લોકસભાની ચૂંટણીને લીધે સી.એ.ની પરીક્ષાઓ પાછી ઠેલાઈ

Updated: Mar 19th, 2024


Google NewsGoogle News
લોકસભાની ચૂંટણીને લીધે સી.એ.ની પરીક્ષાઓ પાછી ઠેલાઈ 1 - image


આજે પરીક્ષાઓનું નવું ટાઇમ-ટેબલ જાહેર થશે

મુંબઇ :  લોકસભાની ચૂંટણી જાહેર થતા સી.એ. ફાઉન્ડેશન અને ઇન્ટરમિડિયેટની મે-જૂન દરમિયાન યોજાનારી પરીક્ષાઓ મુલતવી રાખવામાં આવી છે. આ પરીક્ષાઓનું નવું ટાઇમ- ટેબલ આવતી કાલે મંગળવારે જાહેર થશે.

ધી ઇન્સ્ટિટયૂટ ઓફ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટસ ઓફ ઇન્ડિયા દ્વારા કરવામાં આવેલી સત્તાવાર જાહેરાત અનુસાર લોકસભાની ચૂંટણીને લીધે પરીક્ષાઓ પાછી ઠેલવામાં આવી છે.

સી.એ. ઇન્ટરમિડિયેટ ગુ્રપ-૧ની પરીક્ષા ૩,૫,૭ મેએ યોજાવાની હતી. જ્યારે ગુ્રપ-૨ની પરીક્ષા ૯,૧૧,૧૩ મેએ યોજાવાની હતી. સી.એ. ગુ્રપ-૧ની પરીક્ષા ૨,૪,૬ મેના રોજ જ્યારે ગુ્રપ-૨ની પરીક્ષા ૮,૧૦,૧૨ મેના રોજ યોજાવાની હતી. સી.એ. ફાઉન્ડેશન કોર્સની પરીક્ષા ૨૦,૨૪, ૨૬ જૂને યોજાવાની હતી. પરીક્ષાના કાર્યક્રમમાં થયેલા ફેરફારને લીધે નવી તારીખો આવતીકાલે જાહેર કરવામાં આવશે.



Google NewsGoogle News