બ્રાઝિલિયન સ્ટુડન્ટ પર બળાત્કારના કેસમાં બિઝનેસમેનને મુક્તિ નકારાઈ
- કફપરેડ રેસિડેન્ટ્સ એસોસિયેશનના સભ્યની અરજી ફગાવાઈ
- વિદેશી યુવતી ખુલ્લા વિચારોની હતી તેથી તેની શારીરિક સંબંધ માટે સંમતિ હોવાનુ માની લેવાય નહિઃ કોર્ટ
મુંબઈ : બ્રાઝીલિયન વિદ્યાર્થીની પર બળાત્કારની ફરિયાદ પર પકડાયેલા કફ પરેડ રેસિડેન્ટ્સ એસોસિયેશનના સભ્ય પદ્માકર નાંદેકર નામના દક્ષિણ મુંબઈના બિઝનેસમેનને મુક્ત કરવાનો સેસન્સ કોર્ટે ઈનકાર કર્યો હતો.
કોર્ટે દલીલ સ્વીકારવાનો ઈનકાર કર્યો હતો કે બંને સંમતિથી સંબંધમાં હતા અને જણાવ્યું હતું કે વિદેશી નાગરિક તરીકે યુવતી પોતાની ભાવના વ્યક્ત કરવા અને વર્તનથી વધુ ખુલા વિચારની હતી પણ તે સંમતિનું સ્થાન લઈ શકે નહીં.
નાંદેકરને મુક્ત કરવાનો ઈનકાર કરીને કોર્ટે નિરીક્ષણ કર્યું હતું કે પીડિતા આરોપીની જવાબદારી હોવાની વાત ધ્યાનમં લેવી જરૂરી છે. કેમ કે આરોપી તેનો સ્થાનિક યજમાન હતો. આરોપી ભારતમાં તેનો ગાર્ડિયન હતો અને આટલી હદના સંબંધગુનાની તીવ્રતા વધારે છે, એમ કોર્ટે નોંધ કરી હતી.
સરકારી પક્ષના જણાવ્યા અનુસાર બ્રાઝીલિયન યુવતીને સ્ટુડન્ટ્સ કલ્ચરલ એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ ૨૦૧૬માં પસંદ કરવામાં આવી હતી. નાંદેકરને ભારતમાં તેના ગાર્ડિયન તરીકે પસંદ કરાયો હતો. તેમની પુત્ર સ્પેનમાં એવા જ એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ એક પરિવાર સાથે રહે છે.
આરોપી આ રીતે પીડિતાનો હોસ્ટ હતો. પીડિતા માટે ચર્ચગેટની કેસી કોલેજમાં ૧૧મા ધોરણમાં એડમિશન કરાવ્યું હતું. પીડિતા બારતમાં આરોપીના ઘરે રહેવા લાગી હતી. કોર્ટે નોંધ કરી હતી કે કેટલીક વાર પીડિતાએ નાંડેકરના વર્તાવને લઈને પીડિતાએ ફરિયાદ કરી હતી. બાદમાં પીડિતા અન્ય પરિવાર સાથે રહેવા ગઈ હતી. નાંડેકરે તેને ડીનર પર લઈ જઈને વાઈન પીવડાવ્યોહતો. પીડિતાને તે નશામાં હોવાનું બહાનું કરીને પોતાના ઘરે લઈ ગયો હતો. પીડિતાને અયોગ્ય લાગતાં મિત્રને મેસેજ કર્યો હતો. આરોપીએ પીડિતાને ઘરે લઈ જઈને બળાત્કાર કર્યો હતો. તેને રૂ. ૧૦ હજાર આપ્યા હતા જે પીડિતાએ કચરાપેટીમાં નાખી દીધા હતા. મનોત્ચિકિત્સકની સલાહ બાદ તેણે પોતાના માતાપિતાને ઘટનાની જાણ કરીને કેસ નોંધાવ્યો હતો.
પીડિતા બીજા જ દિવસે પોતાની કંપનીમાં જોડાઈ હોવાથી જ આ કૃત્ય બળજબરીનું નહોવાનું દર્શાવે છે અને પીડિતાએ કોઈ સામનો કર્યો નહોતો. પીડિતાએ આરોપીનું ક્રેડિટ કાર્ડ પણ વાપર્યું હતું અને તેની પત્નીની ગેરહજારીમાં ઘરે આવી હતી જે દર્શાવે છે કે સંબંધ પરસ્પર સંમતિના હતા.
કોર્ટે જોકે દલીલો ફગાવીને જણાવ્યું હતું કે સરકારી પક્ષે આરોપી સામે પ્રથમદર્શી પુરાવા એકઠા કર્યા છે. આ તબક્કે એવું કશું જ માની શકાય એવું નથી કે યુવતી પાસે આરોપીને સંડોવવા માટે કોઈ કારણ હોય.