્ડેશન કે ડાયરેક્ટ ઈન્ટરમીડિએટમાં રજીસ્ટ્રેશન કરાવ્યું છે. તેઓ હવે સપ્ટેમ્બર ૨૦૨૪ની ઈન્ટરમીડિએટ પરીક્ષામાં બેસવા માટે પાત્ર રહેશે.
વિદ્યાર્થીઓની સુવિધા માટે ઈન્ટરમીડિએટ અને ફાઉન્ડેશન કોર્સની પરીક્ષા વર્ષમાં ત્રણ વાર લેવાનું ઠરાવ્યું છે. વૈશ્વિક સ્તરે પરીક્ષાની જરુર વધુ છે અને વિદ્યાર્થીઓને પણ પરીક્ષા આપવાની વધુ છતાં વહેલી તક મળશે. આથી આ નિર્ણય મહત્ત્વનો છે. હવે વિદ્યાર્થીઓનું બે પરીક્ષા વચ્ચેનું અંતર બે મહિના જેટલું ઓછું થઈ જશે. જેનો વિદ્યાર્થીઓને લાભ મળશે.